જામનગર : જામજોધપુરનો વેપારી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડાયો: રાજકોટના બુકીનું નામ ખુલ્યું

Cricket Gambling in IPL : જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી એક વેપારીને પોલીસે મોબાઈલ ફોન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ઝડપી લીધો છે. જેની પૂછપરછ દરમિયાન રાજકોટના એક બુકીનું નામ ખુલ્યું છે. આ દરોડાની વિગત એવી છે કે જામજોધરપુરમાં ખાટકીવાસ વિસ્તારમાં રહેતા વેપારી ઇમરાન અબુભાઈ બ્લોચને જામજોધપુર પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા 4,630 ની રોકડ રકમ મોબાઈલ ફોન સહિત રૂપિયા 12,630 ની માલમતા કબજે કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે રાજકોટના સિધ્ધરાજ ઉર્ફે સિદ્ધલો લોહાણા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબુલ્યું હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

જામનગર : જામજોધપુરનો વેપારી IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પકડાયો: રાજકોટના બુકીનું નામ ખુલ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Cricket Gambling in IPL : જામનગર જિલ્લાના જામજોધપુરમાંથી એક વેપારીને પોલીસે મોબાઈલ ફોન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં ઝડપી લીધો છે. જેની પૂછપરછ દરમિયાન રાજકોટના એક બુકીનું નામ ખુલ્યું છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામજોધરપુરમાં ખાટકીવાસ વિસ્તારમાં રહેતા વેપારી ઇમરાન અબુભાઈ બ્લોચને જામજોધપુર પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા 4,630 ની રોકડ રકમ મોબાઈલ ફોન સહિત રૂપિયા 12,630 ની માલમતા કબજે કરી છે.

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતે રાજકોટના સિધ્ધરાજ ઉર્ફે સિદ્ધલો લોહાણા નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબુલ્યું હોવાથી તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.