Ahmedabad Rathyatra 2024 : યજમાન પરિવારે સામૈયુ કરી જવારાની કરી સ્થાપના,પરિવારમાં ખુશી

અમદાવાદમાં 147મી રથયાત્રાની તૈયારીઓ શરુ વાજતે ગાજતે નાથના સામૈયાની યજમાન પરિવારની તૈયારી ભગવાન જગન્નાથજી, શુભદ્રાજીનું યજમાન કરશે મામેરૂ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે યજમાન પરિવારે સામૈયુ કરીને જવારાની સ્થાપના કરી છે.ભગવાન જગન્નાથજી,શુભદ્રાજી અને બલરામજીનાવાઘા,ઘરેણાં સહિતનું લાખેણી મામેરું કરશે.યજમાન પરિવારના ઘરે ભગવાનની પધરામણીને લઈ આતુરતા છે.જવારા, મહેંદી,ભજન સંધ્યા સહિતનું યજમાનના ઘરે આયોજન કરાયું છે. પરિવારમાં ઉત્સાહનો માહોલ ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થશે. મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

Ahmedabad Rathyatra 2024 : યજમાન પરિવારે સામૈયુ કરી જવારાની કરી સ્થાપના,પરિવારમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં 147મી રથયાત્રાની તૈયારીઓ શરુ
  • વાજતે ગાજતે નાથના સામૈયાની યજમાન પરિવારની તૈયારી
  • ભગવાન જગન્નાથજી, શુભદ્રાજીનું યજમાન કરશે મામેરૂ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,ત્યારે યજમાન પરિવારે સામૈયુ કરીને જવારાની સ્થાપના કરી છે.ભગવાન જગન્નાથજી,શુભદ્રાજી અને બલરામજીનાવાઘા,ઘરેણાં સહિતનું લાખેણી મામેરું કરશે.યજમાન પરિવારના ઘરે ભગવાનની પધરામણીને લઈ આતુરતા છે.જવારા, મહેંદી,ભજન સંધ્યા સહિતનું યજમાનના ઘરે આયોજન કરાયું છે.

પરિવારમાં ઉત્સાહનો માહોલ

ભગવાનને મામેરૂ ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ભાણેજો માટેના હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીછિંયા વગેરે ઘરેણાં, સાડીઓ, ભગવાનના વાઘા વગેરે તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે.વિનોદભાઈ પ્રજાપતિ મૂળ સાબરકાંઠા ઈડરના ગાંઠેલ ગામના છે. જેઓ હાલમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહે છે. બે ભાઈઓ અને ત્રણ બહેનો સાથે હવે તેઓ મામેરાની યજમાનની રાહ જોતાં હતા તે પુરુ થશે. મામેરાની યજમાની મળતાં જ પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.


રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.