Heart Attack: મોરબીમાં 29 વર્ષીય શિક્ષકનું હાર્ટએટેકથી મોત

રાહુલ ડાવેલા નામના 29 વર્ષીય શિક્ષકનું મોતછાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ શિક્ષકનું મોત સારવાર દરમિયાન શિક્ષકનું નિપજ્યું મોત રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. જેમાં, આજે વધુ એક કિસ્સો સામે આવ્યું છે જેમાં યુવાન શિક્ષકનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. મૃતક શિક્ષકની ઉંમર માત્ર 29 વર્ષ હતી.મળતી માહિતી મુજબ, મોરબીના ખાનપર ગામમાં એક શિક્ષકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મૂળ મોરબીના 29 વર્ષીય શિક્ષક રાહુલ ડાવેરા દ્વારકાન સલાયા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ વેકેશન ચાલતું હોવાથી પોતાના વતન મોરબીના ખાનપર ગામ આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, શિક્ષક રાહુલ ડાવેરા ખાનપર ખાતે પોતાના ઘરે વેકેશન ગાળવા માટે આવ્યા હતા ત્યાં આજે અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઊપડતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં, સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને 29 વર્ષીય શિક્ષકનું મોત થયું હતું. જવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Heart Attack: મોરબીમાં 29 વર્ષીય શિક્ષકનું હાર્ટએટેકથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાહુલ ડાવેલા નામના 29 વર્ષીય શિક્ષકનું મોત
  • છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ શિક્ષકનું મોત
  • સારવાર દરમિયાન શિક્ષકનું નિપજ્યું મોત

રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સા ઘણા વધી ગયા છે. જેમાં, આજે વધુ એક કિસ્સો સામે આવ્યું છે જેમાં યુવાન શિક્ષકનું હાર્ટએટેકને કારણે મોત થયું છે. મૃતક શિક્ષકની ઉંમર માત્ર 29 વર્ષ હતી.


મળતી માહિતી મુજબ, મોરબીના ખાનપર ગામમાં એક શિક્ષકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મૂળ મોરબીના 29 વર્ષીય શિક્ષક રાહુલ ડાવેરા દ્વારકાન સલાયા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને હાલ વેકેશન ચાલતું હોવાથી પોતાના વતન મોરબીના ખાનપર ગામ આવ્યા હતા.

જાણવા મળી રહ્યું છે કે, શિક્ષક રાહુલ ડાવેરા ખાનપર ખાતે પોતાના ઘરે વેકેશન ગાળવા માટે આવ્યા હતા ત્યાં આજે અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઊપડતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં, સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને 29 વર્ષીય શિક્ષકનું મોત થયું હતું. જવાનજોધ દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.