Halvad: પ્રેમસંબંધનો ખાર રાખી બે સગા ભાઈ ઉપર હુમલો:1ની હત્યા, 1 ગંભીર

હળવદ તાલુકાના રાયસંગપર ગામની ઘટનાકૌટુંબિક બે ભાઈઓએ છરી-ધોકા વડે હુમલો કર્યો હતો : બંનેની અટકાયત એકને ગંભીર હાલતે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે હળવદ તાલુકાના રાયસંગપર ગામે મંગળવારની મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે સગાભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ્ હુમલો કરવા આવેલ બે ભાઈઓ માંથી એક ભાઈ પણ ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની કલાકમાં બંને આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 23 અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 18 બન્ને સગા ભાઈઓ મંગળવારે રાત્રે પોતાના ઘરે ઘરે સુતા હતા. ત્યારે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ આજ પરિવારના બે કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા.જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અને મૃતક એક જ કુંટુંબના હોય અને કાકા-ભત્રીજા થતા હોય જોકે આઠ એક મહિના પહેલા મૃતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બહેનને ભગાડી ગયા હોય અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુંટુંબના હોય તેથી લગ્ન શક્ય ન હોય માટે કુંટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા. જેથી મૃતકના પરિવારજનોએ શામજીભાઈને ગાંધીધામ તેની બહેનના ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્યો છો. તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડયા હતા. સમગ્ર ઘટનાની જાણ હળવદ પીઆઈ આર. ટી. વ્યાસને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતક યુવાનના પિતા બાબુભાઇ લોલાડીયાની ફરીયાદના આધારે હળવદ પોલીસે આરોપી ગૌતમ લોલાડીયા રહે. રાયસંગપર અને તેનો સગોભાઇ વિપુલ લોલાડીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Halvad: પ્રેમસંબંધનો ખાર રાખી બે સગા ભાઈ ઉપર હુમલો:1ની હત્યા, 1 ગંભીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હળવદ તાલુકાના રાયસંગપર ગામની ઘટના
  • કૌટુંબિક બે ભાઈઓએ છરી-ધોકા વડે હુમલો કર્યો હતો : બંનેની અટકાયત
  • એકને ગંભીર હાલતે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

હળવદ તાલુકાના રાયસંગપર ગામે મંગળવારની મોડી રાત્રીના કૌટુંબિક બે ભાઈઓએ જ બે સગાભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરતા એકનું મોત નીપજ્યું છે.

જ્યારે એકને ગંભીર હાલતે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ્ હુમલો કરવા આવેલ બે ભાઈઓ માંથી એક ભાઈ પણ ઇજાગ્રસ્ત થતા તેને પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાની જાણ હળવદ પોલીસને થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગણતરીની કલાકમાં બંને આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 23 અને ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા ઉંમર વર્ષ 18 બન્ને સગા ભાઈઓ મંગળવારે રાત્રે પોતાના ઘરે ઘરે સુતા હતા. ત્યારે રાત્રીના 11:30 વાગ્યાની આસપાસ આજ પરિવારના બે કૌટુંબીક જ ભાઈઓ વિપુલભાઈ કરમણભાઇ ઉર્ફે કાળુભાઈ લોલાડીયા અને ગૌતમભાઈ ઉર્ફે ગવો કરણભાઈ લોલાડીયા શામજીભાઈના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા.જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગોપાલભાઈ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે મોરબી રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ અને મૃતક એક જ કુંટુંબના હોય અને કાકા-ભત્રીજા થતા હોય જોકે આઠ એક મહિના પહેલા મૃતક શામજીભાઈ લોલાડીયાએ આરોપી વિપુલભાઈની બહેનને ભગાડી ગયા હોય અને ત્યારબાદ બંને પકડાઈ જતા એક જ કુંટુંબના હોય તેથી લગ્ન શક્ય ન હોય માટે કુંટુંબીજનોએ લગ્ન કરવા ન દીધા હતા. જેથી મૃતકના પરિવારજનોએ શામજીભાઈને ગાંધીધામ તેની બહેનના ત્યાં મોકલી દીધો હતો. આઠેક મહિના બાદ મૃતક શામજીભાઈ શનિવારે જ રાયસંગપર ગામે આવ્યો હતો અને આરોપીઓ તું અહીં કેમ આવ્યો છો. તેમ કહી શામજીભાઈ પર અને ગોપાલભાઈ પર છરી અને ધોકા વડે તૂટી પડયા હતા.

સમગ્ર ઘટનાની જાણ હળવદ પીઆઈ આર. ટી. વ્યાસને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યારે મૃતક યુવાનના પિતા બાબુભાઇ લોલાડીયાની ફરીયાદના આધારે હળવદ પોલીસે આરોપી ગૌતમ લોલાડીયા રહે. રાયસંગપર અને તેનો સગોભાઇ વિપુલ લોલાડીયાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.