Suratમાં 5 માળનુ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં 7 લોકોના થયા મોત

કાટમાળ નીચે 5 જેટલા લોકો દટાયા હતા એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી યથાવત સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનામાં અત્યારસુધી 7 લોકોના મોત થયા છે,હજી પણ રેસ્કયુ કામગીરી ચાલુ છે. પરિવારજનો ગુમ છે કે નહી તેની પૂછપરછ કરાઈ સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ. લોકોનું રેસ્કયું કરાયું 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડયું. રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. દરમિયાન અંદર લોકો ફસાયેલાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાઈ રહ્યું હતુ. જ્યારે કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરવામાં આવી છે. સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. નેતાઓ પહોંચ્યા હતા ઘટના સ્થળે સૂરત ફાયર વિભાગની ટીમ, પોલીસ અને એનડીઆરએફની ટીમ આ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, સૂરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાની, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ, ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત વિપક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વરસાદના કારણે મકાન ધરાશાયી થયું? હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે.

Suratમાં 5 માળનુ બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં 7 લોકોના થયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાટમાળ નીચે 5 જેટલા લોકો દટાયા હતા
  • એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
  • NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી યથાવત

સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનામાં અત્યારસુધી 7 લોકોના મોત થયા છે,હજી પણ રેસ્કયુ કામગીરી ચાલુ છે.

પરિવારજનો ગુમ છે કે નહી તેની પૂછપરછ કરાઈ

સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખનું કહેવું છે કે આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન એક મહિલાનો અવાજ સંભળાયો હતો, જેથી ફાયર બ્રિગેડના જવાનોને અંદર મોકલીને મહિલાને બહાર કાઢી હતી. અત્યાર સુધીમાં ટીમે સાત લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી કોઈના ગુમ થયાની કોઈ માહિતી સામે આવી નથી. નજીકના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કોઈ વ્યક્તિ ગુમ છે કે કેમ.


લોકોનું રેસ્કયું કરાયું

2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડયું. રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા હતા. દરમિયાન અંદર લોકો ફસાયેલાની આશંકા રાખીને લાઈવ ડિટેક્ટરથી સર્ચ કરાઈ રહ્યું હતુ. જ્યારે કાટમાળ નીચે કેમેરો નાખીને શોધખોળ કરવામાં આવી છે. સાત લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.

નેતાઓ પહોંચ્યા હતા ઘટના સ્થળે

સૂરત ફાયર વિભાગની ટીમ, પોલીસ અને એનડીઆરએફની ટીમ આ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. સૂરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, સૂરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાની, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ, ભાજપ ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત વિપક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

વરસાદના કારણે મકાન ધરાશાયી થયું?

હાલમાં બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ સ્પષ્ટ થયું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદને કારણે જર્જરિત ઈમારત પડી ગઈ હતી. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, બિલ્ડીંગ ધરાશાયી થયાની માહિતી મળ્યા બાદ રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સખત મહેનત કરી રહી છે.