Vadodaraમા વિશ્વામિત્રી નદીની સેફટી દિવાલ તૂટતા બંગ્લામાં ઘુસી ગયા પાણી

વડોદરામાં પૂરે સામ્રાજ્ય એક્સટેન્શનમાં સર્જી તારાજી સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં ઘૂસ્યા હતા પાણી રહીશો આખી સોસાયટીને સ્વખર્ચે કરાવી રહ્યા છે સાફ વડોદરામાં પૂર બાદ મોટી સમસ્યા સર્જાઈ છે.વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી દિવાલ ધરાશાયી થતા પૂરના પાણી બંગ્લાઓમાં ફરી વળ્યા છે.સેફટી વોલ તૂટતા બંગલાઓમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકો અકળાયા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ ધારાસભ્ય ચૈતન દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને લઈ કાબુ મેળવ્યો હતો.વડોદરાના લોકોને શાંતિ નહીવડોદરા શહેરમાં આવેલ પૂરે શહેર ઉપરાંત સામ્રાજ્ય એક્સટેન્શનમાં તારાજી સર્જી છે.સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીને સામનો કરવો પડયો છે.પૂર એટલુ તીવ્ર હતું કે વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી વોલ પણ થઈ ધરાશાઇ થઈ ગઈ છે.સેફટી વોલ ધરાશાયી થતાં બંગલાઓમાં ફરી વળ્યા છે પૂરના પાણી,સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કોઈ નાનું નુકસાન નથી પરંતુ પૂરના કારણે મોટુ નુકસાન થયુ છે.રહીશોએ પાંચ લાખ રૂપિયા ખર્ચે આખી સોસાયટીને સ્વખર્ચે કરાવી રહ્યા છે સાફ.ધારાસભ્યે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રહીશોને તાત્કાલિક ધોરણે બનતી મદદ કરવા આપી હૈયા ધારણા. વડોદરામાં પાણીનો પુરવઠો અનિયમિત વડોદરા શહેરમાં પૂર આવ્યા તે અગાઉથી પાલિકા તંત્રએ અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ કર્યો હતો. જે આજે સતત પાંચમા દિવસે હજુ પૂર્વવત કરી શકાયો નથી. આમ હવે પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી જેવી પ્રાથમિક સુવિધા ખરા સમયે નાગરિકોને આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું ફલિત રહ્યું છે. તો બીજી તરફ તેઓ હવે આ માટે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ હોવાનું કારણ જણાવી રહ્યા છે. કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે 52 ટીમ કાર્યરત વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની ચુકવણી ,ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે 90 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે 52 ટીમ કાર્યરત છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેર જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવશે.

Vadodaraમા વિશ્વામિત્રી નદીની સેફટી દિવાલ તૂટતા બંગ્લામાં ઘુસી ગયા પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરામાં પૂરે સામ્રાજ્ય એક્સટેન્શનમાં સર્જી તારાજી
  • સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં ઘૂસ્યા હતા પાણી
  • રહીશો આખી સોસાયટીને સ્વખર્ચે કરાવી રહ્યા છે સાફ

વડોદરામાં પૂર બાદ મોટી સમસ્યા સર્જાઈ છે.વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી દિવાલ ધરાશાયી થતા પૂરના પાણી બંગ્લાઓમાં ફરી વળ્યા છે.સેફટી વોલ તૂટતા બંગલાઓમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકો અકળાયા હતા,ઘટનાની જાણ થતાની સાથે જ ધારાસભ્ય ચૈતન દેસાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને લઈ કાબુ મેળવ્યો હતો.

વડોદરાના લોકોને શાંતિ નહી

વડોદરા શહેરમાં આવેલ પૂરે શહેર ઉપરાંત સામ્રાજ્ય એક્સટેન્શનમાં તારાજી સર્જી છે.સામ્રાજ્ય એક્સ્ટેન્શન બંગલામાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીને સામનો કરવો પડયો છે.પૂર એટલુ તીવ્ર હતું કે વિશ્વામિત્રી કાંઠે બનાવેલ સેફ્ટી વોલ પણ થઈ ધરાશાઇ થઈ ગઈ છે.સેફટી વોલ ધરાશાયી થતાં બંગલાઓમાં ફરી વળ્યા છે પૂરના પાણી,સ્થાનિકોનો આક્ષેપ છે કે આ કોઈ નાનું નુકસાન નથી પરંતુ પૂરના કારણે મોટુ નુકસાન થયુ છે.રહીશોએ પાંચ લાખ રૂપિયા ખર્ચે આખી સોસાયટીને સ્વખર્ચે કરાવી રહ્યા છે સાફ.ધારાસભ્યે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી રહીશોને તાત્કાલિક ધોરણે બનતી મદદ કરવા આપી હૈયા ધારણા.


વડોદરામાં પાણીનો પુરવઠો અનિયમિત

વડોદરા શહેરમાં પૂર આવ્યા તે અગાઉથી પાલિકા તંત્રએ અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો બંધ કર્યો હતો. જે આજે સતત પાંચમા દિવસે હજુ પૂર્વવત કરી શકાયો નથી. આમ હવે પાલિકા તંત્રના ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અધિકારીઓ અને પદાધિકારીઓ પાણી જેવી પ્રાથમિક સુવિધા ખરા સમયે નાગરિકોને આપવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું ફલિત રહ્યું છે. તો બીજી તરફ તેઓ હવે આ માટે મહીસાગર નદીના પાણીમાં ટર્બીડીટી વધી ગઈ હોવાનું કારણ જણાવી રહ્યા છે.


કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે 52 ટીમ કાર્યરત

વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશડોલની ચુકવણી ,ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે 90 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે 52 ટીમ કાર્યરત છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેર જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને 2.74 લાખ ફૂડ પેકેટ તેમજ 1.07 લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવશે.