ઘૂસણખોરોને રાખવા માટે અમદાવાદમાં બન્યું દેશનું ચોથું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર, ભુજ JICનું ભારણ ઘટશે
Joint Interrogation Center in Ahmedabad : અમદાવાદમાં રાજ્યનું બીજું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (JIC) શરૂ થઈ રહ્યું છે. આ પહેલા ગુજરાતનું પહેલું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર ભુજમાં હતું. અમદાવાદમાં એરપોર્ટ નજીક સરદારનગર વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં નિર્માણ પામેલા નવા JICમાં 16 પુરૂષ બેરેક અને 2 મહિલા બેરેક છે. અહીં અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોને રાખવામાં આવશે. આ તમામ બેરેકમાં 64 પુરૂષ અને 12 સ્ત્રી સહિત કુલ 75થી વધુ વિદેશી અટકાયતીઓને રાખી શકાશે. તો આ ગુજરાતનું બીજું અને દેશનું ચોથું JIC છે. અગાઉ દેશમાં જમ્મુ, રાજસ્થાન અને ભુજ આમ ત્રણ JIC હતા. જણાવી દઈએ કે, ભારતમાં ઘૂસણખોરી કરીને ઝડપાયેલા નાગરિકોને અહીં રાખવામાં આવે છે.અમદાવાદમાં અત્યાધુનિક JIC થશે શરૂJICમાં રાખવામાં આવેલા અટકાયતીઓની પૂછપરછ, તપાસ સહિતની તમામ પ્રક્રિયાઓ અહીં જ થશે. રાજ્ય સરકારની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અહીંયા સાથે કામગીરી કરી શકશે. ગુજરાત ATS, ક્રાઈમ બ્રાંચ, CID ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ નેશનલ એજન્સીઓ જેમાં DRI, કસ્ટમ, IT, ED અને અન્ય એજન્સીને પણ અહીં અટકાયત કરેલા વિદેશી નાગરિકોની પૂછપરછ કરશે. સેન્ટ્રલ જેલની જેમ અહિંયા પણ 12 મીટર એટલે કે અંદાજે 30 ફૂટ ઊંચી દીવાલ ચણવામાં આવી છે. આ સાથે સમગ્ર પરિસરમાં સીસીટીવી સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા કરાશે. આ JICમાં તમામ એજન્સીઓ આરોપીઓને ઈન્ટેરોગેટ કરી શકે તેવો રૂમ, લાઈ ડિટેક્ટર રૂમ, મોનીટરીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સુરક્ષા વ્યવસ્થા અને તપાસ અધિકારી માટેના રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. આ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશાનવું JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. ભુજ JICમાં 70 અટકાયતીઓના સમાવેશ ક્ષમતા સાથે મોટાભાગે તેમાં બેથી અઢી ગણાં વધુ અટકાયતીઓને રાખવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં નવું અમદાવાદમાં JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. જોકે, અમદાવાદ SOGના પ્રાંગણના કામચલાઉ ડીટેન્શન સેન્ટરમાં પણ લાંબા સમયથી 50થી વધુ વિદેશી નાગરિકોને રાખવામાં આવેલા છે. અમદાવાદ SOG પાસે 35થી વધુ બાંગ્લાદેશીઓ છે. જેઓને ડિપોર્ટ કરવા સુધી અહીંયા રાખવા પડે તેમ છે. ખાસ કરીને ડિપોર્ટ કરવામાં કેન્દ્ર સરકાર સુધી જાણ કરવાની પ્રક્રિયા અને બાદમાં આરોપીઓને BSF સુધી પહોંચાડવામાં 3 થી 4 મહિનાનો સમય લાગી જતો હોય છે. તેવામાં સેન્ટર શરૂ થયા બાદ વિદેશનો કોઈપણ નાગરિક ગેરરીતિ મામલે ઝડપાશે તો તે ડિપોર્ટ ન થાય ત્યાં સુધી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે.શું છે જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર ?ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસણખોરી કરતાં સમયે પકડાતા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડીને JICમાં મોકલવામાં આવે છે. જ્યાં સુધી તેમના પરનો કેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી JICમાં રાખવામાં આવે છે. જે જેલ નહીં પરંતું એક પ્રકારે ડીટેન્શન સેન્ટર છે. અહીં લવાયેલા વિદેશી નાગરિકોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના સૌથી વધુ ઘૂસણખોરઅત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભુજ JICમાં ચાર પાકિસ્તાની નાગરિકોના બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગત અઢી વર્ષમાં ગુજરાતમાં 74 પાકિસ્તાની નાગરિકો, 14 અફઘાની નાગરિકો અને 6 ઈરાની નાગરિકો ઝડપાયા છે. જ્યારે અમદાવાદ શહેર એસઓજી દ્વારા વર્ષ 2007 થી 2022 સુધીમાં 500 થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ કરાયા છે. સમયાંતરે કામગીરી કરીને ઈસનપુર, નાના ચીલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારના આરોપીઓને પરત મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા હવેથી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આમ, સૌથી વધુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Joint Interrogation Center in Ahmedabad : અમદાવાદમાં રાજ્યનું બીજું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર (JIC) શરૂ થઈ રહ્યું છે. આ પહેલા ગુજરાતનું પહેલું જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર ભુજમાં હતું. અમદાવાદમાં એરપોર્ટ નજીક સરદારનગર વિસ્તારમાં સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં નિર્માણ પામેલા નવા JICમાં 16 પુરૂષ બેરેક અને 2 મહિલા બેરેક છે. અહીં અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોને રાખવામાં આવશે. આ તમામ બેરેકમાં 64 પુરૂષ અને 12 સ્ત્રી સહિત કુલ 75થી વધુ વિદેશી અટકાયતીઓને રાખી શકાશે. તો આ ગુજરાતનું બીજું અને દેશનું ચોથું JIC છે. અગાઉ દેશમાં જમ્મુ, રાજસ્થાન અને ભુજ આમ ત્રણ JIC હતા. જણાવી દઈએ કે, ભારતમાં ઘૂસણખોરી કરીને ઝડપાયેલા નાગરિકોને અહીં રાખવામાં આવે છે.
અમદાવાદમાં અત્યાધુનિક JIC થશે શરૂ
JICમાં રાખવામાં આવેલા અટકાયતીઓની પૂછપરછ, તપાસ સહિતની તમામ પ્રક્રિયાઓ અહીં જ થશે. રાજ્ય સરકારની તમામ એજન્સી અને કેન્દ્ર સરકારની એજન્સીઓ અહીંયા સાથે કામગીરી કરી શકશે. ગુજરાત ATS, ક્રાઈમ બ્રાંચ, CID ક્રાઈમ, સાયબર ક્રાઈમ તેમજ નેશનલ એજન્સીઓ જેમાં DRI, કસ્ટમ, IT, ED અને અન્ય એજન્સીને પણ અહીં અટકાયત કરેલા વિદેશી નાગરિકોની પૂછપરછ કરશે. સેન્ટ્રલ જેલની જેમ અહિંયા પણ 12 મીટર એટલે કે અંદાજે 30 ફૂટ ઊંચી દીવાલ ચણવામાં આવી છે. આ સાથે સમગ્ર પરિસરમાં સીસીટીવી સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થા કરાશે. આ JICમાં તમામ એજન્સીઓ આરોપીઓને ઈન્ટેરોગેટ કરી શકે તેવો રૂમ, લાઈ ડિટેક્ટર રૂમ, મોનીટરીંગ રૂમ, કોન્ફરન્સ હોલ, સુરક્ષા વ્યવસ્થા અને તપાસ અધિકારી માટેના રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. આ જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર 31 ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ જશે.
ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા
નવું JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. ભુજ JICમાં 70 અટકાયતીઓના સમાવેશ ક્ષમતા સાથે મોટાભાગે તેમાં બેથી અઢી ગણાં વધુ અટકાયતીઓને રાખવામાં આવે છે. ત્યારે હવે રાજ્યમાં નવું અમદાવાદમાં JIC બનતા ભુજ JIC પરનું ભારણ ઘટવાની આશા છે. જોકે, અમદાવાદ SOGના પ્રાંગણના કામચલાઉ ડીટેન્શન સેન્ટરમાં પણ લાંબા સમયથી 50થી વધુ વિદેશી નાગરિકોને રાખવામાં આવેલા છે. અમદાવાદ SOG પાસે 35થી વધુ બાંગ્લાદેશીઓ છે. જેઓને ડિપોર્ટ કરવા સુધી અહીંયા રાખવા પડે તેમ છે. ખાસ કરીને ડિપોર્ટ કરવામાં કેન્દ્ર સરકાર સુધી જાણ કરવાની પ્રક્રિયા અને બાદમાં આરોપીઓને BSF સુધી પહોંચાડવામાં 3 થી 4 મહિનાનો સમય લાગી જતો હોય છે. તેવામાં સેન્ટર શરૂ થયા બાદ વિદેશનો કોઈપણ નાગરિક ગેરરીતિ મામલે ઝડપાશે તો તે ડિપોર્ટ ન થાય ત્યાં સુધી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતે રાખવામાં આવશે.
શું છે જોઈન્ટ ઈન્ટરોગેશન સેન્ટર ?
ગેરકાયદેસર રીતે ભારતમાં ધૂસણખોરી કરતાં સમયે પકડાતા વિદેશી નાગરિકો, ભારતમાં ખોટી પ્રવૃત્તિઓ કરતા ઝડપાયેલા વિદેશી નાગરિકો અથવા ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકોને પકડીને JICમાં મોકલવામાં આવે છે. જ્યાં સુધી તેમના પરનો કેસ પૂર્ણ ના થાય ત્યાં સુધી JICમાં રાખવામાં આવે છે. જે જેલ નહીં પરંતું એક પ્રકારે ડીટેન્શન સેન્ટર છે. અહીં લવાયેલા વિદેશી નાગરિકોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતી હોય છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશના સૌથી વધુ ઘૂસણખોર
અત્રે ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં ભુજ JICમાં ચાર પાકિસ્તાની નાગરિકોના બીમારીના કારણે મૃત્યુ થયા હતા. ગત અઢી વર્ષમાં ગુજરાતમાં 74 પાકિસ્તાની નાગરિકો, 14 અફઘાની નાગરિકો અને 6 ઈરાની નાગરિકો ઝડપાયા છે. જ્યારે અમદાવાદ શહેર એસઓજી દ્વારા વર્ષ 2007 થી 2022 સુધીમાં 500 થી વધુ બાંગ્લાદેશીઓને પકડીને ડિપોર્ટ કરાયા છે. સમયાંતરે કામગીરી કરીને ઈસનપુર, નાના ચીલોડા સહિતના આસપાસના વિસ્તારમાંથી પણ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેવામાં આ પ્રકારના આરોપીઓને પરત મોકલી દેવાય ત્યાં સુધીની તમામ પ્રક્રિયા હવેથી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર ખાતેથી કરવામાં આવશે. આમ, સૌથી વધુ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ઘૂસણખોરી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે.