Ahmedabad Rathyatra: ભક્તિ, આરાધના, સેવાનો પર્યાય એટલે રથયાત્રાઃ CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા CMએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું પહિંદ વિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તેમાં પહિંદવિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી છે. રથયાત્રાથી સૌ કોઇને સુખ-શાંતિનો અહેસાસ થાય છે ભગવાન સામે ચાલી નગરજનોને દર્શન આપવા નીકળે છે. નગરજનોના દુઃખ, દર્દનું નિવારણ થાય છે. રથયાત્રાથી સૌ કોઇને સુખ-શાંતિનો અહેસાસ થાય છે. રથયાત્રા આજે એક લોકોત્સવ બની ગઇ છે. ભક્તિ, આરાધના, સેવાનો પર્યાય રથયાત્રા છે. રથયાત્રા શાંતિથી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કચ્છી ભાઇ બહેનોનું પણ નવું વર્ષ છે. કચ્છી ભાઇ બહેનોને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છા છે. રથયાત્રાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રથ નિજ મંદિરથી નિકળી ગયા છે. ગજરાજો કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા છે. ટ્રકોને ખૂબ ઝડપથી જવા દેવામાં આવી રહ્યાં છે. આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.

Ahmedabad Rathyatra: ભક્તિ, આરાધના, સેવાનો પર્યાય એટલે રથયાત્રાઃ CM ભૂપેન્દ્ર પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
  • CMએ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
  • પહિંદ વિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. તેમાં પહિંદવિધિ બાદ રથનું પ્રસ્થાન કરાવાયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી છે.

રથયાત્રાથી સૌ કોઇને સુખ-શાંતિનો અહેસાસ થાય છે

ભગવાન સામે ચાલી નગરજનોને દર્શન આપવા નીકળે છે. નગરજનોના દુઃખ, દર્દનું નિવારણ થાય છે. રથયાત્રાથી સૌ કોઇને સુખ-શાંતિનો અહેસાસ થાય છે. રથયાત્રા આજે એક લોકોત્સવ બની ગઇ છે. ભક્તિ, આરાધના, સેવાનો પર્યાય રથયાત્રા છે. રથયાત્રા શાંતિથી સંપન્ન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે કચ્છી ભાઇ બહેનોનું પણ નવું વર્ષ છે. કચ્છી ભાઇ બહેનોને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભેચ્છા છે. રથયાત્રાની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા છે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નિકળ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની આરતી કરી છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. રથ નિજ મંદિરથી નિકળી ગયા છે. ગજરાજો કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા છે. ટ્રકોને ખૂબ ઝડપથી જવા દેવામાં આવી રહ્યાં છે. આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે.