આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 6 વિદેશી યુવતી સહિત 17 જણાની ધરપકડ

રોલેક્ષ ફેમિલી સ્પામાં એસઓજીએ રેડ પાડીબે સ્થાનિક યુવતી, ૮ ગ્રાહકો અને સ્પાના સંચાલકને પોલીસે ઝડપી લીધાઆણંદ: આણંદ એસઓજીએ ગુરુવારે બપોરે આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર રેલવે ફાટક પાસેના કોમ્પલેક્ષમાં આવેલા એક સ્પા સેન્ટરમાં છાપો મારી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્પા ખાતેથી પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડયા હતા.આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન રેલવે ફાટક નજીક આવેલા ક્રિશ્ના કોર્નર કોમ્પલેક્ષ ખાતે ચાલતા રોલેક્ષ ફેમીલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીએ ગુરુવારે બપોરે સ્પા સેન્ટર ખાતે છાપો માર્યો હતો. જેમાં છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી. જે પૈકી પાંચ યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી. પોલીસે યુવતીઓની સાથે સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટરના સંચાલકને પણ ઝડપી પાડયો હતો. એસઓજીએ કુલ ૧૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.વિદેશથી આવેલી આ યુવતીઓ ભારતના વિઝીટર વિઝા ઉપર આવી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વિઝીટર વિઝા ઉપર ભારત આવી આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી હોવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ તો એસઓજીએ તમામ ૧૭ શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.આણંદ શહેર તથા આસપાસમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક સ્પા સેન્ટર પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોવાની ચર્ચાઓ છે. કેટલાક પોલીસ કર્મીઓ સહિત ર્ડાક્ટરો, વકીલો પણ નિયમિત રીતે ચોક્કસ દિવસે અને નિશ્ચિત યુવતી પાસે જ સ્પા સર્વિસના બહાને અન્ય સર્વિસ પણ મેળવતા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આણંદમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું 6 વિદેશી યુવતી સહિત 17 જણાની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રોલેક્ષ ફેમિલી સ્પામાં એસઓજીએ રેડ પાડી

બે સ્થાનિક યુવતી, ૮ ગ્રાહકો અને સ્પાના સંચાલકને પોલીસે ઝડપી લીધા

આણંદ: આણંદ એસઓજીએ ગુરુવારે બપોરે આણંદ શહેરના સરદાર પટેલ માર્ગ ઉપર રેલવે ફાટક પાસેના કોમ્પલેક્ષમાં આવેલા એક સ્પા સેન્ટરમાં છાપો મારી સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્પા ખાતેથી પાંચ થાઈલેન્ડ તથા એક કેન્યાની અને બે સ્થાનિક યુવતીઓ મળી આઠ યુવતીઓ તથા આઠ ગ્રાહક યુવકો અને સ્પાના સંચાલકને ઝડપી પાડયા હતા.

આણંદના સરદાર પટેલ રાજમાર્ગ ઉપર એલીકોન રેલવે ફાટક નજીક આવેલા ક્રિશ્ના કોર્નર કોમ્પલેક્ષ ખાતે ચાલતા રોલેક્ષ ફેમીલી સ્પા સેન્ટરની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમી આણંદ એસઓજીને મળી હતી. જેના આધારે એસઓજીએ ગુરુવારે બપોરે સ્પા સેન્ટર ખાતે છાપો માર્યો હતો. 

જેમાં છ વિદેશી યુવતીઓ ઝડપાઈ હતી. જે પૈકી પાંચ યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી કેન્યાની હોવાનું જાણવા મળ્યું હતું. સાથે સાથે બે સ્થાનિક યુવતીઓ પણ ઝડપાઈ હતી. પોલીસે યુવતીઓની સાથે સાથે ગ્રાહક તરીકે આવેલા આઠ યુવકો અને સ્પા સેન્ટરના સંચાલકને પણ ઝડપી પાડયો હતો. એસઓજીએ કુલ ૧૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિદેશથી આવેલી આ યુવતીઓ ભારતના વિઝીટર વિઝા ઉપર આવી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વિઝીટર વિઝા ઉપર ભારત આવી આ યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં સંકળાયેલી હોવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ તો એસઓજીએ તમામ ૧૭ શખ્સોની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

આણંદ શહેર તથા આસપાસમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક સ્પા સેન્ટર પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોવાની ચર્ચાઓ છે. કેટલાક પોલીસ કર્મીઓ સહિત ર્ડાક્ટરો, વકીલો પણ નિયમિત રીતે ચોક્કસ દિવસે અને નિશ્ચિત યુવતી પાસે જ સ્પા સર્વિસના બહાને અન્ય સર્વિસ પણ મેળવતા હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.