Gujarat Monsoon: રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ કયા પડ્યો ધોધમાર વરસાદ

સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો ગીરસોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ કોડીનારના ડોળાસા, વેળવા ગામ તથા બાવાના પીપળવા, કડોદરામાં વરસાદ આવ્યો છે. તથા ઉનાના કેસરિયા, સિમાસી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં સીઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં છે. જયારે બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી છે. તેમજ પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં કુણવદર, ખાંભોદર સહિતના ગામોમાં વરસાદ થયો છે. બરડા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી શહેરમાં પાણીની નદીઓ વહેતી થઈ છે. તળાવ, નેસડી, બાઢડા, રામગઢ સહિતના ગામડાઓમાં પણ વરસાદ આવ્યો છે. ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધારી પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં ધારી શહેર સહીત ઝર, મોરઝર, પરબડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ આંબરડી અને દહિડામાં પણ વરસાદ ખાબક્યો છે. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. જેમાં ખંઢેરી, લુભા, રામપાર તથા ભેટાળી સહિતના ગામોમાં વરસાદ આવ્યો છે.

Gujarat Monsoon: રાજ્યના વાતાવરણમાં પલટો, જુઓ કયા પડ્યો ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો
  • કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો

ગીરસોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમાં કોડીનાર, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ કોડીનારના ડોળાસા, વેળવા ગામ તથા બાવાના પીપળવા, કડોદરામાં વરસાદ આવ્યો છે. તથા ઉનાના કેસરિયા, સિમાસી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ

ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જેમાં સીઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં છે. જયારે બાળકોએ વરસાદમાં નાહવાની મજા માણી છે. તેમજ પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં કુણવદર, ખાંભોદર સહિતના ગામોમાં વરસાદ થયો છે. બરડા પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ આવ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો

સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ભારે વરસાદથી શહેરમાં પાણીની નદીઓ વહેતી થઈ છે. તળાવ, નેસડી, બાઢડા, રામગઢ સહિતના ગામડાઓમાં પણ વરસાદ આવ્યો છે. ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થવાથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધારી પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. જેમાં ધારી શહેર સહીત ઝર, મોરઝર, પરબડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ આંબરડી અને દહિડામાં પણ વરસાદ ખાબક્યો છે. વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. જેમાં ખંઢેરી, લુભા, રામપાર તથા ભેટાળી સહિતના ગામોમાં વરસાદ આવ્યો છે.