Ahmedabad શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો

સોલા સિવિલમાં ઓપીડી 1200ને પાર થઇ શરદી, ખાંસી, મેલેરિયા સહિતના કેસોમાં ઉછાળો એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. ત્યારે સોલા સિવિલમાં ઓપીડી 1200ને પાર ગઇ છે. જ્યારે એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર થઇ છે. તેમજ શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી 1700ને પાર થઇ છે. તથા અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 1300ને પાર થઇ છે. તેમજ ઝાડા ઉલટી ,શરદી, ખાંસી, મેલેરિયા, કોલેરા, ટાઈફોઈડ સહિતના કેસોમાં ઉછાળો થયો છે. સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા, ઉલ્ટીના 40થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. શહેરમાં રોજના 65થી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ રોગચાળો ફેલાઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ બહેરામપુરા, દરિયાપુર, નરોડા, દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે. જૂન મહિનામાં 22 દિવસમાં 89 પાણીના સેમ્પલો ફેઇલ આવ્યા છે. જેથી ઝાડા ઉલટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના બહેરામપુરા, દાણીલીમડા, લાંભામાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે. પાણીપુરી, આઈસગોલા અને શરબતના સેમ્પલ લેવામાં આવ્યા છે.

Ahmedabad શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સોલા સિવિલમાં ઓપીડી 1200ને પાર થઇ
  • શરદી, ખાંસી, મેલેરિયા સહિતના કેસોમાં ઉછાળો
  • એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર

ચોમાસાની શરૂઆત થતા જ રોગચાળો વકર્યો છે. જેમાં અમદાવાદમાં રોગચાળો વધ્યો છે. ત્યારે સોલા સિવિલમાં ઓપીડી 1200ને પાર ગઇ છે. જ્યારે એલજી હોસ્પિટલમા ઓપીડી 1500ને પાર થઇ છે. તેમજ શારદાબેન હોસ્પિટલમાં ઓપીડી 1700ને પાર થઇ છે. તથા અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓપીડી 1300ને પાર થઇ છે. તેમજ ઝાડા ઉલટી ,શરદી, ખાંસી, મેલેરિયા, કોલેરા, ટાઈફોઈડ સહિતના કેસોમાં ઉછાળો થયો છે.

સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા

સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ 700ને પાર થયા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં ઝાડા, ઉલ્ટીના 40થી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. શહેરમાં રોજના 65થી વધુ ઝાડા ઉલટીના કેસો નોંધાઈ રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ રોગચાળો ફેલાઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ બહેરામપુરા, દરિયાપુર, નરોડા, દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે. જૂન મહિનામાં 22 દિવસમાં 89 પાણીના સેમ્પલો ફેઇલ આવ્યા છે. જેથી ઝાડા ઉલટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે.

સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે

સૌથી વધારે પ્રદૂષિત પાણીના કારણે રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના બહેરામપુરા, દાણીલીમડા, લાંભામાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે. પાણીપુરી, આઈસગોલા અને શરબતના સેમ્પલ લેવામાં આવ્યા છે.