રાજ્યના આ શહેરોના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

છોટાઉદેપુર, વલસાડના વાતાવરણમાં પલટો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો છે. તેમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા છે. વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ છે. ત્યારે લગભગ10 મિનિટ જેટલા છાંટા પડતા વિસ્તારમાં ભીની માટીની મહેક પ્રસરી છે. તેમજ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઉમરગામ અને આજુબાજુમાં વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ લોકો ગરમીથી ત્રાહિમામ થયા છે. ત્યારે આજે સવારે વરસાદ આવતા થોડી ઠંડકનો અહેસાસ લોકોને થયો છે.દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડુ વાતાવરણથી ખુશનુમાં માહોલ સર્જાયો છે. સાપુતારા સહીત ડાંગ જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી છે.  અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધ્યું અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધ્યું છે. તથા અમરેલીમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 40.0 ડિગ્રી, ગાંધીનગર 39.6 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી, વડોદરા 39.6 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી તેમજ ભાવનગર 38.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. 

રાજ્યના આ શહેરોના વાતાવરણમાં પલટો, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટાઉદેપુર, વલસાડના વાતાવરણમાં પલટો
  • વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ
  • વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ
છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ થયો છે. તેમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યુ છે. ત્યારે છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા છે.

વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ
વહેલી સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ છે. ત્યારે લગભગ10 મિનિટ જેટલા છાંટા પડતા વિસ્તારમાં ભીની માટીની મહેક પ્રસરી છે. તેમજ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ઉમરગામ અને આજુબાજુમાં વરસાદ પડ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એક તરફ લોકો ગરમીથી ત્રાહિમામ થયા છે. ત્યારે આજે સવારે વરસાદ આવતા થોડી ઠંડકનો અહેસાસ લોકોને થયો છે.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ ગિરિમથક સાપુતારા સહીત ડાંગ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમજ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડુ વાતાવરણથી ખુશનુમાં માહોલ સર્જાયો છે. સાપુતારા સહીત ડાંગ જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં ઝરમર વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં દોડધામ મચી છે. 

અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધ્યું
અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી નોંધ્યું છે. તથા અમરેલીમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું છે. રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઇએ તો અમદાવાદ 40.0 ડિગ્રી, ગાંધીનગર 39.6 ડિગ્રી, ડીસા 39.1 ડિગ્રી, વડોદરા 39.6 ડિગ્રી, અમરેલી 40.8 ડિગ્રી તેમજ ભાવનગર 38.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.