Navsariમાં એલસીબી પોલીસે નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી,એસેન્સ ભેળવી કરતા કારોબાર

ફેક્ટરીમાંથી 3000 કિલોથી વધુ બનાવટી ઘી ઝડપાયું ચોખાવાલાભાઈઓ ચલાવતા ઘીનો કાળો કારોબાર પામોલિન ઓઇલ, ક્રીમ અને એસેન્સનો કરતા ઉપયોગ નવસારી એલસીબી પોલીસે બારડોલી રોડ પર આજે સવારે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી.પોલીસે 148 કિલો પામોલિન ઓઇલનો જથ્થો ઝડપ્યો હતો તો 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે.ડીસાથી ત્રણ મહિના અગાઉ જ નવસારી આવેલા ચોખાવાલા ભાઈઓએ માંડયો હતો ઘી નો કાળો કારોબાર. નવસારીમાં નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ નવસારીમાં બનાવટી ઘી ની ફેકટરી ઝડપાઇ છે.નવસારીના બારડોલી રોડ ઉપર ત્રણ માસ અગાઉ જ શરૂ કરાયેલ ફેકટરી ઉપર એલસીબીએ કરી હતી રેડ.પામોલિન ઓઇલ, ક્રીમ,અને એસેન્સનો ઉપયોગ કરી ગાયનું ઘી બનાવવામાં આવતુ હતુ,ચોખાવાલા ભાઈઓ સુખવંત બ્રાન્ડનું બજારમાં વેચતા હતા બનાવટી ઘી.ફેકટરી માંથી ત્રણ હજાર કિલોથી વધુનો બનાવટી ઘીનો જથ્થો પોલીસે કર્યો જપ્ત.પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જોડે સંકલન કર્યું, 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હાથધરી કાર્યવાહી. 7 જૂન 2024ના રોજ નકલી ઘી ઝડપાયું ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું છે. પાયલ ટ્રેડર્સ, સેક્ટર ૨૬, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે અમલૂ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો.અહીંથી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. 21 માર્ચ 2024ના રોજ સુરતમાંથી નકલી ઘી ઝડપાયુ સુરતના રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપ્યું હતું. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથધરી હતી. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા.પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.

Navsariમાં એલસીબી પોલીસે નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી,એસેન્સ ભેળવી કરતા કારોબાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફેક્ટરીમાંથી 3000 કિલોથી વધુ બનાવટી ઘી ઝડપાયું
  • ચોખાવાલાભાઈઓ ચલાવતા ઘીનો કાળો કારોબાર
  • પામોલિન ઓઇલ, ક્રીમ અને એસેન્સનો કરતા ઉપયોગ

નવસારી એલસીબી પોલીસે બારડોલી રોડ પર આજે સવારે દરોડા પાડી નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપી પાડી હતી.પોલીસે 148 કિલો પામોલિન ઓઇલનો જથ્થો ઝડપ્યો હતો તો 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી છે.ડીસાથી ત્રણ મહિના અગાઉ જ નવસારી આવેલા ચોખાવાલા ભાઈઓએ માંડયો હતો ઘી નો કાળો કારોબાર.

નવસારીમાં નકલી ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

નવસારીમાં બનાવટી ઘી ની ફેકટરી ઝડપાઇ છે.નવસારીના બારડોલી રોડ ઉપર ત્રણ માસ અગાઉ જ શરૂ કરાયેલ ફેકટરી ઉપર એલસીબીએ કરી હતી રેડ.પામોલિન ઓઇલ, ક્રીમ,અને એસેન્સનો ઉપયોગ કરી ગાયનું ઘી બનાવવામાં આવતુ હતુ,ચોખાવાલા ભાઈઓ સુખવંત બ્રાન્ડનું બજારમાં વેચતા હતા બનાવટી ઘી.ફેકટરી માંથી ત્રણ હજાર કિલોથી વધુનો બનાવટી ઘીનો જથ્થો પોલીસે કર્યો જપ્ત.પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જોડે સંકલન કર્યું, 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી હાથધરી કાર્યવાહી.


7 જૂન 2024ના રોજ નકલી ઘી ઝડપાયું

ગાંધીનગરમાંથી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી ઝડપાયું છે. પાયલ ટ્રેડર્સ, સેક્ટર ૨૬, જી.આઈ.ડી.સી, ગાંધીનગર ખાતે અમલૂ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી વેચાતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં અમૂલ બ્રાન્ડનાં ૧૫ કિ.ગ્રા. અને ૫૦૦ એમ. એલ. પાઉચનો શંકાસ્પદ જથ્થો અને અમૂલ ઘીના લેબલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માખણ મિશ્રી ગાયના ઘીનો જથ્થો હતો.અહીંથી કુલ ચાર નમૂના લેવામાં આવ્યા. જ્યારે બાકીનો ૨૦૭ કિ.ગ્રા. જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. ૭૦,૦૦૦ છે તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. લીધેલા તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા છે.

21 માર્ચ 2024ના રોજ સુરતમાંથી નકલી ઘી ઝડપાયુ

સુરતના રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપ્યું હતું. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથધરી હતી. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હતા.પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.