સુરેન્દ્રનગર મફતિયાપરામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

- એસએમસીના બે સ્થળોએ દરોડા - મહિલા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો સુરેન્દ્રનગર : સ્ટેટ મોનિટરિંગ સેલ,ગાંધીનગરની ટીમે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં બે સ્થળે દરોડા પાડી દેશી દારૂ વેચતા શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીએ મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ બે સ્થળોએ દરોડા કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભોગાવો નદી પર આવેલા કોઝવે પુલની નીચે મફતીયાપરા વિસ્તાર સામે નદીના પટમાં દરોડો કરી ગોપીભાઈ વિનુભાઈ કોડીયાને ૫૧ લિટર દેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. એસએમસીએ રૂા.૧,૦૨૦નો દારૂનો જથ્થો, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા.૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ દેશી દારૂનો જથ્થો પુરો પાડનાર વિજયભાઈ ચંદુભાઈ પનારા (રહે.વાડલા) હાજર મળી ન આવતા બન્ને વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેમજ એસએમસીની ટીમે મફતીયાપરા વિસ્તારમાં દૂધની ડેરી પાસે રહેતા સજ્જનબેન ભીખાભાઈ ગડધરીયાના મકાનમાં દરોડો કરી સજ્જનબેનને નોટીસ ફટકારી હતી. તેમજ ૨૫ લિટર દેશી દારૂ સહિત  કુલ રૂા.૬,૯૨૦નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. જ્યારે બલદાણા ગામે રહેતો શૈલેષ ઠાકોર આ દેશી દારૂનો જથ્થો પુરો પાડતો હોવાનું બહાર આવ્યું હતું. આથી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર મફતિયાપરામાં દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- એસએમસીના બે સ્થળોએ દરોડા 

- મહિલા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો 

સુરેન્દ્રનગર : સ્ટેટ મોનિટરિંગ સેલ,ગાંધીનગરની ટીમે સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં બે સ્થળે દરોડા પાડી દેશી દારૂ વેચતા શખ્સોને ઝડપી પાડયા હતા. એસએમસીએ મહિલા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ બે સ્થળોએ દરોડા કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં છે. 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ભોગાવો નદી પર આવેલા કોઝવે પુલની નીચે મફતીયાપરા વિસ્તાર સામે નદીના પટમાં દરોડો કરી ગોપીભાઈ વિનુભાઈ કોડીયાને ૫૧ લિટર દેશી દારૂ સાથે ઝડપી પાડયો હતો. એસએમસીએ રૂા.૧,૦૨૦નો દારૂનો જથ્થો, મોબાઈલ, રોકડ સહિત કુલ રૂા.૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

જ્યારે આ દેશી દારૂનો જથ્થો પુરો પાડનાર વિજયભાઈ ચંદુભાઈ પનારા (રહે.વાડલા) હાજર મળી ન આવતા બન્ને વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. 

તેમજ એસએમસીની ટીમે મફતીયાપરા વિસ્તારમાં દૂધની ડેરી પાસે રહેતા સજ્જનબેન ભીખાભાઈ ગડધરીયાના મકાનમાં દરોડો કરી સજ્જનબેનને નોટીસ ફટકારી હતી. તેમજ ૨૫ લિટર દેશી દારૂ સહિત  કુલ રૂા.૬,૯૨૦નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. જ્યારે બલદાણા ગામે રહેતો શૈલેષ ઠાકોર આ દેશી દારૂનો જથ્થો પુરો પાડતો હોવાનું બહાર આવ્યું હતું. આથી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.