ગાંધીધામમાં ત્રણ અને અંજારમાં એક ગેમ ઝોન પર સીલ માર્યા બાદ ફરિયાદ દાખલ કરાઇ

રાજકોટ અગ્નિકાંડ બાદ પૂર્વ કચ્છમાં ફરિયાદ નોંધાવનું શરૂ કરાયું ગાંધીધામમ તમામ ગેમ ઝોનમ પ્રિમાઈસિસ સટફિકેટ હતું જ નહીં, આવવા-જવા માટે પણ માત્ર એક જ રસ્તો હોવાનું જણાયુંગાંધીધામ: પૂર્વ કચ્છના આથક પાટનગર ગાંધીધમા અને વડા મથક અંજારમાં પણ હવે રાજકોટ અગ્નિકાંડવાળા ગેમ ઝોનના પડઘા પડતા હોય તેમ કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી છે જેમાં ગાંધીધામમાં ૩ અને અંજારમાં એક એમ કુલ ૪ ગેમ ઝોનને સીલ મારી સંચાલક વિરુદ્ધ ફાયર સેફ્ટી યોગ્ય ન હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ તંત્રો દોડતાં થયાં છે. ત્યારે અંજાર શહેરના સવાસર નાકા તળાવ પર આવેલ ફન પ્લેક્સ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સંયુક્ત ટિમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગેમ ઝોનમાં લાઇટ ફીટીંગમાં વાયરિંગ જોખમી, એક્ઝિટ ગેટનો અભાવ, ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ, ગેલ્વેનાઈઝ શેડના કારણે વાયરિંગ જોખમી છે અને થ્રી ફેઝ વીજ જોડાણ માટે અલગ રૂમની વ્યવસ્થા નથી તેમજ શેડની મંજૂરી લીધી ન હોવાથી અંજાર પોલીસના હેડ કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગેમ ઝોનના સંચાલક હિમાંશુ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ ગાંધીધામ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટર દૂર ગુરકુળ વિસ્તારમાં ડીસી-બેમાં આવેલા આદિત્ય મોલ-રાજહંસ સિનેમા પાસેના ગેમઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગેમઝોનમાં મનોરંજન પ્રીમાઈસીસ પ્રમાણપત્ર ન હોવા છતાં ચાલુ રખાતાં માલિક સાગર રાજેશ રાજગોર (રહે. મેઘપર-બોરીચી) વિરુદ્ધ કોન્સ્ટેબલ દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તેવી જ રીતે આ જ પ્રિમાઈસિસમાં આરોપી ધાત્રીબેન દેવેન્દ્ર ઠક્કર દ્વારા પોતાના સ્માર્ટ કિડ્સ પ્લે ઝોનમાં મનોરંજન પ્રિમાઈસિસ સટફિકેટ અને એક્ઝિટ ગેટના અભાવ બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ઓમ સિનેમાં પાસે ઔર બિલ્ડીંગના પહેલા માળે આવેલા આવેલા ગેમ બોક્સ ગેમ ઝોનમાં પ્રિમાઈસિસ મંજૂરી ન હોવા ઉપરાંત એક્ઝિટ ગેટ પણ ન હોવાથી ગેમ ઝોનના સંચાલક પ્રશાંત અનિલભાઈ ગજ્જર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ગાંધીધામના મોટામાથાને કાગળ પર એનઓસી આપી દેવાઈની ચર્ચા ગાંધીધામમાં એક તરફ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોટા માથાઓને સાચવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. શહેરમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે અમુક ઉદ્યોગપતિઓના ગોડાઉનમાં ફાયર સેફટીને લગતી પૂરતી સામગ્રી ન હોવા છતાં તેમને કાગળ પર સબ સલામત હૈ નો સટફિકેટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે એકને ખોળ અને બીજાને ગોળની નીતિથી શહેરવાસીઓમાં નારાજગી પણ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. 

ગાંધીધામમાં ત્રણ અને અંજારમાં એક ગેમ ઝોન પર સીલ માર્યા બાદ ફરિયાદ દાખલ કરાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજકોટ અગ્નિકાંડ બાદ પૂર્વ કચ્છમાં ફરિયાદ નોંધાવનું શરૂ કરાયું 

ગાંધીધામમ તમામ ગેમ ઝોનમ પ્રિમાઈસિસ સટફિકેટ હતું જ નહીં, આવવા-જવા માટે પણ માત્ર એક જ રસ્તો હોવાનું જણાયું

ગાંધીધામ: પૂર્વ કચ્છના આથક પાટનગર ગાંધીધમા અને વડા મથક અંજારમાં પણ હવે રાજકોટ અગ્નિકાંડવાળા ગેમ ઝોનના પડઘા પડતા હોય તેમ કાર્યવાહી શરૂ કરી નાખવામાં આવી છે જેમાં ગાંધીધામમાં ૩ અને અંજારમાં એક એમ કુલ ૪ ગેમ ઝોનને સીલ મારી સંચાલક વિરુદ્ધ ફાયર સેફ્ટી યોગ્ય ન હોવાથી ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર રાજકોટ અગ્નિકાંડ બાદ તમામ તંત્રો દોડતાં થયાં છે. ત્યારે અંજાર શહેરના સવાસર નાકા તળાવ પર આવેલ ફન પ્લેક્સ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સંયુક્ત ટિમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગેમ ઝોનમાં લાઇટ ફીટીંગમાં વાયરિંગ જોખમી, એક્ઝિટ ગેટનો અભાવ, ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ, ગેલ્વેનાઈઝ શેડના કારણે વાયરિંગ જોખમી છે અને થ્રી ફેઝ વીજ જોડાણ માટે અલગ રૂમની વ્યવસ્થા નથી તેમજ શેડની મંજૂરી લીધી ન હોવાથી અંજાર પોલીસના હેડ કોન્સટેબલ મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા ગેમ ઝોનના સંચાલક હિમાંશુ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ ગાંધીધામ શહેરના એ-ડિવિઝન પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટર દૂર ગુરકુળ વિસ્તારમાં ડીસી-બેમાં આવેલા આદિત્ય મોલ-રાજહંસ સિનેમા પાસેના ગેમઝોનમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગેમઝોનમાં મનોરંજન પ્રીમાઈસીસ પ્રમાણપત્ર ન હોવા છતાં ચાલુ રખાતાં માલિક સાગર રાજેશ રાજગોર (રહે. મેઘપર-બોરીચી) વિરુદ્ધ કોન્સ્ટેબલ દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી હતી. તેવી જ રીતે આ જ પ્રિમાઈસિસમાં આરોપી ધાત્રીબેન દેવેન્દ્ર ઠક્કર દ્વારા પોતાના સ્માર્ટ કિડ્સ પ્લે ઝોનમાં મનોરંજન પ્રિમાઈસિસ સટફિકેટ અને એક્ઝિટ ગેટના અભાવ બાબતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત ઓમ સિનેમાં પાસે ઔર બિલ્ડીંગના પહેલા માળે આવેલા આવેલા ગેમ બોક્સ ગેમ ઝોનમાં પ્રિમાઈસિસ મંજૂરી ન હોવા ઉપરાંત એક્ઝિટ ગેટ પણ ન હોવાથી ગેમ ઝોનના સંચાલક પ્રશાંત અનિલભાઈ ગજ્જર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

ગાંધીધામના મોટામાથાને કાગળ પર એનઓસી આપી દેવાઈની ચર્ચા 

ગાંધીધામમાં એક તરફ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ મોટા માથાઓને સાચવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. શહેરમાં એવી ચર્ચાઓ થવા લાગી છે કે અમુક ઉદ્યોગપતિઓના ગોડાઉનમાં ફાયર સેફટીને લગતી પૂરતી સામગ્રી ન હોવા છતાં તેમને કાગળ પર સબ સલામત હૈ નો સટફિકેટ આપી દેવામાં આવ્યો છે. ત્યારે એકને ખોળ અને બીજાને ગોળની નીતિથી શહેરવાસીઓમાં નારાજગી પણ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.