Rajkot ગેમઝોન અગ્નિકાંડ મામલે ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા

મહાપાલિકાના ધરપકડ થયેલા ત્રીજા અધિકારી સામે પગલા લેવામાં આવ્યા અગાઉ 9 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા છે. મહાપાલિકાના ધરપકડ થયેલા ત્રીજા અધિકારી સામે પગલા લેવામાં આવ્યા છે. અગાઉ 9 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તેમાં અપ્રમાણ સર મિલકતનો ગુનો ડેપ્યુટીફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે નોંધાયો છે. ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બી.જે.ઠેબાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ડેપ્યુટીફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે કરાયા છે. તેમાં એસીબી દ્વારા સતત ત્રણ દિવસ પૂછપરછ જ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ભીખા ઠેબા જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસીબીના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસ પૂછપરછ બાદ આવક કરતા વધારે સંપત્તિ બહાર આવી હતી. એસીબીમાં ગુનો નોંધાયા બાદ મહાનગરપાલિકા કમિશનરે ભીખાને સસ્પેન્ડ કર્યા છે. આગની ઘટનામાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા ભ્રષ્ટ અધિકારી પાસેથી 67.27% વધુ અપ્રમાણસરની મિલકતો બહાર આવી હતી. માલિકો-ભાગીદારોએ ગેમઝોનનો વિસ્તાર કરવા સાથે તેમાં ફોમ સહિત ઝડપથી સળગી ઉઠે તેવા પદાર્થોનો વ્યાપક ઉપયોગ થયો હોય ફાયર સેફ્ટી માટે સાધનો ખરીદવા તજવીજ હાથ ધરી હતી પરંતુ, ફાયર સેફ્ટી સાધનોના જાણકાર દ્વારા જે ધારાધોરણ મૂજબ સાધનો ખરીદવા ભલામણ કરી તે મોંઘા હોય સસ્તા અને હલકી ગુણવત્તાના કેટલાક સાધનો રખાયા હતા. આગ વેલ્ડીંગના તણખાથી લાગી તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં આગ બુઝાવવાનો પહેલા આવા સાધનોથી પ્રયાસ થાય છે પરંતુ, તેનાથી આગ બુઝાઈ ન્હોતી અને ઝડપથી આખા ડોમમાં પ્રસરી હતી અને સત્તાવાર રીતે 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આમ, આરોપીઓની ગંભીર બેદરકારી ખુલી છે.

Rajkot ગેમઝોન અગ્નિકાંડ મામલે  ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહાપાલિકાના ધરપકડ થયેલા ત્રીજા અધિકારી સામે પગલા લેવામાં આવ્યા
  • અગાઉ 9 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે
  • ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા છે. મહાપાલિકાના ધરપકડ થયેલા ત્રીજા અધિકારી સામે પગલા લેવામાં આવ્યા છે. અગાઉ 9 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. તેમાં અપ્રમાણ સર મિલકતનો ગુનો ડેપ્યુટીફાયર ઓફિસર બી.જે.ઠેબા સામે નોંધાયો છે.

ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

ધરપકડને 48 કલાક પૂર્ણ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બી.જે.ઠેબાની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ડેપ્યુટીફાયર ઓફિસર ભીખા ઠેબા જેલ હવાલે કરાયા છે. તેમાં એસીબી દ્વારા સતત ત્રણ દિવસ પૂછપરછ જ કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ભીખા ઠેબા જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસીબીના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસ પૂછપરછ બાદ આવક કરતા વધારે સંપત્તિ બહાર આવી હતી. એસીબીમાં ગુનો નોંધાયા બાદ મહાનગરપાલિકા કમિશનરે ભીખાને સસ્પેન્ડ કર્યા છે.

આગની ઘટનામાં 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા

ભ્રષ્ટ અધિકારી પાસેથી 67.27% વધુ અપ્રમાણસરની મિલકતો બહાર આવી હતી. માલિકો-ભાગીદારોએ ગેમઝોનનો વિસ્તાર કરવા સાથે તેમાં ફોમ સહિત ઝડપથી સળગી ઉઠે તેવા પદાર્થોનો વ્યાપક ઉપયોગ થયો હોય ફાયર સેફ્ટી માટે સાધનો ખરીદવા તજવીજ હાથ ધરી હતી પરંતુ, ફાયર સેફ્ટી સાધનોના જાણકાર દ્વારા જે ધારાધોરણ મૂજબ સાધનો ખરીદવા ભલામણ કરી તે મોંઘા હોય સસ્તા અને હલકી ગુણવત્તાના કેટલાક સાધનો રખાયા હતા. આગ વેલ્ડીંગના તણખાથી લાગી તેના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે જેમાં આગ બુઝાવવાનો પહેલા આવા સાધનોથી પ્રયાસ થાય છે પરંતુ, તેનાથી આગ બુઝાઈ ન્હોતી અને ઝડપથી આખા ડોમમાં પ્રસરી હતી અને સત્તાવાર રીતે 27 લોકો જીવતા ભુંજાઈ ગયા હતા. આમ, આરોપીઓની ગંભીર બેદરકારી ખુલી છે.