પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડીએ 3 કરોડનું ઈનામ મેળવવા હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી

બેઈજિંગ પેરા-એશિયન ગેમ્સમાં દર્પણ ઈનાનીએ બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતેલાદર્પણ ઇનાની તરફથી એડવોકેટ કેયુર ગાંધીએ હાઈકોર્ટમાં રિટ અરજી કરીને જણાવ્યુ હતુ ઓડિશા સરકાર તરફ્થી દોઢ કરોડ રૂપિયાની ઈનામી રકમ ચૂકવવામાં આવી હતી, વર્ષ 2023માં ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડી દર્પણ ઇનાનીને રાજય સરકાર દ્વારા સ્પોર્ટ્સ પોલિસી અંતર્ગત ત્રણ કરોડ રૂપિયા જેટલી ઇનામની રકમ નહી ચૂકવાતાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીમાં જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ રાજય સરકાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાતને નોટિસ જારી કરી વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે. દર્પણ ઇનાની તરફથી એડવોકેટ કેયુર ગાંધીએ હાઈકોર્ટમાં રિટ અરજી કરીને જણાવ્યુ હતુ કે, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર છે અને મૂળ તે વડોદરાનો અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષ 2023માં ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં તેણે વ્યકિગત અને ટીમ એમ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, ગુજરાત સરકારની સ્પોર્ટસ પોલિસી મુજબ, તેને ઉપરોકત ઇન્ટરનેશનલ ગેમ્સમાં બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ દોઢ કરોડ રૂપિયા લેખે કુલ ત્રણ કરોડની ઇનામી રકમ મળવાપાત્ર છે પરંતુ તેને માત્ર રૂ.40 લાખ જ ચૂકવાયા હતા. એટલું જ નહી, તેના જે ટીમ મેમ્બર હતા તે ઓડિશાના સૌંદર્યકુમાર પ્રધાનને ભારતીય ટીમના ઉપરોકત વિજય બાદ ઓડિશા સરકાર તરફ્થી દોઢ કરોડ રૂપિયાની ઈનામી રકમ ચૂકવવામાં આવી હતી, જયારે અરજદારને પણ આ જ ધોરણે કુલ રૂ. ત્રણ કરોડની ઈનામી રકમ મળવાપાત્ર થતી હોવાછતાં સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ્ ગુજરાતના સત્તાવાળાઓ દ્વારા તેની ચૂકવણી કરવામાં આંખ આડા કાન કરવામાં આવ્યા છે. જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ અરજદાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીની રમત અને તેની સિદ્ધિની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આવા ખેલાડીઓ માટે પ્રોત્સાહન જરૂરી છે. અરજદાર ખેલાડીની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ્ ઇન્ડિયાને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.

પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડીએ 3 કરોડનું ઈનામ મેળવવા હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બેઈજિંગ પેરા-એશિયન ગેમ્સમાં દર્પણ ઈનાનીએ બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતેલા
  • દર્પણ ઇનાની તરફથી એડવોકેટ કેયુર ગાંધીએ હાઈકોર્ટમાં રિટ અરજી કરીને જણાવ્યુ હતુ
  • ઓડિશા સરકાર તરફ્થી દોઢ કરોડ રૂપિયાની ઈનામી રકમ ચૂકવવામાં આવી હતી,

વર્ષ 2023માં ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં બે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રજ્ઞાચક્ષુ ચેસ ખેલાડી દર્પણ ઇનાનીને રાજય સરકાર દ્વારા સ્પોર્ટ્સ પોલિસી અંતર્ગત ત્રણ કરોડ રૂપિયા જેટલી ઇનામની રકમ નહી ચૂકવાતાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજીમાં જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ રાજય સરકાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાતને નોટિસ જારી કરી વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.

દર્પણ ઇનાની તરફથી એડવોકેટ કેયુર ગાંધીએ હાઈકોર્ટમાં રિટ અરજી કરીને જણાવ્યુ હતુ કે, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર છે અને મૂળ તે વડોદરાનો અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. વર્ષ 2023માં ચીનમાં યોજાયેલી પેરા એશિયન ગેમ્સમાં તેણે વ્યકિગત અને ટીમ એમ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, ગુજરાત સરકારની સ્પોર્ટસ પોલિસી મુજબ, તેને ઉપરોકત ઇન્ટરનેશનલ ગેમ્સમાં બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ દોઢ કરોડ રૂપિયા લેખે કુલ ત્રણ કરોડની ઇનામી રકમ મળવાપાત્ર છે પરંતુ તેને માત્ર રૂ.40 લાખ જ ચૂકવાયા હતા. એટલું જ નહી, તેના જે ટીમ મેમ્બર હતા તે ઓડિશાના સૌંદર્યકુમાર પ્રધાનને ભારતીય ટીમના ઉપરોકત વિજય બાદ ઓડિશા સરકાર તરફ્થી દોઢ કરોડ રૂપિયાની ઈનામી રકમ ચૂકવવામાં આવી હતી, જયારે અરજદારને પણ આ જ ધોરણે કુલ રૂ. ત્રણ કરોડની ઈનામી રકમ મળવાપાત્ર થતી હોવાછતાં સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ્ ગુજરાતના સત્તાવાળાઓ દ્વારા તેની ચૂકવણી કરવામાં આંખ આડા કાન કરવામાં આવ્યા છે.

જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ અરજદાર પ્રજ્ઞાચક્ષુ ખેલાડીની રમત અને તેની સિદ્ધિની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, આવા ખેલાડીઓ માટે પ્રોત્સાહન જરૂરી છે. અરજદાર ખેલાડીની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ્ ઇન્ડિયાને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.