દિલ્હીથી પાછા આવેલા કેન્દ્રીય મંત્રી રૂપાલા બોલ્યા- 'અમારા સમર્થનમાં તમામ સમાજ'

કેબિનેટની મિટિંગ પૂર્ણ કરીને ડૉ.માંડવિયાની સાથે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યાસમર્થન મુદ્દે કહ્યું- ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર કર્યું છે વધારાના કોઈ વિષયને જોડવા, આ વિવાદની અંદર આગ હોમવાનો મારો કોઈ આશય નથી દિલ્હીમાં બે દિવસના રોકાણ બાદ કેન્દ્રીય મત્સોદ્યોગ, પશુપાલન મંત્રી અને રાજકોટ લોકસભા માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગુરુવારે બપોરે અમદાવાદ પાછા આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા સાથે એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા રૂપાલાએ ''અમારા સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજમાંથી પણ અનેક આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કર્યું છે'' એમ કહ્યું હતું. તેમણે વધારાના કોઈ પણ વિષયને જોડવા નહીં તેમ કહેતા પોતે કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયાનું ઉમેર્યું હતું. વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં રોષ છે. વિરોધને ખાળવા ભાજપે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા સહિત સાંસદ અને ધારાસભ્યોને બુધવારે ક્ષત્રિય સમાજના આગેવાનોની સંકલન સમિતિ સાથે સંવાદ રચી વિવાદને ઉકેલવાની જવાબદારી સોંપી હતી. વારંવાર માફી તેમજ મોટા મનની અપીલો વચ્ચે આ બેઠક પડી ભાગ્યા બાદ દિલ્હીથી પરત આવેલા રૂપાલાએ પ્રતિક્રિયા પહેલીવાર મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ''આ વિષય અમારા (ભાજપના) આગેવાનો ચલાવે છે. એમની પાસે માહિતી હોય તેમાં હું ટિપ્પણી કરું તે યોગ્ય નથી'' સમર્થન- વિરોધ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રૂપાલાએ ''સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કર્યું છે. હું તેમનું નામ પણ બોલતો હતો અને અત્યારે પણ બોલી શકું છું. પણ એમ કરીને અત્યારે આ વિવાદની અંદર આગ હોમવાનો મારો કોઈ આશય નથી'' એમ સ્પષ્ટ કર્યું હતું. સાથે જ તેમણે મીડિયાને પણ ''આવા બધા ઈશ્યૂને આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી'' તેવી અપીલ પણ કરી હતી. ઉલ્લેખનિય છે કે, વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે રૂપાલા ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે પણ ક્ષત્રિય સમાજને મોટુ મન રાખી માફ કરવા માટે અપીલ કરી છે. હવે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની આરંભને આડે માત્ર સાતેકનો સમય બાકી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં રોકાણ બાદ રૂપાલા પ્રચારને આગળ ધપાવવા ગુરુવારે સાંજે રાજકોટ તરફ જવા રવાના થયા હતા.

દિલ્હીથી પાછા આવેલા કેન્દ્રીય મંત્રી રૂપાલા બોલ્યા- 'અમારા સમર્થનમાં તમામ સમાજ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેબિનેટની મિટિંગ પૂર્ણ કરીને ડૉ.માંડવિયાની સાથે અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા
  • સમર્થન મુદ્દે કહ્યું- ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર કર્યું છે
  • વધારાના કોઈ વિષયને જોડવા, આ વિવાદની અંદર આગ હોમવાનો મારો કોઈ આશય નથી

દિલ્હીમાં બે દિવસના રોકાણ બાદ કેન્દ્રીય મત્સોદ્યોગ, પશુપાલન મંત્રી અને રાજકોટ લોકસભા માટે ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ગુરુવારે બપોરે અમદાવાદ પાછા આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા સાથે એરપોર્ટ ઉપર મીડિયા સાથે વાત કરતા રૂપાલાએ ''અમારા સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજમાંથી પણ અનેક આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કર્યું છે'' એમ કહ્યું હતું. તેમણે વધારાના કોઈ પણ વિષયને જોડવા નહીં તેમ કહેતા પોતે કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયાનું ઉમેર્યું હતું.

વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે રૂપાલાની સામે ક્ષત્રિય સમાજમાં રોષ છે. વિરોધને ખાળવા ભાજપે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા સહિત સાંસદ અને ધારાસભ્યોને બુધવારે ક્ષત્રિય સમાજના આગેવાનોની સંકલન સમિતિ સાથે સંવાદ રચી વિવાદને ઉકેલવાની જવાબદારી સોંપી હતી. વારંવાર માફી તેમજ મોટા મનની અપીલો વચ્ચે આ બેઠક પડી ભાગ્યા બાદ દિલ્હીથી પરત આવેલા રૂપાલાએ પ્રતિક્રિયા પહેલીવાર મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, ''આ વિષય અમારા (ભાજપના) આગેવાનો ચલાવે છે. એમની પાસે માહિતી હોય તેમાં હું ટિપ્પણી કરું તે યોગ્ય નથી'' સમર્થન- વિરોધ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રૂપાલાએ ''સમર્થનમાં તમામ સમાજ છે. ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કર્યું છે. હું તેમનું નામ પણ બોલતો હતો અને અત્યારે પણ બોલી શકું છું. પણ એમ કરીને અત્યારે આ વિવાદની અંદર આગ હોમવાનો મારો કોઈ આશય નથી'' એમ સ્પષ્ટ કર્યું હતું. સાથે જ તેમણે મીડિયાને પણ ''આવા બધા ઈશ્યૂને આપે પણ એડ્રેસ કરવાની જરૂર નથી'' તેવી અપીલ પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, વિવાદાસ્પદ ઉચ્ચારણો અંગે રૂપાલા ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલે પણ ક્ષત્રિય સમાજને મોટુ મન રાખી માફ કરવા માટે અપીલ કરી છે. હવે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની આરંભને આડે માત્ર સાતેકનો સમય બાકી રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં રોકાણ બાદ રૂપાલા પ્રચારને આગળ ધપાવવા ગુરુવારે સાંજે રાજકોટ તરફ જવા રવાના થયા હતા.