Weather : આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે,અંબાલાલ પટેલની આગાહી

10 જુન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસુ આવશે 12 જુન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 1-2 ઈંચ વરસાદ રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,18-20 જુન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થશે.તો ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે સાથે સાથે વાવેતર માટે ચોમાસાની શરુઆત સારી છે.સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો વરસાદ સારો થશે,તો કમોસમી વરસાદ થશે તો તેના કારણે પાકમાં નુકસાન આવશે,તો ઓકટોબર મહિનામાં અને નવરાત્રીમાં વરસાદ આવવાની શકયતાઓ સેવાઈ રહી છે. ખેડૂતો માટે ચોમાસુ સારૂ રહેશે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે. આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે, જે તેમણે ખરીફ પાકના વાવાણી માટે બહુ કામની સાબિત થશે. મુંબઈમાં પણ ભારે વરસાદ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે. 11 જુન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે વરસાદ આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગરમીમાં થઈ રહ્યો છે ઘટાડો 9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. માત્ર રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી, રાજકોટ 41.4 ડિગ્રી, ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે.

Weather : આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે,અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 જુન સુધી મહારાષ્ટ્રમાં ચોમાસુ આવશે
  • 12 જુન સુધી દક્ષિણ ગુજરાતમાં ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ આવશે
  • મધ્ય ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 1-2 ઈંચ વરસાદ રહેશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,18-20 જુન દરમિયાન મુંબઈમાં ભારે વરસાદ થશે.તો ગુજરાતમાં 27 દિવસ પછી ચોમાસામાં બ્રેક આવશે સાથે સાથે વાવેતર માટે ચોમાસાની શરુઆત સારી છે.સપ્ટેમ્બર મહિનામાં પાછોતરો વરસાદ સારો થશે,તો કમોસમી વરસાદ થશે તો તેના કારણે પાકમાં નુકસાન આવશે,તો ઓકટોબર મહિનામાં અને નવરાત્રીમાં વરસાદ આવવાની શકયતાઓ સેવાઈ રહી છે.

ખેડૂતો માટે ચોમાસુ સારૂ રહેશે

દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. કેરળમાં 2024 નુ ચોમાસું બેસી ગયું છે. ત્યારે હમે ગમે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું આવશે. ખેડૂતોનો સૌથી મોટો આધાર ચોમાસા પર હોય છે. આવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતો માટે મહત્વની સલાહ આપી છે, જે તેમણે ખરીફ પાકના વાવાણી માટે બહુ કામની સાબિત થશે.

મુંબઈમાં પણ ભારે વરસાદ થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે. સાથે જ તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ કચ્છમાં આંધી આવી શકે છે.

11 જુન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે વરસાદ

આજથી રાજ્યમાં પ્રી મોન્સુન વરસાદની આગાહી છે. ચોમાસાના એક સપ્તાહ પેહલા રાજ્યમાં વરસાદની આગાહી છે. એટલે આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આજથી જ ગુજરાતમાં વરસાદ આવી જશે અને પ્રિ-મોન્સૂનના વરસાદ બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આજથી 11 જુન સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગરમીમાં થઈ રહ્યો છે ઘટાડો

9 જૂન થી 11 જૂન મધ્યમ થી ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. માત્ર રાજ્યના 4 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર નોંધાયું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ 41.7 ડિગ્રી, ગાંધીનગર 41.5 ડિગ્રી, રાજકોટ 41.4 ડિગ્રી, ડીસા 39.7 ડિગ્રી, વડોદરા 39.2 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે.