કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ

ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે કર્યા નજરકેદ મહિલા આગેવાનોએ જૌહર કરવાની કરી હતી જાહેરાત જૌહર અટકવવા પોલીસે બન્નેને કર્યા નજરકેદ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય મહીલાઓ પણ સામે આવી છે.તો જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.આજે વહેલી સવારે ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે નજક કેદ કર્યા છે,આજે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ગીતાબા પરમાર અગ્રણી કરણી સેના જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે, અમે અનેક વિનંતીઓ કરી. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે છે, પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી. પરંતુ ભાજપ અમારું સાંભળા જ તૈયાર નથી ત્યારે અમારે આ નિર્ણય લેવો પડયો છે. પ્રજ્ઞાબા ઝાલા અગ્રણી કરણી સેના રાજપૂત મહિલાઓએ જોહરની ચિમકી આપી છે, બીજી તરફ જ્યાં આ મહિલાઓએ એકઠી થઈ હતી ત્યાં પોલીસ પહોંચી ગઈ છે. કદાચ તેમની અટકાયત પણ કરીલીધી હશે. પરંતુ જૌહરની આ ચિમકીથી ગુજરાતના રાજકારણની મોટી વાત બની ગઈ છે આજનો દિવસ રાજ્યની સુખ શાંતિ માટે ખુબ જ મહત્વનો રહેશે. એટલું જ નહીં રાજકારણમાં પણ શનિવારનો દિવસ બહુ મોટો છે, ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાક્રમમાં આગળ શું થાય છે. મહિલાઓ મેદાને જોહર આ એક પવિત્ર અને શૌર્યથી ભરી દેનારો શબ્દ છે. એક જમાનો હતો કે જ્યારે દુશ્મન પોતાનું મોઢું પણ ન જોઈ શકે તે માટે ક્ષત્રિયાણીઓ અગ્નિકૂંડમાં કૂદીને મોતનું વ્હાલુ કરી નાંખતી હતી. જોહર શબ્દનો સાદો અર્થ આત્મવિલોપન થાય છે. જો કે આતો વાત થઈ રાજાશાહી સમયની.આજની યુવા પઢીએ આ શબ્દ ફિલ્મમાં સાંભળ્યો હશે અને જૌહર શું છે તેની સમજ મેળવી હશે. પરંતુ ફરી એકવાર જોહર શબ્દ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવ્યો છે. આ વખતે ઈજ્જત, આબરુ બચાવવા નહીં પરંતુ પોતાની માગ મનાવવા માટે જોહર કરવાની વાત કરાઈ છે.

કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે કર્યા નજરકેદ
  • મહિલા આગેવાનોએ જૌહર કરવાની કરી હતી જાહેરાત
  • જૌહર અટકવવા પોલીસે બન્નેને કર્યા નજરકેદ

રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય મહીલાઓ પણ સામે આવી છે.તો જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે.આજે વહેલી સવારે ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને પોલીસે નજક કેદ કર્યા છે,આજે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ગીતાબા પરમાર અગ્રણી કરણી સેના

જે સાત રાજપૂત મહિલાઓએ જૌહરની ચિમકી આપી છે તેમાં પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેવશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે, અમે અનેક વિનંતીઓ કરી. અમારો વિરોધ માત્ર રૂપાલા સામે છે, પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી. પરંતુ ભાજપ અમારું સાંભળા જ તૈયાર નથી ત્યારે અમારે આ નિર્ણય લેવો પડયો છે.

પ્રજ્ઞાબા ઝાલા અગ્રણી કરણી સેના

રાજપૂત મહિલાઓએ જોહરની ચિમકી આપી છે, બીજી તરફ જ્યાં આ મહિલાઓએ એકઠી થઈ હતી ત્યાં પોલીસ પહોંચી ગઈ છે. કદાચ તેમની અટકાયત પણ કરીલીધી હશે. પરંતુ જૌહરની આ ચિમકીથી ગુજરાતના રાજકારણની મોટી વાત બની ગઈ છે આજનો દિવસ રાજ્યની સુખ શાંતિ માટે ખુબ જ મહત્વનો રહેશે. એટલું જ નહીં રાજકારણમાં પણ શનિવારનો દિવસ બહુ મોટો છે, ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર ઘટનાક્રમમાં આગળ શું થાય છે.

મહિલાઓ મેદાને

જોહર આ એક પવિત્ર અને શૌર્યથી ભરી દેનારો શબ્દ છે. એક જમાનો હતો કે જ્યારે દુશ્મન પોતાનું મોઢું પણ ન જોઈ શકે તે માટે ક્ષત્રિયાણીઓ અગ્નિકૂંડમાં કૂદીને મોતનું વ્હાલુ કરી નાંખતી હતી. જોહર શબ્દનો સાદો અર્થ આત્મવિલોપન થાય છે. જો કે આતો વાત થઈ રાજાશાહી સમયની.આજની યુવા પઢીએ આ શબ્દ ફિલ્મમાં સાંભળ્યો હશે અને જૌહર શું છે તેની સમજ મેળવી હશે. પરંતુ ફરી એકવાર જોહર શબ્દ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં આવ્યો છે. આ વખતે ઈજ્જત, આબરુ બચાવવા નહીં પરંતુ પોતાની માગ મનાવવા માટે જોહર કરવાની વાત કરાઈ છે.