ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા શાકભાજીના ભાવમાં બમણો વધારો

ઉનાળાની શરૂઆત થતા શાકભાજીના ભાવ વધ્યા છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં થયો બમણો વધારો ભાવમાં 20 થી 25 %નો વધારો થયો એપ્રિલ મહીનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.ગૃહિણઓની બનાવેલી રસોઈમાંથી હવે ગવાર,ચોરી,ભીંડા,કારેલા જેવા શાક હવે જોવા નહી મળે તો નવાઈ નહી. હાલ શું છે શાકભાજીના ભાવ ગરમીની શરૂઆત થતાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.ઉનાળામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવની વાત કરીએ તો ભીંડાનો ભાવ 50-60 રૂપિયા કિલો થયો છે,રવૈયા 40-50 રૂપિયા કિલો,લીંબુ 150- 80 રૂપિયા કિલો,ગવાર 100 રૂપિયા કિલો,કાચી કેરી 80 રૂપિયા કિલો,ચોળી 180 રૂપિયા કિલો,કારેલા 60 રૂપિયા કિલો,ટામેટા 30 રૂપિયા કિલો,આદુ સૌથી મોંઘુ 200 રૂપિયા કિલોએ પહોચ્યું છે. શું કહેવુ છે વેપારીઓનું તો વધી રહેલા શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓના રસોડા માંથી શાકભાજી ગાયબ થઇ ગયા છે અને તેઓ વૈકલ્પિક રીતે કઠોળ બનાવીને પોતાનું બજેટ સંભાળી રહી છે,તો બીજી બાજુ શાકભાજી વેપારીઓનું કેહવું છે કે ગરમીના કારણે શાકભાજી નથી આવતા અને જે શાકભાજી આવે છે તેના ભાવ વધારે હોય છે જેના કારણે શાકભાજીના ભાવ વધતા હોય છે. અઠવાડિયા પહેલાનો ભાવ શું હતો અમદાવાદના APMC માર્કેટમાં એક અઠવાડિયા અગાઉ શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ 130 રૂપિયા કિલો, ચોળી 110 રૂપિયા કિલો, આદુ 115 રૂપિયા કિલો, મરચા 70 રૂપિયા કિલો, તુવેર 60 રૂપિયા કિલો, ભીંડા 50 રૂપિયા કિલો, કારેલા 65 રૂપિયા કિલો, ગુવાર 85 રૂપિયા કિલો ભાવ નોંધાયા છે. જ્યારે બટાકા 13 રૂપિયા કિલો, ગાજર 18 રૂપિયા કિલો તથા રીંગણ, ફૂલાવર અને ટામેટા 20 રૂપિયા કિલો નોંધાયો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા શાકભાજીના ભાવમાં બમણો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉનાળાની શરૂઆત થતા શાકભાજીના ભાવ વધ્યા
  • છેલ્લા એક અઠવાડિયામાં ભાવમાં થયો બમણો વધારો
  • ભાવમાં 20 થી 25 %નો વધારો થયો

એપ્રિલ મહીનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનું આગમન થઈ ગયું છે. દિવસે ને દિવસે ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદના APMC માર્કેટમાં શાકભાજીની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેની સીધી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી હતી.ગૃહિણઓની બનાવેલી રસોઈમાંથી હવે ગવાર,ચોરી,ભીંડા,કારેલા જેવા શાક હવે જોવા નહી મળે તો નવાઈ નહી.

હાલ શું છે શાકભાજીના ભાવ

ગરમીની શરૂઆત થતાની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.ઉનાળામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવની વાત કરીએ તો ભીંડાનો ભાવ 50-60 રૂપિયા કિલો થયો છે,રવૈયા 40-50 રૂપિયા કિલો,લીંબુ 150- 80 રૂપિયા કિલો,ગવાર 100 રૂપિયા કિલો,કાચી કેરી 80 રૂપિયા કિલો,ચોળી 180 રૂપિયા કિલો,કારેલા 60 રૂપિયા કિલો,ટામેટા 30 રૂપિયા કિલો,આદુ સૌથી મોંઘુ 200 રૂપિયા કિલોએ પહોચ્યું છે.

શું કહેવુ છે વેપારીઓનું

તો વધી રહેલા શાકભાજીના ભાવના કારણે ગૃહિણીઓના રસોડા માંથી શાકભાજી ગાયબ થઇ ગયા છે અને તેઓ વૈકલ્પિક રીતે કઠોળ બનાવીને પોતાનું બજેટ સંભાળી રહી છે,તો બીજી બાજુ શાકભાજી વેપારીઓનું કેહવું છે કે ગરમીના કારણે શાકભાજી નથી આવતા અને જે શાકભાજી આવે છે તેના ભાવ વધારે હોય છે જેના કારણે શાકભાજીના ભાવ વધતા હોય છે.

અઠવાડિયા પહેલાનો ભાવ શું હતો

અમદાવાદના APMC માર્કેટમાં એક અઠવાડિયા અગાઉ શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ 130 રૂપિયા કિલો, ચોળી 110 રૂપિયા કિલો, આદુ 115 રૂપિયા કિલો, મરચા 70 રૂપિયા કિલો, તુવેર 60 રૂપિયા કિલો, ભીંડા 50 રૂપિયા કિલો, કારેલા 65 રૂપિયા કિલો, ગુવાર 85 રૂપિયા કિલો ભાવ નોંધાયા છે. જ્યારે બટાકા 13 રૂપિયા કિલો, ગાજર 18 રૂપિયા કિલો તથા રીંગણ, ફૂલાવર અને ટામેટા 20 રૂપિયા કિલો નોંધાયો હતો.