Ahmedabadના હેલમેટ સર્કલથી RTO જતા રોડને લઈ સ્થાનિકો હેરાન,હજી કામગીરી પૂર્ણ નહી

છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે રોડની કામગીરી AMC દ્વારા ધીમી કામગીરીથી લોકો પરેશાન ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા અપાયો છે આદેશ અમદાવાદના હેલમેટ સર્કલથી RTO જતા રોડ પર રોડની કામગીરી કરાવમાં આવી રહી છે,તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પતાવા માટે આદેશ કર્યો હતો પરંતુ આ કામગીરી એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે સ્થાનિકો આ વાતથી હેરાન થઈ ગયા છે.એક તરફ ટ્રાફિની સમસ્યા તો બીજી તરફ ખરાબ રોડ,આખરે જવુ તો કયા જવું તેવી સ્થિતિ સર્જાઈ છે. રોડની કામગીરી હજુ 2 મહિના ખેંચાય તેવી સ્થિતિ પાડા વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ અમદાવાદમા સર્જાઈ છે.AMCના પાપે લોકો પરેશાન થઈ રહ્યાં છે,ટેકસ ભરે છે લોકો પણ રોડની સુવિધા જોઈએ તે રીતે મળતી નથી.કોન્ટ્રાકટર AMCનાં આદેશને ઘોળી ને પી રહ્યા છે તેવુ દેખાઈ રહ્યું છે,ટૂંક સમયમાં ચોમાસુ આવશે ત્યારે ચોમાસામાં અહી સામાન્ય વરસાદમાં ભરાય છે ઘૂંટણ સમાં પાણી.બીજી વાત કરવામાં આવે તો સ્થાનિકોને હજી આ રોડની સમસ્યા ભોગવવી પડશે કેમકે રોડની કામગીરી 2 માસ સુધી ચાલે તેવી છે. કોર્પોરેશન તેના જ કામના વખાણ કરે છે મ્યુનિ.હદમાં સમાવાયેલાં નવા વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત પ્રાથમિક સુવિધાનાં કામો પૂરજોશમાં કરવામાં આવી રહ્યાં છે, તેમાં પાણીની લાઇનો, ગટર લાઇનો, સ્ટોર્મ વોટર લાઇન, રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને રોડ રિસરફેસની કામગીરીમાં અમુક પ્રકારનાં વિઘ્ન આવતાં હોવાથી રોડનાં કામો ધીમી ગતિએ થતાં હોવાની ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્રણેય રોડ રિસરફેસ કરાશે ઉત્તર પશ્ચિમ ઝોનમાં આર્યમાન બંગ્લોઝથી હેબતપુર ગામ સુધીનો ૧૨૦૦ મીટરનો, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એરોઝ ફૂટથી ફ્લોરેન્સ એટ-૯ સુધીનો ૧૦૦૦ મીટરનો તથા દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો ૧૬૦૦ મીટરનો રોડ રિસરફેસ કરવા માટે મ્યુનિ.નાં આરકેસી ઇન્ફ્રાબિલ્ટ નામનાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરવામાં આવી હતી અને ચોવીસ કલાકમાં જ આ ત્રણેય રોડ રિસરફેસ કરી વિક્રમ સર્જવા તેઓ પણ તૈયાર થઇ ગયાં છે.

Ahmedabadના હેલમેટ સર્કલથી RTO જતા રોડને લઈ સ્થાનિકો હેરાન,હજી કામગીરી પૂર્ણ નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા 2 મહિનાથી ચાલી રહી છે રોડની કામગીરી
  • AMC દ્વારા ધીમી કામગીરીથી લોકો પરેશાન
  • ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવા અપાયો છે આદેશ

અમદાવાદના હેલમેટ સર્કલથી RTO જતા રોડ પર રોડની કામગીરી કરાવમાં આવી રહી છે,તંત્રએ ચોમાસા પહેલા આ કામગીરી પતાવા માટે આદેશ કર્યો હતો પરંતુ આ કામગીરી એટલી ગોકળ ગતિએ ચાલી રહી છે કે સ્થાનિકો આ વાતથી હેરાન થઈ ગયા છે.એક તરફ ટ્રાફિની સમસ્યા તો બીજી તરફ ખરાબ રોડ,આખરે જવુ તો કયા જવું તેવી સ્થિતિ સર્જાઈ છે.

રોડની કામગીરી હજુ 2 મહિના ખેંચાય તેવી સ્થિતિ

પાડા વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ અમદાવાદમા સર્જાઈ છે.AMCના પાપે લોકો પરેશાન થઈ રહ્યાં છે,ટેકસ ભરે છે લોકો પણ રોડની સુવિધા જોઈએ તે રીતે મળતી નથી.કોન્ટ્રાકટર AMCનાં આદેશને ઘોળી ને પી રહ્યા છે તેવુ દેખાઈ રહ્યું છે,ટૂંક સમયમાં ચોમાસુ આવશે ત્યારે ચોમાસામાં અહી સામાન્ય વરસાદમાં ભરાય છે ઘૂંટણ સમાં પાણી.બીજી વાત કરવામાં આવે તો સ્થાનિકોને હજી આ રોડની સમસ્યા ભોગવવી પડશે કેમકે રોડની કામગીરી 2 માસ સુધી ચાલે તેવી છે.


કોર્પોરેશન તેના જ કામના વખાણ કરે છે

મ્યુનિ.હદમાં સમાવાયેલાં નવા વિસ્તારોમાં ટીપી સ્કીમ અંતર્ગત પ્રાથમિક સુવિધાનાં કામો પૂરજોશમાં કરવામાં આવી રહ્યાં છે, તેમાં પાણીની લાઇનો, ગટર લાઇનો, સ્ટોર્મ વોટર લાઇન, રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરેનો સમાવેશ થાય છે. ખાસ કરીને રોડ રિસરફેસની કામગીરીમાં અમુક પ્રકારનાં વિઘ્ન આવતાં હોવાથી રોડનાં કામો ધીમી ગતિએ થતાં હોવાની ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે.


ત્રણેય રોડ રિસરફેસ કરાશે

ઉત્તર પશ્ચિમ ઝોનમાં આર્યમાન બંગ્લોઝથી હેબતપુર ગામ સુધીનો ૧૨૦૦ મીટરનો, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એરોઝ ફૂટથી ફ્લોરેન્સ એટ-૯ સુધીનો ૧૦૦૦ મીટરનો તથા દક્ષિણ ઝોનમાં નારોલ ટર્નિંગથી સદાની ધાબી સુધીનો ૧૬૦૦ મીટરનો રોડ રિસરફેસ કરવા માટે મ્યુનિ.નાં આરકેસી ઇન્ફ્રાબિલ્ટ નામનાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરવામાં આવી હતી અને ચોવીસ કલાકમાં જ આ ત્રણેય રોડ રિસરફેસ કરી વિક્રમ સર્જવા તેઓ પણ તૈયાર થઇ ગયાં છે.