વડોદરામાં ડામર રોડ બનાવ્યા બાદ ઢગલાબંધ રેતી પાથરતા વાહનચાલકો માટે જોખમ

Vadodara Corporation Road Work : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં વિવિધ સ્થળે ડામર રોડ બનાવવાની અને તેના પર ડામરનો સીલ કોટ કરવાની કામગીરી થઈ રહી છે. ઉનાળાની સખત ગરમીમાં ડામર ઓગળી રહ્યો છે ત્યારે રોડ બનતા તેના પર રેતી પાથરવામાં આવી રહી છે. આ રીતે વધુ માત્રામાં રેતી પાથરવામાં આવતા ખાસ તો ટુ-વ્હીલર ચાલકને ખૂબ જ સાવચેતીથી ચલાવવું પડે છે, કેમ કે રેતીના કારણે વાહન સ્લીપ થઈ જવાનો ભય રહે છે. ડામર રોડની કામગીરી બાદ રેતી પાથરીને રોડ બરાબર જામી ગયો હોય તો રેતીની સફાઈ કરીને ભરી લેવી જોઈએ, અને રોડ રેતી મુક્ત સ્વચ્છ કરવો જોઈએ. જેથી કરીને વાહનો સ્લીપ થવાના અને તેના કારણે અકસ્માત થવાના સંજોગો ઊભા ન થાય. હાલ કારેલીબાગમાં વીઆઇપી રોડ પર બંને બાજુ બ્રિજના સર્વિસ રોડ પર તેમજ બ્રિજ નીચે ડામરનો સીલકોટ કર્યા બાદ રેતી પાથરવામાં આવી છે. અહીં રેતી એટલી બધી પાથરી છે કે વાહન ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવવું પડે છે. બીજી બાજુ વાહનોની સતત અવરજવર અને ઝડપથી નીકળી જવા માંગતા ડ્રાઇવિંગ કરનારા લોકો માટે રોડ પર આટલી બધી રેતી જોખમી પુરવાર થઈ શકે છે. ગ્રીન સિગ્નલ મળે એટલે વાહન ચાલકો સ્પીડમાં ભાગે છે, ત્યારે આ રેતીના કારણે સ્લીપ થઈ જવાનું જોખમ ઉભું રહે છે. અગાઉ 45 ડિગ્રી ગરમી હતી, ત્યારે ઘણા વિસ્તારમાં રોડ પર ડામર પીગળ્યો હતો, ત્યાં રેતી નાખી ન હતી. ઓગળેલા ડામરના કારણે લોકો સ્લીપ થતા હતા. જો કે તાજેતરમાં વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા જણાવાયું હતું કે, શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ નવિન બનાવવાની કામગીરી ક૨વામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે લિકવીડ સિલકોટની કામગીરી ક૨વામાં આવે છે. જેમાં ડામર ઉપર રેતી પાથ૨વાની જરૂરિયાત હોય છે. આથી જે રસ્તાઓ ઉપર લિકવીડ સિલકોટની કામગીરી કરેલ હોય તથા રેતી પાથરેલ હોય તેવા ૨સ્તાઓ ઉપર વાહન ધીમેથી તથા કાળજીપૂર્વક ચલાવવા લોકોને અપીલ ક૨વામાં આવી હતી.

વડોદરામાં ડામર રોડ બનાવ્યા બાદ ઢગલાબંધ રેતી પાથરતા વાહનચાલકો માટે જોખમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation Road Work : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ શહેરમાં વિવિધ સ્થળે ડામર રોડ બનાવવાની અને તેના પર ડામરનો સીલ કોટ કરવાની કામગીરી થઈ રહી છે. ઉનાળાની સખત ગરમીમાં ડામર ઓગળી રહ્યો છે ત્યારે રોડ બનતા તેના પર રેતી પાથરવામાં આવી રહી છે. આ રીતે વધુ માત્રામાં રેતી પાથરવામાં આવતા ખાસ તો ટુ-વ્હીલર ચાલકને ખૂબ જ સાવચેતીથી ચલાવવું પડે છે, કેમ કે રેતીના કારણે વાહન સ્લીપ થઈ જવાનો ભય રહે છે. ડામર રોડની કામગીરી બાદ રેતી પાથરીને રોડ બરાબર જામી ગયો હોય તો રેતીની સફાઈ કરીને ભરી લેવી જોઈએ, અને રોડ રેતી મુક્ત સ્વચ્છ કરવો જોઈએ. જેથી કરીને વાહનો સ્લીપ થવાના અને તેના કારણે અકસ્માત થવાના સંજોગો ઊભા ન થાય.

હાલ કારેલીબાગમાં વીઆઇપી રોડ પર બંને બાજુ બ્રિજના સર્વિસ રોડ પર તેમજ બ્રિજ નીચે ડામરનો સીલકોટ કર્યા બાદ રેતી પાથરવામાં આવી છે. અહીં રેતી એટલી બધી પાથરી છે કે વાહન ખૂબ જ સાવચેતીપૂર્વક ચલાવવું પડે છે. બીજી બાજુ વાહનોની સતત અવરજવર અને ઝડપથી નીકળી જવા માંગતા ડ્રાઇવિંગ કરનારા લોકો માટે રોડ પર આટલી બધી રેતી જોખમી પુરવાર થઈ શકે છે. ગ્રીન સિગ્નલ મળે એટલે વાહન ચાલકો સ્પીડમાં ભાગે છે, ત્યારે આ રેતીના કારણે સ્લીપ થઈ જવાનું જોખમ ઉભું રહે છે. અગાઉ 45 ડિગ્રી ગરમી હતી, ત્યારે ઘણા વિસ્તારમાં રોડ પર ડામર પીગળ્યો હતો, ત્યાં રેતી નાખી ન હતી. ઓગળેલા ડામરના કારણે લોકો સ્લીપ થતા હતા. જો કે તાજેતરમાં વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા જણાવાયું હતું કે, શહેરમાં વિવિધ સ્થળોએ રસ્તાઓ નવિન બનાવવાની કામગીરી ક૨વામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે લિકવીડ સિલકોટની કામગીરી ક૨વામાં આવે છે. જેમાં ડામર ઉપર રેતી પાથ૨વાની જરૂરિયાત હોય છે. આથી જે રસ્તાઓ ઉપર લિકવીડ સિલકોટની કામગીરી કરેલ હોય તથા રેતી પાથરેલ હોય તેવા ૨સ્તાઓ ઉપર વાહન ધીમેથી તથા કાળજીપૂર્વક ચલાવવા લોકોને અપીલ ક૨વામાં આવી હતી.