લો કર લો બાત: શુક્રવારી બજારમાં બકરા વેચવા ઉભેલા યુવક પર હુમલો કરી બકરા લૂંટી ગયા

image : FreepikVadodara Friday Market : વડોદરા કારેલીબાગ કાસમ આલા બ્રિજ ભરાતા શુક્રવારે બજારમાં બકરાના વેચાણ માટે ઉભા રહેલા યુવકને ઢોર માર મારીને ચાર જણા રૂ.30 હજાર સહિત બે બકરા લૂંટીને લઈ ગયાના બનાવ અંગે વિસ્તારમાં ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે હજી બકરા ઈદને 17 દિવસ બાકી છે. શુક્રવાર હોવાથી આજે એક યુવક 14 બકરા લઈને રોકડી કરવા સવારે આવ્યો હતો. દરમિયાન થોડી જ વારમાં ધસી આવેલા ચાર જણાએ અહીંયા ઊભા રહેવું હોય અને બકરા વેચવા હોય તો ભાડું આપવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી યુવકે અન્ય બકરા વાળા પણ ઊભા હોવાનું જણાવી દીધું હતું. અગાઉ બે બકરાના વેચાણના રૂ.30 હજાર યુવકના ખિસ્સામાં હતા. જેથી ચારે જણાએ યુવકની ધોલાઈ શરૂ કરી તેના ખિસ્સામાંથી નાણાં કાઢી લીધા હતા. ગભરાયેલા યુવકે તમામ બકરા છોડી ભાગવાનું શરૂ કર્યું હતું. જેથી બે બકરા અને નાણાં લૂંટીને ચારેય જણા ભાગી ગયા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું.

લો કર લો બાત: શુક્રવારી બજારમાં બકરા વેચવા ઉભેલા યુવક પર હુમલો કરી બકરા લૂંટી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Vadodara Friday Market : વડોદરા કારેલીબાગ કાસમ આલા બ્રિજ ભરાતા શુક્રવારે બજારમાં બકરાના વેચાણ માટે ઉભા રહેલા યુવકને ઢોર માર મારીને ચાર જણા રૂ.30 હજાર સહિત બે બકરા લૂંટીને લઈ ગયાના બનાવ અંગે વિસ્તારમાં ચર્ચા જાગી છે. 

ઉલ્લેખનીય છે કે હજી બકરા ઈદને 17 દિવસ બાકી છે. શુક્રવાર હોવાથી આજે એક યુવક 14 બકરા લઈને રોકડી કરવા સવારે આવ્યો હતો. દરમિયાન થોડી જ વારમાં ધસી આવેલા ચાર જણાએ અહીંયા ઊભા રહેવું હોય અને બકરા વેચવા હોય તો ભાડું આપવું પડશે તેમ જણાવ્યું હતું. જેથી યુવકે અન્ય બકરા વાળા પણ ઊભા હોવાનું જણાવી દીધું હતું. અગાઉ બે બકરાના વેચાણના રૂ.30 હજાર યુવકના ખિસ્સામાં હતા. જેથી ચારે જણાએ યુવકની ધોલાઈ શરૂ કરી તેના ખિસ્સામાંથી નાણાં કાઢી લીધા હતા. ગભરાયેલા યુવકે તમામ બકરા છોડી ભાગવાનું શરૂ કર્યું હતું. જેથી બે બકરા અને નાણાં લૂંટીને ચારેય જણા ભાગી ગયા હોવાનું ઇજાગ્રસ્ત યુવકે સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જણાવ્યું હતું.