જલાલપોર તાલુકાના આસણા ગામ બહાર કચરો ઠલવતા સ્થાનિકો હેરાન,ચામડીના થાય છે રોગ

કેમિકલ યુકત કચરો ગામની સીમમાં નાખી સળગાવવામાં આવે છે સ્થાનિકોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા થવાની ભીતી સેવાઈ રહી છે તંત્રને રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવતુ નથી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું આસણા ગામ બહારથી ઠલવાતા કચરાના કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યું છે.કેમિકલ યુક્ત કચરો ગામની સીમમાં નાખી સળગાવતા આખું ગામ ગૂંગળાઈ રહ્યું છે.પાછલા એક વર્ષથી ગ્રામજનો આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ગામની સીમમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.ગામજનોનો આક્ષેપ છે કે નવસારીની બિલકુલ બાજુમાં આવેલા મહાનગર સુરતમાંથી આ કચરો અહી મોટા ડમ્પરોમાં ભરી ઠલવાઈ રહ્યો છે. ધુમાડો કરી રહ્યું છે હેરાન કેમિકલ યુક્ત કચરો આજ સ્થળે સળગાવી દેવાતા તેમાંથી ઉઠતો ઝેરી ધુમાડો ગામના લોકોને ભારે પરેશાન કરી રહ્યો છે.બેરોકટોક ચાલતી આ પ્રવૃતિના કારણે આસણા,નાની આસણા,મોટી આસણા,ડાભેલ,કાળા કાછા,વેસ્મા સહિત છ થી સાત ગામના લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભુ થયું છે.ગામની સીમમાં બે સ્થળો ઉપર ચાલતી આ ગેરકાયદેસર પ્રવુતિ ઉપર રોક લગાવવા ગ્રામજનો ગુહાર લગાવી રહ્યા છે.ગ્રામપંચાયત દ્વારા જમીન માલિક ને ત્રણ થી ચાર નોટિસ ફટકારી આ પ્રવૃતિ બંધ કરવા તાકીદ કરાઇ છે.પરંતુ પોતાના ગજવા ભરવામાં મશગુલ જમીન માલિક સાત ગામના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યો છે. શરીરને થઈ રહ્યું છે નુકસાન આ ગામમાં રહેતા લોકોને આંખ નાક ગળાની ગંભીર સમસ્યા સતાવી રહી છે.તો બીજી તરફ રાત્રી ના સમયે કચરો સળગતા શ્વાસની લેવાની ગંભીર સમસ્યા ઊભી થતાં ગામના લોકોએ ઓક્સિજન લેવા માટે નજીકની હોસ્પિટલ દોડવું પડે છે.ગામમાં રહેતા બાળકોથી લઇ દરેક ઉમરના લોકો ઝેરી ધુમાડાના પ્રકોપને લઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.પરંતુ તેમની સમસ્યા અંગે જિલ્લા વહીવટી તંત્ર પણ નિષ્કાળજી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

જલાલપોર તાલુકાના આસણા ગામ બહાર કચરો ઠલવતા સ્થાનિકો હેરાન,ચામડીના થાય છે રોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેમિકલ યુકત કચરો ગામની સીમમાં નાખી સળગાવવામાં આવે છે
  • સ્થાનિકોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર સમસ્યા થવાની ભીતી સેવાઈ રહી છે
  • તંત્રને રજૂઆત કરવા છત્તા કોઈ નિરાકરણ આવતુ નથી

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનું આસણા ગામ બહારથી ઠલવાતા કચરાના કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યું છે.કેમિકલ યુક્ત કચરો ગામની સીમમાં નાખી સળગાવતા આખું ગામ ગૂંગળાઈ રહ્યું છે.પાછલા એક વર્ષથી ગ્રામજનો આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ગામની સીમમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં કેમિકલ યુક્ત કચરો ઠાલવવામાં આવી રહ્યો છે.ગામજનોનો આક્ષેપ છે કે નવસારીની બિલકુલ બાજુમાં આવેલા મહાનગર સુરતમાંથી આ કચરો અહી મોટા ડમ્પરોમાં ભરી ઠલવાઈ રહ્યો છે.

ધુમાડો કરી રહ્યું છે હેરાન

કેમિકલ યુક્ત કચરો આજ સ્થળે સળગાવી દેવાતા તેમાંથી ઉઠતો ઝેરી ધુમાડો ગામના લોકોને ભારે પરેશાન કરી રહ્યો છે.બેરોકટોક ચાલતી આ પ્રવૃતિના કારણે આસણા,નાની આસણા,મોટી આસણા,ડાભેલ,કાળા કાછા,વેસ્મા સહિત છ થી સાત ગામના લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઉભુ થયું છે.ગામની સીમમાં બે સ્થળો ઉપર ચાલતી આ ગેરકાયદેસર પ્રવુતિ ઉપર રોક લગાવવા ગ્રામજનો ગુહાર લગાવી રહ્યા છે.ગ્રામપંચાયત દ્વારા જમીન માલિક ને ત્રણ થી ચાર નોટિસ ફટકારી આ પ્રવૃતિ બંધ કરવા તાકીદ કરાઇ છે.પરંતુ પોતાના ગજવા ભરવામાં મશગુલ જમીન માલિક સાત ગામના હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યો છે.


શરીરને થઈ રહ્યું છે નુકસાન

આ ગામમાં રહેતા લોકોને આંખ નાક ગળાની ગંભીર સમસ્યા સતાવી રહી છે.તો બીજી તરફ રાત્રી ના સમયે કચરો સળગતા શ્વાસની લેવાની ગંભીર સમસ્યા ઊભી થતાં ગામના લોકોએ ઓક્સિજન લેવા માટે નજીકની હોસ્પિટલ દોડવું પડે છે.ગામમાં રહેતા બાળકોથી લઇ દરેક ઉમરના લોકો ઝેરી ધુમાડાના પ્રકોપને લઈ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.પરંતુ તેમની સમસ્યા અંગે જિલ્લા વહીવટી તંત્ર પણ નિષ્કાળજી દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.