Amreliના જાફરાબાદ અને કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ,જુઓ Video

કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં વરસાદ લોર, પીંછડી, ફાચરીયા, હેમાળ ગામોમાં વરસાદ છેલણા, જુની જીકદરી ટીંબી સહિતના ગામોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં વરસાદનું આગમન થયું છે.જાફરાબાદના લોર, પીંછડી, ફાચરીયા, હેમાળ, છેલણા જુની જીકદરી ટીંબી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલીના નાના ભંડારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અનેક ગામમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્યાક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સ્થળો પર વરસાદી માહોલ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડક પ્રસરી છે. 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. લાલપુરમાં 65 MM,ઓલપાડમાં 47 MM, સંખેડામાં 34 MM, કરજણમાં 33 MM, તેમજ ભાણવડમાં 31 MM વરસાદ વરસ્યો હતો.  

Amreliના જાફરાબાદ અને કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં મુશળધાર વરસાદ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં વરસાદ
  • લોર, પીંછડી, ફાચરીયા, હેમાળ ગામોમાં વરસાદ
  • છેલણા, જુની જીકદરી ટીંબી સહિતના ગામોમાં વરસાદ

અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં વરસાદનું આગમન થયું છે.જાફરાબાદના લોર, પીંછડી, ફાચરીયા, હેમાળ, છેલણા જુની જીકદરી ટીંબી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી, લાઠી, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલીના નાના ભંડારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અનેક ગામમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


આજે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્યાક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સ્થળો પર વરસાદી માહોલ જોવા મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વરસાદને કારણે રાજ્યભરમાં મહત્તમ તાપમાન ઘટ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઠંડક પ્રસરી છે.

6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ

આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ લાલપુર તાલુકામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. લાલપુરમાં 65 MM,ઓલપાડમાં 47 MM, સંખેડામાં 34 MM, કરજણમાં 33 MM, તેમજ ભાણવડમાં 31 MM વરસાદ વરસ્યો હતો.