Gujaratમાં ચોમાસાને લઇને ચિંતાજનક સમાચાર, જાણો કયારે આવશે ધોધમાર વરસાદ

રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસુ અત્યારે નબળુ પડી ગયુ છે. જેમાં ગુજરાતમાં ચોમાસાને લઇને ચિંતાજનક સમાચાર છે. ચોમાસુ અરબી સમુદ્રથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ચોમાસુ છેલ્લા સાત દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે. જોકે, આગાહી એવી છે કે ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે. ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે. ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસુ આવરી લે છે. પરંતુ એ પહેલાં ગુજરાતમાં ચોમાસા પહેલાની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. જેમા ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ આવ્યો છે. તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. તો આ તરફ નવસારીમાં આવેલી અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા સાવચેતીના ભાગ રૂપે ખોલવામાં આવ્યા છે. જેનાથી અંબિકા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.

Gujaratમાં ચોમાસાને લઇને ચિંતાજનક સમાચાર, જાણો કયારે આવશે ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો
  • 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના
  • દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસુ અત્યારે નબળુ પડી ગયુ છે. જેમાં ગુજરાતમાં ચોમાસાને લઇને ચિંતાજનક સમાચાર છે. ચોમાસુ અરબી સમુદ્રથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્થિતિની વાત કરીએ તો ચોમાસુ છેલ્લા સાત દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે. જોકે, આગાહી એવી છે કે ગુજરાતમાં 19, 20 અને 21 જૂને વરસાદ વધવાની સંભાવના છે.

ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું સમગ્ર વિસ્તારોને આવરી લેતું હોય છે. ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને અંતે કચ્છ તથા ઉત્તર ગુજરાતના વિસ્તારોને ચોમાસુ આવરી લે છે. પરંતુ એ પહેલાં ગુજરાતમાં ચોમાસા પહેલાની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે. જેમા ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓમાં પણ વરસાદ આવી શકે છે. આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો

રાજ્યમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ આવ્યો છે. તો સુરત અને તાપીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. તો આ તરફ નવસારીમાં આવેલી અંબિકા નદી પર બનેલા દેવધા ડેમના દરવાજા સાવચેતીના ભાગ રૂપે ખોલવામાં આવ્યા છે. જેનાથી અંબિકા નદીમાં પાણીની આવક થતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.