Surat News : કેમિકલયુકત તેલ પી જતા દોઢ વર્ષીય બાળકનું મોત

પાણીની જગ્યાએ કેમિકલયુક્ત તેલ પી જતા મોત પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી દરેક માતા-પિતાએ તેમના બાળકનું ધ્યાન રાખવું જ જોઈએ,સુરતમાં દોઢ વર્ષનું બાળક પાણીની જગ્યાએ સિલાઈ મશીનનું કેમિકલયુકત પાણી પી જતા સારવાર દરમિયાન મોત થયું છે.બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.તો પીએમ રીપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે,તો ગોડાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. 4 મહિના પહેલા દૂધ પિવડાવ્યા બાદ બાળકનું મોત સુરતમાં વધુ એક ત્રણ મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યો હતો. માતા જ્યારે સવારમાં દીકરાને ઉઠાડવા ગઈ તો બાળક ઉઠયો જ નહી. જેથી પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટમાં 3 દિવસ પહેલા 12 વર્ષીય બાળકનું મોત અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો 12 વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના 12 વાગ્યે પેટમાં દુખાવો થતાં સારવાર માટે પ્રથમ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી માતાનું નિવેદન નોંધ્યું હતું. 10 મે 2024ના રોજ કારની અડફેટે બાળકનું મોત માંગરોળ તાલુકાના સેપા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા પરિવારનો ચાર વર્ષનો પુત્ર સાવન દેરામ બરડકે ગઇ તા.7 ના વાડી નજીક રોડ પર રમતો હતો ત્યારે પુરપાટ ઝડપે નીકળેલી અજાણ્યાં કારના ચાલકે બાળકને ઠોકરે લેતા દૂર સુધી બાળક ફંગોળાયો હતો. અકસ્માત સર્જાતા બાળકના માતા-પિતા અને આસપાસના વાડી વિસ્તારના લોકો દોડી ગયા હતા અને બાળકને ગંભીર ઇજા થવાથી પ્રથમ માંગરોળ બાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો. 

Surat News : કેમિકલયુકત તેલ પી જતા દોઢ વર્ષીય બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણીની જગ્યાએ કેમિકલયુક્ત તેલ પી જતા મોત
  • પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
  • ગોડાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી

દરેક માતા-પિતાએ તેમના બાળકનું ધ્યાન રાખવું જ જોઈએ,સુરતમાં દોઢ વર્ષનું બાળક પાણીની જગ્યાએ સિલાઈ મશીનનું કેમિકલયુકત પાણી પી જતા સારવાર દરમિયાન મોત થયું છે.બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.તો પીએમ રીપોર્ટ બાદ મોતનું કારણ સામે આવશે,તો ગોડાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

4 મહિના પહેલા દૂધ પિવડાવ્યા બાદ બાળકનું મોત

સુરતમાં વધુ એક ત્રણ મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. રાત્રે માતાએ એકના એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યો હતો. માતા જ્યારે સવારમાં દીકરાને ઉઠાડવા ગઈ તો બાળક ઉઠયો જ નહી. જેથી પિતા તાત્કાલિક દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

રાજકોટમાં 3 દિવસ પહેલા 12 વર્ષીય બાળકનું મોત

અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો 12 વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના 12 વાગ્યે પેટમાં દુખાવો થતાં સારવાર માટે પ્રથમ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી માતાનું નિવેદન નોંધ્યું હતું.

10 મે 2024ના રોજ કારની અડફેટે બાળકનું મોત

માંગરોળ તાલુકાના સેપા ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા પરિવારનો ચાર વર્ષનો પુત્ર સાવન દેરામ બરડકે ગઇ તા.7 ના વાડી નજીક રોડ પર રમતો હતો ત્યારે પુરપાટ ઝડપે નીકળેલી અજાણ્યાં કારના ચાલકે બાળકને ઠોકરે લેતા દૂર સુધી બાળક ફંગોળાયો હતો. અકસ્માત સર્જાતા બાળકના માતા-પિતા અને આસપાસના વાડી વિસ્તારના લોકો દોડી ગયા હતા અને બાળકને ગંભીર ઇજા થવાથી પ્રથમ માંગરોળ બાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં દમ તોડી દીધો હતો.