Himatnagar News: ગંભીરપુરામાં મહિલાના ચારિત્ર્ય ઉપર વહેમ રાખી દહેજ માંગતાં 5સામે ગુનો

મારી નાંખવાની ધમકી આપતા 5 સાસરિયા સામે ફરિયાદ4 સાસરિયાઓ લગ્નના 2 મહિના બાદ ત્રાસ આપી દહેજ માટે દબાણ કરતા હતા ધમકી અપાયાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી ઈડર તાલુકાના ગંભીરપુરા ગામની એક મહિલાના ચારિત્ર્ય પર તેણીના પતિ તથા અન્ય 4 સાસરીયાઓ દ્વારા વહેમ રાખી લગ્નના બે મહિના બાદ શારીરીક અને માનસિક ત્રાસ આપી પિયરમાંથી દહેજ લઈ આવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. આ અંગે ગાંધીનગરના સેકટર-16માં કિસાનનગરમાં રહેતા આશાબેન પ્રભાતભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તેણીના લગ્ન વર્ષ 2021માં ઈડર તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રભાતભાઈ ઉર્ફે પંકજભાઈ લાલાભાઈ રબારી સાથે કરાયા હતા. લગ્નના 2 મહિના સુધી સાસરીયાઓ દ્વારા સારો વ્યવહાર અને વર્તન કરવામાં આવતુ હતુ. ત્યારબાદ આશાબેનના ચારિત્ર્ય અંગે વહેમ રાખી તેજસ ઉર્ફે તેજાલાલ લાલાભાઈ રબારી, જેઠ પ્રવિણભાઈ રબારી, કાકાજી લક્ષ્મણભાઈ રબારી અને જેઠાણી વિભાબેન રબારી દ્વારા આશાબેનના પતિને ચઢામણી કરવામાં આવતી હતી. જેના લીધે ઘરમાં અવાર નવાર ઝઘડા થતાં હતા. ઉપરાંત માનસિક અને શારીરીક ત્રાસ આપી પાંચેય જણાએ એકસંપ થઈને આશાબેનને પિયરમાંથી દહેજ લઈ આવવાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આશાબેને કંટાળીને પાંચેય સાસરીયા વિરૂધ્ધ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.

Himatnagar News: ગંભીરપુરામાં મહિલાના ચારિત્ર્ય ઉપર વહેમ રાખી દહેજ માંગતાં 5સામે ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મારી નાંખવાની ધમકી આપતા 5 સાસરિયા સામે ફરિયાદ
  • 4 સાસરિયાઓ લગ્નના 2 મહિના બાદ ત્રાસ આપી દહેજ માટે દબાણ કરતા હતા
  • ધમકી અપાયાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી

ઈડર તાલુકાના ગંભીરપુરા ગામની એક મહિલાના ચારિત્ર્ય પર તેણીના પતિ તથા અન્ય 4 સાસરીયાઓ દ્વારા વહેમ રાખી લગ્નના બે મહિના બાદ શારીરીક અને માનસિક ત્રાસ આપી પિયરમાંથી દહેજ લઈ આવવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી અપાયાના આક્ષેપ સાથેની ફરિયાદ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ગાંધીનગરના સેકટર-16માં કિસાનનગરમાં રહેતા આશાબેન પ્રભાતભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, તેણીના લગ્ન વર્ષ 2021માં ઈડર તાલુકાના ગંભીરપુરા ગામે રહેતા પ્રભાતભાઈ ઉર્ફે પંકજભાઈ લાલાભાઈ રબારી સાથે કરાયા હતા. લગ્નના 2 મહિના સુધી સાસરીયાઓ દ્વારા સારો વ્યવહાર અને વર્તન કરવામાં આવતુ હતુ.

ત્યારબાદ આશાબેનના ચારિત્ર્ય અંગે વહેમ રાખી તેજસ ઉર્ફે તેજાલાલ લાલાભાઈ રબારી, જેઠ પ્રવિણભાઈ રબારી, કાકાજી લક્ષ્મણભાઈ રબારી અને જેઠાણી વિભાબેન રબારી દ્વારા આશાબેનના પતિને ચઢામણી કરવામાં આવતી હતી. જેના લીધે ઘરમાં અવાર નવાર ઝઘડા થતાં હતા. ઉપરાંત માનસિક અને શારીરીક ત્રાસ આપી પાંચેય જણાએ એકસંપ થઈને આશાબેનને પિયરમાંથી દહેજ લઈ આવવાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આશાબેને કંટાળીને પાંચેય સાસરીયા વિરૂધ્ધ સોમવારે ઈડર પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.