Suratમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા ટેક્સટાઇલ પાર્કમાં હોડી મુકાઇ

પલસાણાનો ટેક્સટાઇલ પાર્ક પાણીમાં ગરકાવ રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીંચણસમા પાણી ટેક્સટાઇલ પાર્કમાં હોડી મુકવાની પડી ફરજ સુરતના પલસાણામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં પલસાણાનો ટેક્સટાઇલ પાર્ક પાણીમાં ગરકાવ થયો છે. રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. તેથી ટેક્સટાઇલ પાર્કમાં હોડી મૂકવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છવાયું છે. છેલ્લા બે દિવસથી સુરત સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ખાડી ઓવરફ્લો થતા સણીયા હેમાદ ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થતા સણીયા હેમાદ ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. આ ગામમાં વરસાદમાં વર્ષોથી આવો માહોલ જોવા મળે છે. જેના કારણે સામાન્ય માણસોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. સુરતમાં સરેરાશ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે. સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.

Suratમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા ટેક્સટાઇલ પાર્કમાં હોડી મુકાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પલસાણાનો ટેક્સટાઇલ પાર્ક પાણીમાં ગરકાવ
  • રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીંચણસમા પાણી
  • ટેક્સટાઇલ પાર્કમાં હોડી મુકવાની પડી ફરજ

સુરતના પલસાણામાં વરસાદી પાણી ફરી વળ્યા છે. જેમાં પલસાણાનો ટેક્સટાઇલ પાર્ક પાણીમાં ગરકાવ થયો છે. રાજહંસ ટેક્સટાઇલ પાર્કમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. તેથી ટેક્સટાઇલ પાર્કમાં હોડી મૂકવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છવાયું છે. છેલ્લા બે દિવસથી સુરત સહિતના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.

ખાડી ઓવરફ્લો થતા સણીયા હેમાદ ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા

વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થતા સણીયા હેમાદ ગામમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. આ ગામમાં વરસાદમાં વર્ષોથી આવો માહોલ જોવા મળે છે. જેના કારણે સામાન્ય માણસોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શહેરમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે. સુરતમાં સરેરાશ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મોડી રાતથી જ અનરાધાર વરસતા વરસાદથી શહેરના કતારગામ હાથીવાળા મંદિર વિસ્તાર, અખંડ આનંદ કોલેજની આસપાસ, વેડરોડ વિસ્તારમાં, ઉધના ગરનાળુ, અઠવા ગેટ, મજુરા ગેટ સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ભારે પાણીનો ભરાવો થયો છે.

સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી

વેડરોડ વિસ્તારમાં તો પાર્ક કરેલી કારો પાણીમાં ડૂબે તેવી સ્થિતિ થઈ છે. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં વધુ પાણી ભરાતા તંત્રએ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે સુરતના જન-જીવન પર ભારે અસર જોવા મળી રહી છે.