SIT Meet: રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં બેઠકોનો દૌર, ફરી મળશે SITની બેઠક

રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બેઠક મળશેસાંજે ગાંધીનગર ખાતે ફરીથી બેઠક મળશે એક જ દિવસમાં બીજી વખત SITની બેઠક મળશે રાજકોટના ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર જાગી ગયું છે. અને ફાયર સેફટીને લઈને ઠેર ઠેર તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજકોટ દુર્ઘટનાની તપાસ કરવાં માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તો આ SIT દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. અને ગાંધીનગર ખાતે લગભગ રોજેરોજ બેઠકો મળી રહી છે. ગઇકાલે જ્યાં ગાંધીનગર ખાતે SITની બેઠક મળી હતી તો આજે પણ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં SITની વધુ એક બેઠક મળવા જઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાશે. રાજકોટ પોલીસ કમિશનર પણ બેઠકમાં હાજર રહેશે. તો, આજે ફરી એકવાર સીટની બેઠક મળવા જઈ રહી છે. તો આજની બેઠક બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 

SIT Meet: રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં બેઠકોનો દૌર, ફરી મળશે SITની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બેઠક મળશે
  • સાંજે ગાંધીનગર ખાતે ફરીથી બેઠક મળશે
  • એક જ દિવસમાં બીજી વખત SITની બેઠક મળશે

રાજકોટના ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર જાગી ગયું છે. અને ફાયર સેફટીને લઈને ઠેર ઠેર તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રાજકોટ દુર્ઘટનાની તપાસ કરવાં માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તો આ SIT દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. અને ગાંધીનગર ખાતે લગભગ રોજેરોજ બેઠકો મળી રહી છે. ગઇકાલે જ્યાં ગાંધીનગર ખાતે SITની બેઠક મળી હતી તો આજે પણ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં SITની વધુ એક બેઠક મળવા જઈ રહી છે. 

જાણવા મળી રહ્યું છે કે આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં SITની બેઠક યોજાશે. રાજકોટ પોલીસ કમિશનર પણ બેઠકમાં હાજર રહેશે. તો, આજે ફરી એકવાર સીટની બેઠક મળવા જઈ રહી છે. તો આજની બેઠક બાદ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.