Gujarat News: રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ

વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના લોકો જોડાયા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે અંબાજીમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. જેમાં ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયુ છે. તેમજ ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે. તેમાં ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે. બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ છે. માં અંબેના દર્શન કરી ધર્મરથને પ્રસ્થાન કરાયુ છે. અધર્મ સામે વિજય થાય તે માટે આશીર્વાદ લેવા ક્ષત્રિયો અંબાજી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ધર્મરથ સાથે જોડાયા છે. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે. તેમજ અલગ અલગ ગામોમાં સભા અને રેલી પણ યોજાશે. અંબાજીથી આ ધર્મરથ શુરૂ થઈને પાલનપુર ખાતે સમાપન થશે. તેમજ દ્વારકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો હુંકાર છે. તેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યો છે. તેમાં ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજનો નિર્ણય છે. તથા અન્ય સમાજને સાથે રાખી ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે. તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકત્ર થયા છે. જય ભવાની ભાજપ જવાની ના નારા સાથે ભાજપ સામે મેદાને રાજપૂત સમાજ પડ્યો ખંભાળિયા રાજપૂત સમાજ વાડી ખાતે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ પહોંચ્યો જ્યાં સમાજ વાડી ખાતે બેઠક થઈ હતી. જેમાં જય ભવાની ભાજપ જવાની ના નારા સાથે ભાજપ સામે મેદાને રાજપૂત સમાજ પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહિ આપવાનો રાજપૂત સમાજે નિર્ણય કર્યો છે. તથા અન્ય સમાજોને પણ સાથે રાખી સો ટકા મતદાન ભાજપના વિરોધમાં કરાવાશે. ભાજપ ધારત તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકત પરંતુ ભાજપે કરી નથી તેવુ સમાજના આગેવાનોએ જણાવ્યું છે. 

Gujarat News: રૂપાલા સામે ક્ષત્રિયોનો આક્રોશ, ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ
  • મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજના લોકો જોડાયા
  • ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે

અંબાજીમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. જેમાં ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન થયુ છે. તેમજ ધર્મરથના માધ્યમથી ભાજપનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા છે. તેમાં ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોમાં ફરશે.


બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો

બનાસકાંઠામાં પણ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ જોવા મળ્યો છે. જેમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથનું શક્તિપીઠ અંબાજીથી પ્રસ્થાન કરાયું છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરીને ભાજપનો વિરોધ કરવાની રણનીતિ છે. માં અંબેના દર્શન કરી ધર્મરથને પ્રસ્થાન કરાયુ છે. અધર્મ સામે વિજય થાય તે માટે આશીર્વાદ લેવા ક્ષત્રિયો અંબાજી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ધર્મરથ સાથે જોડાયા છે.


ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે

ક્ષત્રિય નારી અસ્મિતા ધર્મરથ અંબાજીથી નીકળી વિવિધ ગામોથી પસાર થશે. તેમજ અલગ અલગ ગામોમાં સભા અને રેલી પણ યોજાશે. અંબાજીથી આ ધર્મરથ શુરૂ થઈને પાલનપુર ખાતે સમાપન થશે. તેમજ દ્વારકામાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો હુંકાર છે. તેમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ ખંભાળિયા પહોંચ્યો છે. તેમાં ભાજપને મત નહીં આપવાનો રાજપૂત સમાજનો નિર્ણય છે. તથા અન્ય સમાજને સાથે રાખી ભાજપ વિરૂદ્ધ મતદાન કરશે. તેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકત્ર થયા છે.

જય ભવાની ભાજપ જવાની ના નારા સાથે ભાજપ સામે મેદાને રાજપૂત સમાજ પડ્યો

ખંભાળિયા રાજપૂત સમાજ વાડી ખાતે ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ પહોંચ્યો જ્યાં સમાજ વાડી ખાતે બેઠક થઈ હતી. જેમાં જય ભવાની ભાજપ જવાની ના નારા સાથે ભાજપ સામે મેદાને રાજપૂત સમાજ પડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત નહિ આપવાનો રાજપૂત સમાજે નિર્ણય કર્યો છે. તથા અન્ય સમાજોને પણ સાથે રાખી સો ટકા મતદાન ભાજપના વિરોધમાં કરાવાશે. ભાજપ ધારત તો પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી શકત પરંતુ ભાજપે કરી નથી તેવુ સમાજના આગેવાનોએ જણાવ્યું છે.