Humanity: ચીનમાં ફસાયેલા નેપાળી યુવાનોની મદદે આવ્યા ગુજરાતીઓ

જાપાન જતાં બેઇજિંગ એરપોર્ટ પર ફ્લાઇટ ચૂક્યા નેપાળી યુવકોઅમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન સહિત અમદાવાદીઓ મદદે આવ્યા નેપાળી યુવકોની મદદ કરતાં જમવાનું અને રોકડની વ્યવસ્થા કરી ભારતીય નાગરિકોની માનવતાને આમ તો કોઈ પુરાવાની જરૂર નથી અને જ્યારે પણ જ્યાં પણ જરૂર પડે ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી નાગરિકો વિદેશી નાગરિકોની મદદ કરતાં રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે. જ્યાં બેઇજિંગ એરપોર્ટ પર ફસાયેલા કેટલાંક નેપાળી યુવાનોને અમદાવાદના કેટલાંક સેવાભાવી લોકોએ મદદ કરીને માનવતાનું નવું ઉદાહરણ સાબિત કર્યું છે.વાત જાણે એમ છે કે, બેઇજિંગ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયેલા કેટલાંક નેપાળી યુવકોની વહારે ગુજરાતી નાગરિકો આવ્યા હતા. નેપાળી યુવકોએ જાપાન જવાનું હતું. પરંતુ કોઈ કારણોને લીધે તેઓ એરપોર્ટ પર સમય ન પહોંચી શક્યા. જાપાન જવા બેઇજિંગ એરપોર્ટ પર મોડા પહોંચેલા નેપાળના વિદ્યાર્થીઓ ફ્લાઈટ ચૂકી જતા મુશ્કેલીમાં મુકાયા હતા. જાપાન જવા માટે નેપાળી યુવકોને 48 કલાક પછીની ફ્લાઇટ મળી હતી. જોકે, 48 કલાક પછીની અન્ય ફલાઇટની રાહ જોતા નેપાળી વિદ્યાર્થીઓ માટે ખાવા માટે નાણાં ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. તો, મુશ્કેલીમાં મુકાયેલા નેપાળી વિદ્યાર્થીઓની વહારે ગુજરાતીઓ આવ્યા હતા. અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજી હુમ્બલ અને અમદાવાદના અગ્રણીઓ નેપાળી યુવકોની મદદ માટે આગળ આવ્યા હતા. એરપોર્ટ પર નેપાળી યુવકો માટે ખાવા માટે સુકો નાસ્તો અને એરપોર્ટ પર સમય વિતાવવા વિદેશી ચલણ આપી નેપાળી વિદ્યાર્થીઓની મદદ કરી હતી. તો બીજી બાજુ 48 કલાકનો સમય પસાર કરીને જાપાન પહોંચેલા નેપાળી વિદ્યાર્થીઓએ ભારતીયોની પ્રશંસા કરતાં ભારોભાર વખાણ કરતાં આભાર માન્યો હતો. આમ ફરી એકવાર, વિદેશમાં ભારતીયઓની ઉદારદીલી જોઈ નેપાળીઓએ ભારતીયોના ભરપૂર વખાણ કર્યા હતા.

Humanity: ચીનમાં ફસાયેલા નેપાળી યુવાનોની મદદે આવ્યા ગુજરાતીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાપાન જતાં બેઇજિંગ એરપોર્ટ પર ફ્લાઇટ ચૂક્યા નેપાળી યુવકો
  • અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન સહિત અમદાવાદીઓ મદદે આવ્યા
  • નેપાળી યુવકોની મદદ કરતાં જમવાનું અને રોકડની વ્યવસ્થા કરી

ભારતીય નાગરિકોની માનવતાને આમ તો કોઈ પુરાવાની જરૂર નથી અને જ્યારે પણ જ્યાં પણ જરૂર પડે ત્યારે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી નાગરિકો વિદેશી નાગરિકોની મદદ કરતાં રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો ચીનથી સામે આવ્યો છે. જ્યાં બેઇજિંગ એરપોર્ટ પર ફસાયેલા કેટલાંક નેપાળી યુવાનોને અમદાવાદના કેટલાંક સેવાભાવી લોકોએ મદદ કરીને માનવતાનું નવું ઉદાહરણ સાબિત કર્યું છે.


વાત જાણે એમ છે કે, બેઇજિંગ એરપોર્ટ પર મુશ્કેલીમાં મુકાયેલા કેટલાંક નેપાળી યુવકોની વહારે ગુજરાતી નાગરિકો આવ્યા હતા. નેપાળી યુવકોએ જાપાન જવાનું હતું. પરંતુ કોઈ કારણોને લીધે તેઓ એરપોર્ટ પર સમય ન પહોંચી શક્યા. જાપાન જવા બેઇજિંગ એરપોર્ટ પર મોડા પહોંચેલા નેપાળના વિદ્યાર્થીઓ ફ્લાઈટ ચૂકી જતા મુશ્કેલીમાં મુકાયા હતા.


જાપાન જવા માટે નેપાળી યુવકોને 48 કલાક પછીની ફ્લાઇટ મળી હતી. જોકે, 48 કલાક પછીની અન્ય ફલાઇટની રાહ જોતા નેપાળી વિદ્યાર્થીઓ માટે ખાવા માટે નાણાં ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. તો, મુશ્કેલીમાં મુકાયેલા નેપાળી વિદ્યાર્થીઓની વહારે ગુજરાતીઓ આવ્યા હતા. અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજી હુમ્બલ અને અમદાવાદના અગ્રણીઓ નેપાળી યુવકોની મદદ માટે આગળ આવ્યા હતા.


એરપોર્ટ પર નેપાળી યુવકો માટે ખાવા માટે સુકો નાસ્તો અને એરપોર્ટ પર સમય વિતાવવા વિદેશી ચલણ આપી નેપાળી વિદ્યાર્થીઓની મદદ કરી હતી. તો બીજી બાજુ 48 કલાકનો સમય પસાર કરીને જાપાન પહોંચેલા નેપાળી વિદ્યાર્થીઓએ ભારતીયોની પ્રશંસા કરતાં ભારોભાર વખાણ કરતાં આભાર માન્યો હતો. આમ ફરી એકવાર, વિદેશમાં ભારતીયઓની ઉદારદીલી જોઈ નેપાળીઓએ ભારતીયોના ભરપૂર વખાણ કર્યા હતા.