Surat Sandesh Impact: જનસેવા કેન્દ્રના એજન્ટ સામે ગુનો દાખલ કરવા આદેશ

સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસરજનસેવા કેન્દ્ર પર એજન્ટ રાજનો હતો અહેવાલ એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારનો આદેશ સુરતમાં સંદેશ ન્યૂઝન અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરતના જનસેવા કેન્દ્ર ખાતે ચાલી રહેલ એજન્ટ રાજને લઈને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે ઉમરેઠ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ઉમરેઠ મામલતદાર દ્વારા એજન્ટ પર ગુનો દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરત જનસેવા કેન્દ્ર ખાતે દલાલો અને એજન્ટો દ્વારા 1500 રૂપિયા લઈને અવાકનો દાખલો હાથમાં આપતા હતા. એક તરફ જ્યાં ઘણા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે અને આવકનો દાખલો મેળવતા હોય છે તો ઘણા લોકોને તો બે ત્રણ દિવસ ધક્કા ખાધે પણ આવકનો દાખલો મળતો નથી હોતો. તેવામાં એજન્ટ રાજમાં કેટલાંક લેભાગુ દલાલો રૂપિયા લઈને બિન્દાસ આવકના દાખલ આપવામાં આવે છે. તો સમગ્ર મામલે હવે મામલતદાર દ્વારા પત્ર લખીને કાર્યવાહી કરવાના અને આવા એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

Surat Sandesh Impact: જનસેવા કેન્દ્રના એજન્ટ સામે ગુનો દાખલ કરવા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર
  • જનસેવા કેન્દ્ર પર એજન્ટ રાજનો હતો અહેવાલ
  • એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારનો આદેશ

સુરતમાં સંદેશ ન્યૂઝન અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરતના જનસેવા કેન્દ્ર ખાતે ચાલી રહેલ એજન્ટ રાજને લઈને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેને લઈને હવે ઉમરેઠ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉમરેઠ મામલતદાર દ્વારા એજન્ટ પર ગુનો દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરત જનસેવા કેન્દ્ર ખાતે દલાલો અને એજન્ટો દ્વારા 1500 રૂપિયા લઈને અવાકનો દાખલો હાથમાં આપતા હતા.


એક તરફ જ્યાં ઘણા લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે અને આવકનો દાખલો મેળવતા હોય છે તો ઘણા લોકોને તો બે ત્રણ દિવસ ધક્કા ખાધે પણ આવકનો દાખલો મળતો નથી હોતો. તેવામાં એજન્ટ રાજમાં કેટલાંક લેભાગુ દલાલો રૂપિયા લઈને બિન્દાસ આવકના દાખલ આપવામાં આવે છે. તો સમગ્ર મામલે હવે મામલતદાર દ્વારા પત્ર લખીને કાર્યવાહી કરવાના અને આવા એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે.