Gandhinagar :ફાયરની NOCમાં નવા નિયમો આવશે રિન્યૂઅલની જવાબદારી ચીફની રહેશે

ગેમિંગઝોન, એમ્યુઝમેન્ટ પાર્કના રૂલ્સ બાદ હવે ફાયર તંત્રનો વારોસ્ટેટ ફાયર ડાયરેક્ટોરેટમાં સત્તાધિકારોને લઈને વ્યાપક ફેરફારની તૈયારી પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની મનોરંજન પ્રવૃતિઓ માટે 7 સત્તાધિકારીની મંજૂરી, ના વાંધા પ્રમાણપત્રો- NOC, ચકાસણી સંદર્ભે ગૃહ વિભાગે 62 પાનાના ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કરીને નાગરીકોના અભિપ્રાય માટે રજૂ કર્યા છે. હવે ફાયર તંત્રમાં પણ ઘડમૂળથી વ્યવસ્થા અને નિયમોના બદલાવ તરફ સરકાર આગળ વધી રહી છે. હાલમાં જે પ્રકારે ફાયર NOC અને રિન્યૂઅલમાં છટકબારીઓ છે તેના પુરવા સઘળી જવાબદારી ચીફ ફાયર ઓફિસરને સોંપવા સરકાર કાયદા અને નિયમોમાં ફેરફારની તૈયારી શરૂ થઈ છે. વર્તમાનમાં કોઈ વેપારી કે રહેણાંકના એકમ સહિતના તમામ અરજદારોને ફાયર તંત્રની પ્રથમ મંજૂરી અર્થાત NOC સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને અધિકાર છે. એટલે કે, પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે. પરંતુ એ જ NOC જ્યારે રિન્યૂઅલને તબક્કે આવે ત્યારે આ પ્રક્રિયા અને સત્તાધિકાર ચીફ ફાયર ઓફિસરને બદલે ખાનગી ફાયર ઓફિસરોને તબદિલ કરાયા છે ! પ્રાપ્ત માહિતી મુજબ ગતવર્ષે ડાયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્સન્સ સર્વિસ તરફથી પ્રાઈવેટ એજન્સીને નિયુક્ત કરીને 250 જેટલા ખાનગી ફાયર ઓફિસરો મારફતે NOC રિન્યૂઅલની પ્રક્રિયાને અનુસરવામા આવે છે. જેનાથી ખરેખર મિલકત ચકાસણી થાય છે કે કેમ ? તેને લઈને સવાલો તો ઉભા થયા જ છે પરંતુ, રિન્યૂઅલ NOC પછી પણ આગ લાગવાના બનાવમાં અગ્નિશમન સાધનોનો ઉપયોગ ન થાય કે પછી આવા ઉપકરણોનું ન હોવુ કે વપરાશ યોગ્ય ન હોવુ તેવા તબક્કે જવાબદેહીને મુદ્દે દોષનો ટોપલો પ્રાઈવેટ એજન્સીની ઉપર થોપીને ડાયરેક્ટોરેટ ભર્યા તળાવમાથી કોરૂ નિકળી શકે છે. એથી, આ વ્યવસ્થા જ ચીફ ઓફિસરના તાબા હેઠળ મુજબ પ્રસ્તાવ હોવાનું જાણવા મળ્યુ છે.

Gandhinagar :ફાયરની NOCમાં નવા નિયમો આવશે રિન્યૂઅલની જવાબદારી ચીફની રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગેમિંગઝોન, એમ્યુઝમેન્ટ પાર્કના રૂલ્સ બાદ હવે ફાયર તંત્રનો વારો
  • સ્ટેટ ફાયર ડાયરેક્ટોરેટમાં સત્તાધિકારોને લઈને વ્યાપક ફેરફારની તૈયારી
  • પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે

ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની મનોરંજન પ્રવૃતિઓ માટે 7 સત્તાધિકારીની મંજૂરી, ના વાંધા પ્રમાણપત્રો- NOC, ચકાસણી સંદર્ભે ગૃહ વિભાગે 62 પાનાના ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કરીને નાગરીકોના અભિપ્રાય માટે રજૂ કર્યા છે.

હવે ફાયર તંત્રમાં પણ ઘડમૂળથી વ્યવસ્થા અને નિયમોના બદલાવ તરફ સરકાર આગળ વધી રહી છે. હાલમાં જે પ્રકારે ફાયર NOC અને રિન્યૂઅલમાં છટકબારીઓ છે તેના પુરવા સઘળી જવાબદારી ચીફ ફાયર ઓફિસરને સોંપવા સરકાર કાયદા અને નિયમોમાં ફેરફારની તૈયારી શરૂ થઈ છે.

વર્તમાનમાં કોઈ વેપારી કે રહેણાંકના એકમ સહિતના તમામ અરજદારોને ફાયર તંત્રની પ્રથમ મંજૂરી અર્થાત NOC સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને અધિકાર છે. એટલે કે, પ્રથમ નવી NOC આપવી, નકારવા કે પૂર્તતાનો નિર્ણય ચીફ ફાયર ઓફિસર દ્વારા થાય છે. પરંતુ એ જ NOC જ્યારે રિન્યૂઅલને તબક્કે આવે ત્યારે આ પ્રક્રિયા અને સત્તાધિકાર ચીફ ફાયર ઓફિસરને બદલે ખાનગી ફાયર ઓફિસરોને તબદિલ કરાયા છે ! પ્રાપ્ત માહિતી મુજબ ગતવર્ષે ડાયરેક્ટોરેટ ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્સન્સ સર્વિસ તરફથી પ્રાઈવેટ એજન્સીને નિયુક્ત કરીને 250 જેટલા ખાનગી ફાયર ઓફિસરો મારફતે NOC રિન્યૂઅલની પ્રક્રિયાને અનુસરવામા આવે છે. જેનાથી ખરેખર મિલકત ચકાસણી થાય છે કે કેમ ? તેને લઈને સવાલો તો ઉભા થયા જ છે પરંતુ, રિન્યૂઅલ NOC પછી પણ આગ લાગવાના બનાવમાં અગ્નિશમન સાધનોનો ઉપયોગ ન થાય કે પછી આવા ઉપકરણોનું ન હોવુ કે વપરાશ યોગ્ય ન હોવુ તેવા તબક્કે જવાબદેહીને મુદ્દે દોષનો ટોપલો પ્રાઈવેટ એજન્સીની ઉપર થોપીને ડાયરેક્ટોરેટ ભર્યા તળાવમાથી કોરૂ નિકળી શકે છે. એથી, આ વ્યવસ્થા જ ચીફ ઓફિસરના તાબા હેઠળ મુજબ પ્રસ્તાવ હોવાનું જાણવા મળ્યુ છે.