Dahod: દાહોદ પાલિકાના 25 સભ્યોની ભાજપ પ્રમુખ સમક્ષ સુનાવણી પૂર્ણ

પ્રમુખના વિરોધમાં સહેલગાહે ગયેલા સેવકો વતન પરતતમામ સભ્યોની પાર્ટી લાઈનમાં રહી પ્રમુખ હટાવો એક જ માંગ ત્યાર બાદ તે પૈકી કેટલાક સભ્યોનું પ્રતિનિધિ મંડળ દાહોદ આવ્યુ હતુ દાહોદ નગર પાલિકામાં હાલ સત્તાની સાઠમારી ચાલી રહી છે.ત્યારે સહેલગાહે ઉપડી ગયેલા 25 જેટલા સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને પ્રમુખના વિરોધમાં રુબરુ રજૂઆતો કરી હતી.હવે આગળની કાર્યવાહી હવે વેગ પકડશે તેમ લાગી રહ્યુ છે. દાહોદ નગર પાલિકા પ્રમુખ સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચુંટાયેલા 25 જેટલા મહિલાઓ સહિતના નગર સેવકો પ્રમુખને બદલવા માટે એકતા બતાવવા સહેલગાહે ઉપડી ગયા હતા.ત્યાર બાદ તે પૈકી કેટલાક સભ્યોનું પ્રતિનિધિ મંડળ દાહોદ આવ્યુ હતુ અને 25 સભ્યોની સહી સાથેનું દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારને સંબોધતુ એક રજૂઆત પત્ર જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓને નકલ રવાના કરી હતી.આમ નિયત ફેરમમાં રજૂઆત આવતા ભારતીય જનતા પક્ષનું મોવડી મંડળ હરકતમાં આવ્યુ છે.જેમા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે તારીખ 13 જૂનના રોજ પાલિકાના દરેક સભ્યોને રુબરુ સાંભળયા હતા. સહેલગાહે ઉપડી ગયેલા તમામ સહિત જેઓએ સહી કરી છે તેવા સભ્યો સાથે વન ટુ વન ચર્ચા કરી હતી.દરેક સભ્યએ એકલા મા જ રજૂઆત કરી હતી.ત્યાર બાદ જિલ્લા ભાજપ પ્રમુખે સંગઠનના શહેર જાજપ પ્રભારી,શહેર પ્રમુખ અને મહામંત્રીઓના અભિપ્રાય પણ લીધા હતા.આ સમયે જિલ્લા પ્રમુખે અને ભાજપાના મહામંત્રી તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે પણ આ બાબતે પરામર્શ કર્યો હતો.તમામ સભ્યોએ નગર પાલિકા પ્રમુખને હટાવવા માંગ કરી હોવાની ગંભીર રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે.હવે મોવડી મંડળ સમક્ષ આ અહેવાલ મોકલવામા આવશે અથવા તો નિયત ફેરમમા ચર્ચા કરવામા આવશે અને ત્યાર પછી નિર્ણય કરવામા આવશે તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે ઘડો ઉતરશે કે ગાગર તે જોવુ જ રહ્યુ પરંતુ સહેલગાહે જઈને પરત આવેલા સભ્યોભાજપાના વિરોધમાં હાલ કોઈ પગલું ભરવા લગીરે તૈયાર નથી પરંતુ કોઈ પણ સંજોગોમાં પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એટલા જ કટિબધ્ધ હોવાની માહિતી પણ મળી છે. પાલિકા પ્રમુખ સહિતની સુનાવણી બાકી પાલિકા પ્રમુખ નિરજ દેસાઈ અને તેમની સાથે દસ જેટલા સભ્યો ગાંધીનગર મુકામે રાજ્ય સરકાર દ્રારા ચેક વિતરણના કાર્યક્રમમાં ગયા હતા.જેથી તેઓ આ સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહી શક્યા ન હતા.હવે પછી તેઓને સમય આપવામાં આવશે અને તેઓને પણ સાંભળવામા આવશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે.

Dahod: દાહોદ પાલિકાના 25 સભ્યોની ભાજપ પ્રમુખ સમક્ષ સુનાવણી પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પ્રમુખના વિરોધમાં સહેલગાહે ગયેલા સેવકો વતન પરત
  • તમામ સભ્યોની પાર્ટી લાઈનમાં રહી પ્રમુખ હટાવો એક જ માંગ
  • ત્યાર બાદ તે પૈકી કેટલાક સભ્યોનું પ્રતિનિધિ મંડળ દાહોદ આવ્યુ હતુ

દાહોદ નગર પાલિકામાં હાલ સત્તાની સાઠમારી ચાલી રહી છે.ત્યારે સહેલગાહે ઉપડી ગયેલા 25 જેટલા સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને પ્રમુખના વિરોધમાં રુબરુ રજૂઆતો કરી હતી.હવે આગળની કાર્યવાહી હવે વેગ પકડશે તેમ લાગી રહ્યુ છે.

દાહોદ નગર પાલિકા પ્રમુખ સામે વિરોધ વંટોળ ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચુંટાયેલા 25 જેટલા મહિલાઓ સહિતના નગર સેવકો પ્રમુખને બદલવા માટે એકતા બતાવવા સહેલગાહે ઉપડી ગયા હતા.ત્યાર બાદ તે પૈકી કેટલાક સભ્યોનું પ્રતિનિધિ મંડળ દાહોદ આવ્યુ હતુ અને 25 સભ્યોની સહી સાથેનું દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારને સંબોધતુ એક રજૂઆત પત્ર જિલ્લા પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓને નકલ રવાના કરી હતી.આમ નિયત ફેરમમાં રજૂઆત આવતા ભારતીય જનતા પક્ષનું મોવડી મંડળ હરકતમાં આવ્યુ છે.જેમા જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે તારીખ 13 જૂનના રોજ પાલિકાના દરેક સભ્યોને રુબરુ સાંભળયા હતા. સહેલગાહે ઉપડી ગયેલા તમામ સહિત જેઓએ સહી કરી છે તેવા સભ્યો સાથે વન ટુ વન ચર્ચા કરી હતી.દરેક સભ્યએ એકલા મા જ રજૂઆત કરી હતી.ત્યાર બાદ જિલ્લા ભાજપ પ્રમુખે સંગઠનના શહેર જાજપ પ્રભારી,શહેર પ્રમુખ અને મહામંત્રીઓના અભિપ્રાય પણ લીધા હતા.આ સમયે જિલ્લા પ્રમુખે અને ભાજપાના મહામંત્રી તેમજ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાથે પણ આ બાબતે પરામર્શ કર્યો હતો.તમામ સભ્યોએ નગર પાલિકા પ્રમુખને હટાવવા માંગ કરી હોવાની ગંભીર રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યુ છે.હવે મોવડી મંડળ સમક્ષ આ અહેવાલ મોકલવામા આવશે અથવા તો નિયત ફેરમમા ચર્ચા કરવામા આવશે અને ત્યાર પછી નિર્ણય કરવામા આવશે તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવે ઘડો ઉતરશે કે ગાગર તે જોવુ જ રહ્યુ પરંતુ સહેલગાહે જઈને પરત આવેલા સભ્યોભાજપાના વિરોધમાં હાલ કોઈ પગલું ભરવા લગીરે તૈયાર નથી પરંતુ કોઈ પણ સંજોગોમાં પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એટલા જ કટિબધ્ધ હોવાની માહિતી પણ મળી છે.

પાલિકા પ્રમુખ સહિતની સુનાવણી બાકી

પાલિકા પ્રમુખ નિરજ દેસાઈ અને તેમની સાથે દસ જેટલા સભ્યો ગાંધીનગર મુકામે રાજ્ય સરકાર દ્રારા ચેક વિતરણના કાર્યક્રમમાં ગયા હતા.જેથી તેઓ આ સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહી શક્યા ન હતા.હવે પછી તેઓને સમય આપવામાં આવશે અને તેઓને પણ સાંભળવામા આવશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે.