Kalol: નર્મદા કેનાલમાં ઝંપલાવનાર હાલોલના યુવાનનો મૃતદેહ કણેટિયા પાસેથી મળ્યો

દારૂ નહીં પીવુ , તો નહીં જીવી શકું : આપઘાત કર્યોનર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં તરુણ પાટીલને ગરકાવ થતા જોઈ લોકો બૂમાબૂમ કરી મૂકી હતી હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા તાબડતોડ બોટ મારફ્તે નર્મદા કેનાલમાં ઉતર્યા હતા પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા દારૂ પીવું નહીં તો જીવી નહીં શકું. તેમ કહી હાલોલ ખાતે ઘરેથી નીકળી જઈ ખાખરીયા નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરનાર હાલોલના યુવાનનો મૃતદેહ ગુરૂવારે ત્રીજા દિવસે કાલોલ તાલુકાના કણેટીયા નજીક કેનાલમાંથી મળ્યો હતો. હાલોલના ગોધરા રોડ પર શિવાલય સોસાયટીમાં રહેતા મૂળ રહેવાસી સારવે તા. શિદખેડા જી.ધૂળિયા મહારાષ્ટ્રના 46 વર્ષીય તરુણ કાશીરામ પાટીલને દારૂ પીવાની ટેવ હોય પરિવાર જવાનો તેઓને અવારનવાર દારૂ પીવાની ના પાડતા હતા. જેમાં તરુણ પાટીલ કહેતા હતા કે હવે હું દારૂ નહીં પીવું તો જીવી શકું તેમ નથી. તેમ કહી ગત તારીખ 11/6 મંગળવારે બપોરે 2:30 થી 3:00 વાગ્યાના સુમારે હાલોલ-સાવલી રોડ પર ખાખરીયા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખાતે પહોંચી કેનાલના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું. નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં તરુણ પાટીલને ગરકાવ થતા જોઈ લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. આ અગેની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા તાબડતોડ બોટ મારફ્તે નર્મદા કેનાલમાં ઉતર્યા હતા. નર્મદા કેનાલના વહેતા પાણીમાં તરુણ પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ગઇકાલે બુધવારે વહેલી સવારે 8 વાગ્યાથી ફરી એકવાર નર્મદા કેનાલના વહેતા પાણીમાં તરુણ પાટીલના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજે અંધારું થતા સુધી તરુણ પાટીલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજે ગુરુવારે પુનઃ શોધખોળ શરૂ કરતા સવારે 9:00 વાગ્યાના સુમારે કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરુણ પાટીલનો મૃતદેહ પાણીમાં ફૂલીને પાણીની સપાટી પર તરતો જોવા મળતા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો.

Kalol: નર્મદા કેનાલમાં ઝંપલાવનાર હાલોલના યુવાનનો મૃતદેહ કણેટિયા પાસેથી મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દારૂ નહીં પીવુ , તો નહીં જીવી શકું : આપઘાત કર્યો
  • નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં તરુણ પાટીલને ગરકાવ થતા જોઈ લોકો બૂમાબૂમ કરી મૂકી હતી
  • હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા તાબડતોડ બોટ મારફ્તે નર્મદા કેનાલમાં ઉતર્યા હતા

પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા દારૂ પીવું નહીં તો જીવી નહીં શકું. તેમ કહી હાલોલ ખાતે ઘરેથી નીકળી જઈ ખાખરીયા નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરનાર હાલોલના યુવાનનો મૃતદેહ ગુરૂવારે ત્રીજા દિવસે કાલોલ તાલુકાના કણેટીયા નજીક કેનાલમાંથી મળ્યો હતો.

હાલોલના ગોધરા રોડ પર શિવાલય સોસાયટીમાં રહેતા મૂળ રહેવાસી સારવે તા. શિદખેડા જી.ધૂળિયા મહારાષ્ટ્રના 46 વર્ષીય તરુણ કાશીરામ પાટીલને દારૂ પીવાની ટેવ હોય પરિવાર જવાનો તેઓને અવારનવાર દારૂ પીવાની ના પાડતા હતા. જેમાં તરુણ પાટીલ કહેતા હતા કે હવે હું દારૂ નહીં પીવું તો જીવી શકું તેમ નથી. તેમ કહી ગત તારીખ 11/6 મંગળવારે બપોરે 2:30 થી 3:00 વાગ્યાના સુમારે હાલોલ-સાવલી રોડ પર ખાખરીયા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખાતે પહોંચી કેનાલના વહેતા પાણીમાં ઝંપલાવ્યું હતું. નર્મદા કેનાલના ઊંડા વહેતા પાણીમાં તરુણ પાટીલને ગરકાવ થતા જોઈ લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. આ અગેની જાણ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરતા તાબડતોડ બોટ મારફ્તે નર્મદા કેનાલમાં ઉતર્યા હતા. નર્મદા કેનાલના વહેતા પાણીમાં તરુણ પાટીલની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. ગઇકાલે બુધવારે વહેલી સવારે 8 વાગ્યાથી ફરી એકવાર નર્મદા કેનાલના વહેતા પાણીમાં તરુણ પાટીલના મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજે અંધારું થતા સુધી તરુણ પાટીલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આજે ગુરુવારે પુનઃ શોધખોળ શરૂ કરતા સવારે 9:00 વાગ્યાના સુમારે કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં તરુણ પાટીલનો મૃતદેહ પાણીમાં ફૂલીને પાણીની સપાટી પર તરતો જોવા મળતા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યો હતો.