Godhra: નવ મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતી 39 શાળોમાં ફાયર NOC ઉપલબ્ધ

પંચમહાલની શાળાઓમાં સલામતી અને તકેદારી અંગેનું સર્વેક્ષણનવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી ઘોઘંબાની શાળામાં શિક્ષણાધિકારી ટીમે તપાસ હાથ ધરી હતી પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી.સરકારની વિદ્યાર્થીઓની સલામતી માટે તકેદારીના પગલાં અને ફાયર સિસ્ટમ અંગે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-2 ના કર્મચારીઓની 13 ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે ફાયર સિસ્ટમ ની જોગવાઈ મુજબની પંચમહાલ જિલ્લામાં કુલ 39 શાળાઓ છે જે પૈકી હાલ એક શાળાની રિન્યુઅલ પ્રક્રિયામાં છે જયારે અન્ય એક શાળા જે પ્રાયોજના વિભાગ હેઠળ છે આમ તમામ શાળાઓ ફાયર એનઓસી ધરાવતી હોવાનું શિક્ષણાધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં શૈક્ષિણક સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં વેકેશન બાદ વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળા સંકુલ ગુંજી ઉઠયા હતા. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી પણ જોવા મળી હતી. તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલે દ્વારા શાળા સંચાલકોને જરૂરી સૂચના આપી જોગવાઈ મુજબ ફાયર એનઓસી અથવા સેલ્ફ્ ડેક્લેરેશન કરવા જણાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં સરકારની જોગવાઈ મુજબ નવ મીટર થી ઊંચાઈ ધરાવતી શાળાઓ પૈકી તમામ શાળાઓ પાસે ફાયરની એનઓસી ઉપલબ્ધ છે. કુલ 39 શાળાઓ પૈકી એક શાળાની ફાયરએનઓસી પ્રક્રિયા રીન્યુઅલ પ્રોસિઝર માં છે. ઉપરાંત એક શાળા પ્રાયોજના યોજના અંતર્ગત કાર્યરત હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત સેલ્ફ્ ડેકલેરેશન વાળી શાળાઓના સંચાલકોને પણ જરૂરી સૂચના આપી રીન્યુઅલ સહિતની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અને તકેદારીના પગલાં સાથે સાથે ફાયર સિસ્ટમ અંગેની જાણકારી માટેના સર્વેક્ષણ માટે 13 ટીમની રચના કરવામાં આવી હતી. વર્ગ-2 ના અધિકારી ની અધ્યક્ષતા માં જિલ્લાની તમામ શાળામાં સરકારની ગાઇડ લાઈન મુજબસર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને જેનો રિપોર્ટ સરકારના શિક્ષણ વિભાગમાં સબમિટ પણ કરવામાં આવ્યો છે.

Godhra: નવ મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતી 39 શાળોમાં ફાયર NOC ઉપલબ્ધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પંચમહાલની શાળાઓમાં સલામતી અને તકેદારી અંગેનું સર્વેક્ષણ
  • નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી
  • ઘોઘંબાની શાળામાં શિક્ષણાધિકારી ટીમે તપાસ હાથ ધરી હતી

પંચમહાલ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી જોવા મળી હતી.સરકારની વિદ્યાર્થીઓની સલામતી માટે તકેદારીના પગલાં અને ફાયર સિસ્ટમ અંગે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ પંચમહાલ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ-2 ના કર્મચારીઓની 13 ટીમ દ્વારા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે ફાયર સિસ્ટમ ની જોગવાઈ મુજબની પંચમહાલ જિલ્લામાં કુલ 39 શાળાઓ છે જે પૈકી હાલ એક શાળાની રિન્યુઅલ પ્રક્રિયામાં છે જયારે અન્ય એક શાળા જે પ્રાયોજના વિભાગ હેઠળ છે આમ તમામ શાળાઓ ફાયર એનઓસી ધરાવતી હોવાનું શિક્ષણાધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં શૈક્ષિણક સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં વેકેશન બાદ વિદ્યાર્થીઓની ચહલ પહલથી શાળા સંકુલ ગુંજી ઉઠયા હતા. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી પણ જોવા મળી હતી.

તાજેતરમાં રાજકોટ ખાતે ગેમ ઝોનમાં થયેલી દુર્ઘટના બાદ પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલે દ્વારા શાળા સંચાલકોને જરૂરી સૂચના આપી જોગવાઈ મુજબ ફાયર એનઓસી અથવા સેલ્ફ્ ડેક્લેરેશન કરવા જણાવવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લામાં સરકારની જોગવાઈ મુજબ નવ મીટર થી ઊંચાઈ ધરાવતી શાળાઓ પૈકી તમામ શાળાઓ પાસે ફાયરની એનઓસી ઉપલબ્ધ છે. કુલ 39 શાળાઓ પૈકી એક શાળાની ફાયરએનઓસી પ્રક્રિયા રીન્યુઅલ પ્રોસિઝર માં છે. ઉપરાંત એક શાળા પ્રાયોજના યોજના અંતર્ગત કાર્યરત હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત સેલ્ફ્ ડેકલેરેશન વાળી શાળાઓના સંચાલકોને પણ જરૂરી સૂચના આપી રીન્યુઅલ સહિતની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે સરકારની ગાઈડલાઈન મુજબ શાળામાં વિદ્યાર્થીઓની સલામતી અને તકેદારીના પગલાં સાથે સાથે ફાયર સિસ્ટમ અંગેની જાણકારી માટેના સર્વેક્ષણ માટે 13 ટીમની રચના કરવામાં આવી હતી. વર્ગ-2 ના અધિકારી ની અધ્યક્ષતા માં જિલ્લાની તમામ શાળામાં સરકારની ગાઇડ લાઈન મુજબસર્વેક્ષણ કરવામાં આવ્યું હતું અને જેનો રિપોર્ટ સરકારના શિક્ષણ વિભાગમાં સબમિટ પણ કરવામાં આવ્યો છે.