કોબા અને સે-21માં એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ત્રણ પકડાયા

ગાંધીનગરમાં વધતી ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિપોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યોગાંધીનગર :  આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા કોબા મહાવીર હિલ્સ પાસેથી એપ્લિકેશન ઉપર સટ્ટો રમતા બે શખ્સો અને સેક્ટર ૨૧ પોલીસે શોપિંગ સેન્ટરમાંથી એક શખ્સને ઝડપી લીધો હતો. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ઝડપી રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને બાતમી મળી હતી કે, કોબા ગામની સીમમાં કોબા સર્કલથી સવસ રોડ તરફ જતા પાંડવવાડી નજીક મહાવીર હિલ્સ પાસે બે શખ્સો જાહેરમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઇન સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને સટ્ટો રમતા જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પ્રજાપતિ રહે, સેક્ટર ૨૨ પોલીસ ચોકી પાસે અને હિત રાજેન્દ્રકુમાર પટેલ રહે મહાવીર હિલ્સ કોબાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી ૨૨ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે સેક્ટર ૨૧માં આવેલા શોપિંગ સેન્ટરમાં ગોપાલ ડેરી સામે આઈપીએલ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા દશરથ સંજયભાઈ પટેલ રહે સેક્ટર ૫ પીજી હોસ્ટેલ મૂળ રહે થરાદને ઝડપી લીધો હતો. જે સંદર્ભ તેની સામે પણ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

કોબા અને સે-21માં એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા ત્રણ પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ગાંધીનગરમાં વધતી ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિ

પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા કોબા મહાવીર હિલ્સ પાસેથી એપ્લિકેશન ઉપર સટ્ટો રમતા બે શખ્સો અને સેક્ટર ૨૧ પોલીસે શોપિંગ સેન્ટરમાંથી એક શખ્સને ઝડપી લીધો હતો. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ઝડપી રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહને બાતમી મળી હતી કે, કોબા ગામની સીમમાં કોબા સર્કલથી સવસ રોડ તરફ જતા પાંડવવાડી નજીક મહાવીર હિલ્સ પાસે બે શખ્સો જાહેરમાં મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઇન સટ્ટો રમી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને સટ્ટો રમતા જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પ્રજાપતિ રહે, સેક્ટર ૨૨ પોલીસ ચોકી પાસે અને હિત રાજેન્દ્રકુમાર પટેલ રહે મહાવીર હિલ્સ કોબાને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી ૨૨ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે સેક્ટર ૨૧માં આવેલા શોપિંગ સેન્ટરમાં ગોપાલ ડેરી સામે આઈપીએલ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા દશરથ સંજયભાઈ પટેલ રહે સેક્ટર ૫ પીજી હોસ્ટેલ મૂળ રહે થરાદને ઝડપી લીધો હતો. જે સંદર્ભ તેની સામે પણ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.