Suratમાં માટી ધસી પડતા એક શ્રમિકનું મોત,બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

સુરતના સરથાણા અને ગઢપુરા રોડ પર બન્યો બનાવ ત્રણ લોકો માટી નીચે દબાઈ ગયા હતા સરથાણા પોલીસે વધુ તપાસ હાથધરી સુરતના સરથાણા-ગઢપુરા રોડ પર બાંધકામની સાઈટ પર અચાનક માટીની ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દબાયા હતા,જેમાં એક શ્રમિકનુ મોત થયુ હતુ,તો બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથધરી હતી,તો સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો વધુ તપાસ હાથધરી હતી. ગઈકાલે ગાંધીનગરમાં એક મજૂરનું મોત ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બોસ્કી સન લાઈટ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ગઈકાલે સાંજના સમયે ભોંયરું બનાવવા માટે ખોદવામાં આવેલી માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાઈ ગયા હતા. આ બનાવના પગલે બંને ઈજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્રણ દિવસ પહેલા કડીમાં મજૂરનુ મોત કડી તાલુકાના નંદાસણ પાસે હાઇવે ઉપર આવેલ ઉમા નગર ગામની સીમા એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પાછળ આવેલ કોલોનીના ગંદા પાણીના ખાડામાં પગ લપસી પડતા એક પરપ્રાંતી યુવકનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ નંદાસણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલી હતી. 4 મહિના પહેલા અમદાવાદમાં પણ બની આવી જ ઘટના મણિનગરમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ તે પહેલા જ સ્થાનિકોએ એક મજૂરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા,બાદમાં ફાયરબ્રિગેડની ટીમે ત્રણ મજૂરોને બહાર કાઢી એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતુ.

Suratમાં માટી ધસી પડતા એક શ્રમિકનું મોત,બે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતના સરથાણા અને ગઢપુરા રોડ પર બન્યો બનાવ
  • ત્રણ લોકો માટી નીચે દબાઈ ગયા હતા
  • સરથાણા પોલીસે વધુ તપાસ હાથધરી

સુરતના સરથાણા-ગઢપુરા રોડ પર બાંધકામની સાઈટ પર અચાનક માટીની ભેખડ ધસી પડતા 3 શ્રમિકો દબાયા હતા,જેમાં એક શ્રમિકનુ મોત થયુ હતુ,તો બે શ્રમિકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથધરી હતી,તો સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો વધુ તપાસ હાથધરી હતી.

ગઈકાલે ગાંધીનગરમાં એક મજૂરનું મોત

ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી બોસ્કી સન લાઈટ કન્સ્ટ્રક્શન સાઇટ ખાતે ગઈકાલે સાંજના સમયે ભોંયરું બનાવવા માટે ખોદવામાં આવેલી માટીની ભેખડ ધરાશાયી થઈ જતાં બે મજૂરો દટાઈ ગયા હતા. આ બનાવના પગલે બંને ઈજાગ્રસ્ત મજૂરોને ગાંધીનગર સિવિલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મજૂરનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


ત્રણ દિવસ પહેલા કડીમાં મજૂરનુ મોત

કડી તાલુકાના નંદાસણ પાસે હાઇવે ઉપર આવેલ ઉમા નગર ગામની સીમા એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પાછળ આવેલ કોલોનીના ગંદા પાણીના ખાડામાં પગ લપસી પડતા એક પરપ્રાંતી યુવકનું કરુણ મોત થયું હતું. ઘટનાને લઇ નંદાસણ પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને યુવકની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલી હતી.


4 મહિના પહેલા અમદાવાદમાં પણ બની આવી જ ઘટના

મણિનગરમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરો દટાયા હતા. બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, પરંતુ તે પહેલા જ સ્થાનિકોએ એક મજૂરને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા,બાદમાં ફાયરબ્રિગેડની ટીમે ત્રણ મજૂરોને બહાર કાઢી એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત અને ત્રણની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતુ.