ધ્રાંગધ્રાની હોટેલના માલિકના જમાઈ સાથે પૈસાની લેતી દેતી મામલે લાકડાના ધોકા વડે

પૈસાની લેતીદેતી બાબતે હોટેલમાં તોડફોડ કરી રસોઈયા સહિત 3ને માર માર્યોનંબર પ્લેટ વગરની થાર કારમાં આવેલા ત્રણ મોરબીના અને 1 ધ્રાંગધ્રાના શખ્સ સામે ફરિયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી ધ્રાંગધ્રા હાઈવે પર લાજવાબ હોટેલના માલિકના જમાઈ સાથે પૈસાની લેતી-દેતી બાબતે ગત તા. 14મીએ રાત્રે નંબર પ્લેટ વગરની થાર કાર લઈને મોરબીના ત્રણ અને ધ્રાંગધ્રાનો એક શખ્સ ધસી આવ્યા હતા અને હોટલમાં તોડફોડ કરી હોટેલના રસોઈયા સહિત ત્રણને માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાના હાઉસીંગ બોર્ડમાં રહેતા 55 વર્ષીય ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ કાજેડિયા ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ લાજવાબ નોનવેજ હોટલમાં રસોઈયાનું કામ કરે છે. તેમની સાથે તેમના ર પુત્રો કરીમ અને ફારૂકભાઈ પણ કામ કરે છે. હોટેલ માલિકના જમાઈ રાજાબાબુ સાથે રૂપિયાની લેતી દેતી મામલે મોરબીના માળીયા મીયાણાના ઈસુબ કાદરભાઈ જેડા, ખીરાઈના યુનીશ સંધવાણી, મોરબીના સલીમ માણેક અને ધ્રાંગધ્રાનો અવેર મોવર તા. 14મીના રોજ રાત્રે નંબર પ્લેટ વગરની થાર કાર લઈને હોટલે આવ્યા હતા. અને હાથમાં લાકડાના ધોકા લઈને તોડફોડ શરૂ કરી હતી અને કયાં ગયો રાજાબાબુ, મારા રૂપિયા કયાં છે તેમ કહી હોટેલના રસોઈયા ઈલિયાસભાઈને માર માર્યો હતો. આ સમયે તેમનો દીકરો કરીમભાઈ વચ્ચે પડતા તેને પણ માર મરાયો હતો. જયારે હોટેલમાં જમવા આવેલા આફતાબભાઈના બહાર પડેલ બાઈકમાં તોડફોડ કરતા આફતાબભાઈ કહેવા જતા તેઓને પણ લાકડાના ધોકા ઝીંકયા હતા. આ બનાવમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રાની આયુષ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની ચારેય આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી વી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

ધ્રાંગધ્રાની હોટેલના માલિકના જમાઈ સાથે પૈસાની લેતી દેતી મામલે લાકડાના ધોકા વડે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૈસાની લેતીદેતી બાબતે હોટેલમાં તોડફોડ કરી રસોઈયા સહિત 3ને માર માર્યો
  • નંબર પ્લેટ વગરની થાર કારમાં આવેલા ત્રણ મોરબીના અને 1 ધ્રાંગધ્રાના શખ્સ સામે ફરિયાદ
  • ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરી

ધ્રાંગધ્રા હાઈવે પર લાજવાબ હોટેલના માલિકના જમાઈ સાથે પૈસાની લેતી-દેતી બાબતે ગત તા. 14મીએ રાત્રે નંબર પ્લેટ વગરની થાર કાર લઈને મોરબીના ત્રણ અને ધ્રાંગધ્રાનો એક શખ્સ ધસી આવ્યા હતા અને હોટલમાં તોડફોડ કરી હોટેલના રસોઈયા સહિત ત્રણને માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ધ્રાંગધ્રાના હાઉસીંગ બોર્ડમાં રહેતા 55 વર્ષીય ઈલીયાસભાઈ ઈસ્માઈલભાઈ કાજેડિયા ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ લાજવાબ નોનવેજ હોટલમાં રસોઈયાનું કામ કરે છે. તેમની સાથે તેમના ર પુત્રો કરીમ અને ફારૂકભાઈ પણ કામ કરે છે. હોટેલ માલિકના જમાઈ રાજાબાબુ સાથે રૂપિયાની લેતી દેતી મામલે મોરબીના માળીયા મીયાણાના ઈસુબ કાદરભાઈ જેડા, ખીરાઈના યુનીશ સંધવાણી, મોરબીના સલીમ માણેક અને ધ્રાંગધ્રાનો અવેર મોવર તા. 14મીના રોજ રાત્રે નંબર પ્લેટ વગરની થાર કાર લઈને હોટલે આવ્યા હતા. અને હાથમાં લાકડાના ધોકા લઈને તોડફોડ શરૂ કરી હતી અને કયાં ગયો રાજાબાબુ, મારા રૂપિયા કયાં છે તેમ કહી હોટેલના રસોઈયા ઈલિયાસભાઈને માર માર્યો હતો. આ સમયે તેમનો દીકરો કરીમભાઈ વચ્ચે પડતા તેને પણ માર મરાયો હતો. જયારે હોટેલમાં જમવા આવેલા આફતાબભાઈના બહાર પડેલ બાઈકમાં તોડફોડ કરતા આફતાબભાઈ કહેવા જતા તેઓને પણ લાકડાના ધોકા ઝીંકયા હતા. આ બનાવમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ધ્રાંગધ્રાની આયુષ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની ચારેય આરોપીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી વી.જી.પરમાર ચલાવી રહ્યા છે.