સુરેન્દ્રનગરની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારની જામીન અરજી નામંજૂર કરાઈ

 સગીરા સાથે જ સગાઈ થઈ ગઈ હોવા છતાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતુંમૂળી તાલુકાના ખાખરાળાનો શખ્સ ગત ફેબ્રુઆરીમાં ભગાડીને લઈ ગયો હતો બદકામ કરવાના ઈરાદે ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારની સગીર દિકરીની મૂળીના ખાખરાળા ગામના યુવાન સાથે સગાઈ કરાઈ હતી. ત્યારે સગાઈ કરી હોવા છતાં આ યુવાન સગીરાને ભગાડીને લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસમાં હાલ જેલવાસ ભોગવતા આરોપીએ કેસની ચાર્જશીટ બાદ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ગત તા. 10-2-2024ના રોજ શહેરના એક પરિવારની સગીરાને મૂળી તાલુકાના ખાખરાળા ગામનો ચીરાગ વાલાભાઈ પરમાર ભગાડીને લઈ ગયો હતો. આ સગીરાની ભગાડી જનાર યુવાન ચીરાગ પરમાર સાથે સગાઈ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવાને તેને ભગાડીને લઈ જતા સગીરાના પરિવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકે તા. 11-2-2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ અધિકારી જે.જે.જાડેજા સહિતની ટીમે ચીરાગ વાલાભાઈ પરમારને તા. 5-3-2024ના રોજ ઝડપી લીધો હતો. આ શખ્સને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે જેલવાસ ભોગવતા આરોપી ચીરાગ વાલાભાઈ પરમારે કેસની ચાર્જશીટ થયા બાદ જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીની અગાઉ થયેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. ચાર્જશીટ થવુ એ કોઈ નવુ કારણ નથી. આરોપી ભોગ બનનારને ભાવનગર અને ખાખરાળા લઈ ગયો હતો અને સીમમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આથી બીજા એડીશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ પોકસો જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી ચીરાગ વાલાભાઈ પરમારની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.

સુરેન્દ્રનગરની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારની જામીન અરજી નામંજૂર કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  સગીરા સાથે જ સગાઈ થઈ ગઈ હોવા છતાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
  • મૂળી તાલુકાના ખાખરાળાનો શખ્સ ગત ફેબ્રુઆરીમાં ભગાડીને લઈ ગયો હતો
  • બદકામ કરવાના ઈરાદે ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે

સુરેન્દ્રનગરમાં રહેતા એક પરિવારની સગીર દિકરીની મૂળીના ખાખરાળા ગામના યુવાન સાથે સગાઈ કરાઈ હતી. ત્યારે સગાઈ કરી હોવા છતાં આ યુવાન સગીરાને ભગાડીને લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યુ હતુ. આ કેસમાં હાલ જેલવાસ ભોગવતા આરોપીએ કેસની ચાર્જશીટ બાદ જામીન પર મુકત થવા કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે.

જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ભગાડી જવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ગત તા. 10-2-2024ના રોજ શહેરના એક પરિવારની સગીરાને મૂળી તાલુકાના ખાખરાળા ગામનો ચીરાગ વાલાભાઈ પરમાર ભગાડીને લઈ ગયો હતો. આ સગીરાની ભગાડી જનાર યુવાન ચીરાગ પરમાર સાથે સગાઈ પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવાને તેને ભગાડીને લઈ જતા સગીરાના પરિવારજનોએ એ ડીવીઝન પોલીસ મથકે તા. 11-2-2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ અધિકારી જે.જે.જાડેજા સહિતની ટીમે ચીરાગ વાલાભાઈ પરમારને તા. 5-3-2024ના રોજ ઝડપી લીધો હતો. આ શખ્સને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. ત્યારે જેલવાસ ભોગવતા આરોપી ચીરાગ વાલાભાઈ પરમારે કેસની ચાર્જશીટ થયા બાદ જામીન પર મુકત થવા અરજી કરી હતી. આ અરજીની સુનાવણી થતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીએ દલીલો કરતા જણાવ્યુ કે, અરજદાર આરોપીની અગાઉ થયેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. ચાર્જશીટ થવુ એ કોઈ નવુ કારણ નથી. આરોપી ભોગ બનનારને ભાવનગર અને ખાખરાળા લઈ ગયો હતો અને સીમમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આથી બીજા એડીશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ પોકસો જજ એ.આર.દેસાઈએ અરજદાર આરોપી ચીરાગ વાલાભાઈ પરમારની જામીન પર મુકત થવાની અરજી નામંજૂર કરી છે.