Ahmedabad: દુનિયાનું પહેલુ અનોખું સ્મારક બનાવવા માટે AMC પાસે મંગાઈ મંજૂરી

અમદાવાદમાં બનશે અનોખું સ્મારકCG રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા ગુજરાત યૂથ ફોરમ દ્વારા મંગાઈ મંજૂરી AMCની મંજૂરી મળશે તો દુનિયાનું પહેલું શહીદ વૃક્ષ સ્મારક બનશે અમદાવાદમાં અમદાવાદવાસીઓને હવે વધુ એક સ્મારક મળશે. શહેરમાં વધુ એક અનોખા સ્મારકનું નિર્માણ કરવામાં આવશે જેની મંજૂરી પણ માગવામાં આવી છે. શહેરના સી.જી.રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા માટે ગુજરાત યૂથ ફોરમ દ્વારા મંજૂરી માગવામાં આવી છે. દુનિયાનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક બનશે અમદાવાદમાં જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવશે તો દુનિયાનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક અમદાવાદમાં નિર્માણ પામશે. તમને જણાવી દઈએ કે સી.જી.રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા 600 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કલાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષો જરૂરી આ શહીદ વૃક્ષ સ્મારક લોકોને વૃક્ષોની શહીદી અને હત્યારાની યાદ ચિરકાલીન બનાવશે. હાલમાં તો આ સ્મારક બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં વૃક્ષો બચાવવા માટે ઘણા પ્રકારના અભિયાન ચાલી રહ્યા છે, કલાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષો બચાવવા ખુબ જ જરૂરી છે.

Ahmedabad: દુનિયાનું પહેલુ અનોખું સ્મારક બનાવવા માટે AMC પાસે મંગાઈ મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં બનશે અનોખું સ્મારક
  • CG રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા ગુજરાત યૂથ ફોરમ દ્વારા મંગાઈ મંજૂરી
  • AMCની મંજૂરી મળશે તો દુનિયાનું પહેલું શહીદ વૃક્ષ સ્મારક બનશે અમદાવાદમાં

અમદાવાદવાસીઓને હવે વધુ એક સ્મારક મળશે. શહેરમાં વધુ એક અનોખા સ્મારકનું નિર્માણ કરવામાં આવશે જેની મંજૂરી પણ માગવામાં આવી છે. શહેરના સી.જી.રોડ પર શહીદ વૃક્ષ સ્મારક બનાવવા માટે ગુજરાત યૂથ ફોરમ દ્વારા મંજૂરી માગવામાં આવી છે.

દુનિયાનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક બનશે અમદાવાદમાં

જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવશે તો દુનિયાનું પ્રથમ શહીદ વૃક્ષ સ્મારક અમદાવાદમાં નિર્માણ પામશે. તમને જણાવી દઈએ કે સી.જી.રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા 600 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કલાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષો જરૂરી

આ શહીદ વૃક્ષ સ્મારક લોકોને વૃક્ષોની શહીદી અને હત્યારાની યાદ ચિરકાલીન બનાવશે. હાલમાં તો આ સ્મારક બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં વૃક્ષો બચાવવા માટે ઘણા પ્રકારના અભિયાન ચાલી રહ્યા છે, કલાઈમેટ ચેન્જ અટકાવવા માટે વૃક્ષો બચાવવા ખુબ જ જરૂરી છે.