Gandhinagar: પાવાગઢ જૈન પ્રતિમાં ખંડિત મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું,મૂર્તિઓ ફરી સ્થાપિત કરાઈ

પાવાગઢ મંદિર પર રહેલ જૈન ધર્મની મૂર્તિઓ તોડવાની ઘટના બની : હર્ષ સંઘવી મૂર્તિઓ તે સ્થળ પર પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે : હર્ષ સંઘવી ગઈ કાલ સાંજ સુધીમાં બધી જ મૂર્તિઓ તે સ્થળ પર સ્થાપિત કરી દેવામાં આવી છે : હર્ષ સંઘવી પાવાગઢ જૈન પ્રતિમા ખંડિત કરવાના વિષય પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.પાવાગઢ મંદિર પર રહેલ જૈન ધર્મની મૂર્તિઓ તોડવાની ઘટના બની. એ સ્થળ પર જ મૂર્તિઓ તે સ્થળ પર પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે. ગઈ કાલ સાંજ સુધીમાં બધી જ મૂર્તિઓ તે સ્થળ પર સ્થાપિત કરી દેવામાં આવી છે. જૈન સમાજની જે માગણીઓ હતી તેનો પણ સરકારે સ્વીકાર કર્યો છે. સ્કૂલ વાનચાલકોની હડતાળનો અંત : હર્ષ સંઘવી આરટીઓના નિયમોને લઈ સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા હતા,તો એ ઘટનાને લઈ આજે સ્કૂલવેનના ચાલકોએ હડતાળ સમેટી છે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,સુરક્ષા-વ્યવસ્થાની કાળજી રાખવી સરકારની જવાબદારી છે,જે નિયમો છે તે નિયમોનું પાલન થાય તે જરૂરી છે તો ડ્રાઈવરોને જે વ્યવસ્થાની જરૂર હશે તે માટે સમય અપાશે અને સહકાર પણ અપાશે.સ્કૂલવાનને લઈ હડતાળ પૂર્ણ થઈ અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. RTO અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી. જૈન સમાજની જે માગણીઓ હતી તેનો પણ સરકારે સ્વીકાર કર્યો : હર્ષ સંઘવી પાવાગઢમાં જૈન મંદિરમાં ભગવાની પૌરાણિક મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી જેને લઈ જૈન સમાજ રોષે ભરાયો હતો,ત્યારે આ વાતને લઈ હર્ષ સંઘવીએ જૈન સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને નિરાકરણ લાવવા ખાતરી પણ આપી હતી,તો હર્ષ સંઘવીનું કહેવુ છે કે,મૂર્તિઓ સચવાય અને તેનું ધ્યાન રખાય તેની કાળજી લેવામાં આવશે.રાજ્ય સરકાર આ વિષય પર પગલાંઓ લેવા પણ કટિબદ્ધ છે. જૈન આગેવાનો સાથે ગઈકાલે યોજાઈ હતી બેઠક પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી હતી. કોબા ખાતે આજે સમાજનાં આગેવાનો અને હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજનાં આગેવાનો સંતુષ્ટ થયા હતા.

Gandhinagar: પાવાગઢ જૈન પ્રતિમાં ખંડિત મુદ્દે હર્ષ સંઘવીએ કહ્યું,મૂર્તિઓ ફરી સ્થાપિત કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાવાગઢ મંદિર પર રહેલ જૈન ધર્મની મૂર્તિઓ તોડવાની ઘટના બની : હર્ષ સંઘવી
  • મૂર્તિઓ તે સ્થળ પર પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે : હર્ષ સંઘવી
  • ગઈ કાલ સાંજ સુધીમાં બધી જ મૂર્તિઓ તે સ્થળ પર સ્થાપિત કરી દેવામાં આવી છે : હર્ષ સંઘવી

પાવાગઢ જૈન પ્રતિમા ખંડિત કરવાના વિષય પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.પાવાગઢ મંદિર પર રહેલ જૈન ધર્મની મૂર્તિઓ તોડવાની ઘટના બની. એ સ્થળ પર જ મૂર્તિઓ તે સ્થળ પર પુનઃ સ્થાપિત કરવામાં આવી રહી છે. ગઈ કાલ સાંજ સુધીમાં બધી જ મૂર્તિઓ તે સ્થળ પર સ્થાપિત કરી દેવામાં આવી છે. જૈન સમાજની જે માગણીઓ હતી તેનો પણ સરકારે સ્વીકાર કર્યો છે.

સ્કૂલ વાનચાલકોની હડતાળનો અંત : હર્ષ સંઘવી

આરટીઓના નિયમોને લઈ સ્કૂલ વેનના ચાલકો હડતાળ પર ઉતર્યા હતા,તો એ ઘટનાને લઈ આજે સ્કૂલવેનના ચાલકોએ હડતાળ સમેટી છે.વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,સુરક્ષા-વ્યવસ્થાની કાળજી રાખવી સરકારની જવાબદારી છે,જે નિયમો છે તે નિયમોનું પાલન થાય તે જરૂરી છે તો ડ્રાઈવરોને જે વ્યવસ્થાની જરૂર હશે તે માટે સમય અપાશે અને સહકાર પણ અપાશે.

સ્કૂલવાનને લઈ હડતાળ પૂર્ણ થઈ

અમદાવાદ RTO કચેરીમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટીફીકેટ, વાહન પાસીંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી છે. RTO અને વર્ધી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે ચર્ચાના અંતે હડતાલ પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકનો સુખદ અંત આવ્યો, RTO જે.જે પટેલ સાથેની બેઠક બાદ હડતાળ સમેટવામાં આવી.

જૈન સમાજની જે માગણીઓ હતી તેનો પણ સરકારે સ્વીકાર કર્યો : હર્ષ સંઘવી

પાવાગઢમાં જૈન મંદિરમાં ભગવાની પૌરાણિક મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી જેને લઈ જૈન સમાજ રોષે ભરાયો હતો,ત્યારે આ વાતને લઈ હર્ષ સંઘવીએ જૈન સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી અને નિરાકરણ લાવવા ખાતરી પણ આપી હતી,તો હર્ષ સંઘવીનું કહેવુ છે કે,મૂર્તિઓ સચવાય અને તેનું ધ્યાન રખાય તેની કાળજી લેવામાં આવશે.રાજ્ય સરકાર આ વિષય પર પગલાંઓ લેવા પણ કટિબદ્ધ છે.

જૈન આગેવાનો સાથે ગઈકાલે યોજાઈ હતી બેઠક

પાવાગઢ ખાતે જૈન સમાજની વર્ષો જૂની પ્રતિમાઓને તોડફોડ મામલે જૈન સમાજ દ્વારા આંદોલન શરૂ કર્યું હતું. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક બાદ જૈન સમાજ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તપાગચ્છીય પ્રવરસમિતિ દ્વારા જૈન સંઘોને સૂચના આપવામાં આવી હતી. કોબા ખાતે આજે સમાજનાં આગેવાનો અને હર્ષ સંઘવી સાથે બેઠક મળી હતી. જેમાં સરકારની હાલની કાર્યવાહીથી સમાજનાં આગેવાનો સંતુષ્ટ થયા હતા.