Radhanpur: કોણશેલા ગામે મોડી રાત્રે નીલ ગાયની હત્યા કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો

ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીગામલોકો આવી જતા અજાણ્યા ઇસમો તાબડતોબ ગાડી મૂકીને નાસી છૂટયા વન વિભાગના કર્મચારીને જાણ કરતા સ્થળ પર પહોંચીને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાધનપુરના કોણશેલા ગામે અજાણ્યા ઈસમો મોડી રાત્રે ગામની સીમમાં નીલગાયની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા ગ્રામજનો દ્વારા સીમાડામાં પહોંચતા અજાણ્યા ઇસમો અને ગ્રામજનો સામે ઘર્ષણ સર્જાયું હતું. ગ્રામજનો દ્વારા ગાડીની તોડફેડ કરાતા ગાડી અને નીલગાયનું માંસ સ્થળ પર જ મુકી અજાણ્યા ઇસમો રફુંચક્કર થયા હતા. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં નીલગાયની હત્યા કરી તેનું માંસ લઈ જનાર નરાધમો છેલ્લાં ઘણાં સમયથી બેફમ બન્યા છે. આવી જ એક ઘટના રાધનપુરના કોણસેલા ગામે બનતા ગામલોકો મુંગા જીવની હત્યા કરનાર વિરુદ્ધ ફ્ટિકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કોણશેલા, શેરગંજ ગામે મોડી રાત્રે ગામની સીમમાં અજાણ્યા ઇસમો દ્વારા નીલગાયની હત્યા કરતાં ગ્રામજનો ધ્યાને આવતા ગ્રામજનો સીમાડામાં પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા નીલગાયની હત્યા કરી માંસનું કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગ્રામજનો સ્થળ પર પહોંચતા અજાણ્યા ઇસમો કાર લઈને ભાગવાની કોશિશ કરતા ગ્રામજનો દ્વારા કારમાં તોડફેડ કરતા અજાણ્યા ઇસમો કાર મૂકીને નાસી છુટતા ગ્રામજનો દ્વારા વન વિભાગના કર્મચારીને જાણ કરતા સ્થળ પર પહોંચીને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Radhanpur: કોણશેલા ગામે મોડી રાત્રે નીલ ગાયની હત્યા કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
  • ગામલોકો આવી જતા અજાણ્યા ઇસમો તાબડતોબ ગાડી મૂકીને નાસી છૂટયા
  • વન વિભાગના કર્મચારીને જાણ કરતા સ્થળ પર પહોંચીને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રાધનપુરના કોણશેલા ગામે અજાણ્યા ઈસમો મોડી રાત્રે ગામની સીમમાં નીલગાયની હત્યા કરી હોવાનું ધ્યાને આવતા ગ્રામજનો દ્વારા સીમાડામાં પહોંચતા અજાણ્યા ઇસમો અને ગ્રામજનો સામે ઘર્ષણ સર્જાયું હતું. ગ્રામજનો દ્વારા ગાડીની તોડફેડ કરાતા ગાડી અને નીલગાયનું માંસ સ્થળ પર જ મુકી અજાણ્યા ઇસમો રફુંચક્કર થયા હતા.
રાધનપુર અને સાંતલપુર તાલુકામાં નીલગાયની હત્યા કરી તેનું માંસ લઈ જનાર નરાધમો છેલ્લાં ઘણાં સમયથી બેફમ બન્યા છે. આવી જ એક ઘટના રાધનપુરના કોણસેલા ગામે બનતા ગામલોકો મુંગા જીવની હત્યા કરનાર વિરુદ્ધ ફ્ટિકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કોણશેલા, શેરગંજ ગામે મોડી રાત્રે ગામની સીમમાં અજાણ્યા ઇસમો દ્વારા નીલગાયની હત્યા કરતાં ગ્રામજનો ધ્યાને આવતા ગ્રામજનો સીમાડામાં પહોંચ્યા હતા. જ્યાં અજાણ્યા ઇસમો દ્વારા નીલગાયની હત્યા કરી માંસનું કટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ગ્રામજનો સ્થળ પર પહોંચતા અજાણ્યા ઇસમો કાર લઈને ભાગવાની કોશિશ કરતા ગ્રામજનો દ્વારા કારમાં તોડફેડ કરતા અજાણ્યા ઇસમો કાર મૂકીને નાસી છુટતા ગ્રામજનો દ્વારા વન વિભાગના કર્મચારીને જાણ કરતા સ્થળ પર પહોંચીને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.