Gujarat Heat Wave: સરકારી આદેશોના સરકારી કચેરીઓ સામે જ ધજાગરા

સરકારી ગાઈડલાઈનનું સરકારી વિભાગમાં ઉલ્લંઘનસોલા સિવિલમાં શ્રમિકોને લઈ ગાઈડલાઈનના ધજાગરા મનપાની ગાઈડલાઈનને ઘોળીને પી જતા કોન્ટ્રાક્ટરો અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો હીટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતાં શ્રમિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને AMC દ્વારા આદેશો કરવાં આવ્યા છે. જોકે સરકારી આદેશનો સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ જ ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ સામે પરિપત્રનું ઉલ્લંઘન ગરમીના કારણે બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો પાસે કામ ન કરાવવા માટે AMC દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જોકે, AMCના પરિપત્રના AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની ઓફિસ સામે જ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. દેવાંગ દાણીની ઓફિસની સામે વસ્ત્રાપુર તળાવમાં બપોરે 3 વાગ્યે પણ મજુરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા. બપોરે કાળી મજૂરી કરતાં જોવા મળ્યા મજૂરી હાલ વસ્ત્રાપુર તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. જ્યાં, સરકાર દ્વારા આપવામાં આવેલ એડવાઇઝરીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. સરકારી તેમજ અન્ય બાંધકામ સાઇટો પર પણ બપોરના સમયગાળા દરમિયાન કામગીરી ન કરાવવા માટે એડવાઇઝરી જાહેર કરીને સમજણ આપવામાં આવી પરંતુ શું AMCની કામગીરીમાં બપોરે કામગીરી માટે પીળો પરવાનો મળી ગયો છે? સરકારના પરિપત્રનું સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન તો, અમદાવાદના સોલા ખાતે આવેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવી બની રહેલી સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં પણ ભરબપોરે મજૂરો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ ડોક્ટરો બપોરે ઘરમાં રહેવાનું સૂચન આપતા હોય છે ટો બીજી બાજુ, સરકારી હોસ્પિટલ કેમ્પસમાં જ કાળઝાળ ગરમીમાં મજૂરો કામ કરી રહ્યા છે. સોલા સીવી હોસ્પિટલના દ્રશ્યો જોઈને કહી શકાય કે સરકારના પરિપત્રનો સરકારી કેમ્પસ જ ઉઘાડેછોગ ઉલ્લંઘન થઈ રહ્યું છે. AMCની એડવાઇઝરીને કોન્ટ્રાકટરો ઘોળીને પી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે અને AMC માત્ર એડવાઇઝરી જાહેર કરીને સંતોષ માની રહી છે.

Gujarat Heat Wave: સરકારી આદેશોના સરકારી કચેરીઓ સામે જ ધજાગરા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરકારી ગાઈડલાઈનનું સરકારી વિભાગમાં ઉલ્લંઘન
  • સોલા સિવિલમાં શ્રમિકોને લઈ ગાઈડલાઈનના ધજાગરા
  • મનપાની ગાઈડલાઈનને ઘોળીને પી જતા કોન્ટ્રાક્ટરો

અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીને લઈને આગામી કેટલાંક દિવસો સુધી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. તો હીટવેવને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામ કરતાં શ્રમિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને AMC દ્વારા આદેશો કરવાં આવ્યા છે. જોકે સરકારી આદેશનો સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ જ ખુલ્લેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ સામે પરિપત્રનું ઉલ્લંઘન

ગરમીના કારણે બપોરે 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો પાસે કામ ન કરાવવા માટે AMC દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જોકે, AMCના પરિપત્રના AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીની ઓફિસ સામે જ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. દેવાંગ દાણીની ઓફિસની સામે વસ્ત્રાપુર તળાવમાં બપોરે 3 વાગ્યે પણ મજુરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી રહી હોવાના દ્રશ્યો જોવા મળ્યા.


બપોરે કાળી મજૂરી કરતાં જોવા મળ્યા મજૂરી

હાલ વસ્ત્રાપુર તળાવના બ્યુટીફીકેશનની કામગીરી ચાલી રહી છે. જ્યાં, સરકાર દ્વારા આપવામાં આવેલ એડવાઇઝરીનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. સરકારી તેમજ અન્ય બાંધકામ સાઇટો પર પણ બપોરના સમયગાળા દરમિયાન કામગીરી ન કરાવવા માટે એડવાઇઝરી જાહેર કરીને સમજણ આપવામાં આવી પરંતુ શું AMCની કામગીરીમાં બપોરે કામગીરી માટે પીળો પરવાનો મળી ગયો છે?


સરકારના પરિપત્રનું સરકારી વિભાગમાં જ ઉલ્લંઘન

તો, અમદાવાદના સોલા ખાતે આવેલ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે નવી બની રહેલી સુપરસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં પણ ભરબપોરે મજૂરો કામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ ડોક્ટરો બપોરે ઘરમાં રહેવાનું સૂચન આપતા હોય છે ટો બીજી બાજુ, સરકારી હોસ્પિટલ કેમ્પસમાં જ કાળઝાળ ગરમીમાં મજૂરો કામ કરી રહ્યા છે. સોલા સીવી હોસ્પિટલના દ્રશ્યો જોઈને કહી શકાય કે સરકારના પરિપત્રનો સરકારી કેમ્પસ જ ઉઘાડેછોગ ઉલ્લંઘન થઈ રહ્યું છે. AMCની એડવાઇઝરીને કોન્ટ્રાકટરો ઘોળીને પી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે અને AMC માત્ર એડવાઇઝરી જાહેર કરીને સંતોષ માની રહી છે.