Rathyatra 2024: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા રૂટ પર પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરાયું

રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસની તડામાર તૈયારીઓ રથયાત્રા રૂટ પર પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ સુરક્ષાના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નિકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નિકળી શકે તે માટે અમદાવાદ સેકટર 1 અને પોલીસ કર્મચારીઓ દ્રારા રથયાત્રા રૂટ પર ફુટ પેટ્રોલિંગ હાથધરાયું હતુ. રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ભકતોમાં અનોરો ઉત્સાહ અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.

Rathyatra 2024: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા રૂટ પર પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસની તડામાર તૈયારીઓ
  • રથયાત્રા રૂટ પર પોલીસ કરી રહી છે પેટ્રોલિંગ
  • સુરક્ષાના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને SOG દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે

અમદાવાદના જગન્નાથ મંદિરેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી સુદ બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નિકળવાની છે. ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છે. આથી, કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિમય માહોલમાં રથયાત્રા નિકળી શકે તે માટે અમદાવાદ સેકટર 1 અને પોલીસ કર્મચારીઓ દ્રારા રથયાત્રા રૂટ પર ફુટ પેટ્રોલિંગ હાથધરાયું હતુ.

રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે 147 મી રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજાઈ હતી. માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચ, સાઇબર ક્રાઇમ અને SOG એ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર બુલેટ માર્ચ યોજાઈ હતી. આમ રથયાત્રાના 15 કિલોમીટરના રૂટ પર બુલેટ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.


3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ

ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રાને લઇ અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, જે હેઠળ રથયાત્રાના સંવેદનશીલ વિસ્તાર અને રૂટ પર ક્રાઇમ બ્રાન્ચે ફુટ પેટ્રોલિંગ, 3D મેપિંગ, AI સહિત અનેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રૂટની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં 1500 થી વધુ CCTV કેમેરા, પોલીસ જવાનો પાસે પોકેટ કેમેરા, ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. માહિતી મુજબ, મંદિર, સરસપુર અને પોળોના થ્રીડી મેપ બનાવવામાં આવશે. મોડી રાત્રે 120 બાઈકો સાથે પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ.

તમામ વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદમાં યોજાનાર રથયાત્રાને અનુલક્ષી ક્રાઈમ બ્રાન્ચે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. રથયાત્રા પહેલા જ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.ક્રાઈમ બ્રાન્ચે રથયાત્રાના રૂટ પરથી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું છે.જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થવાની છે એ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

ભકતોમાં અનોરો ઉત્સાહ

અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરી પછીની ભારતની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા માનવામાં આવે છે. અમદાવાદની રથયાત્રામાં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે. હવે અમદાવાદની રથયાત્રાને થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે રથયાત્રાને લઇને મંદિર ટ્રસ્ટની સાથે પોલીસે પણ સુરક્ષાને લઇને તૈયારીઓ શરુ કરી દીધી છે.