વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજારની 30 દુકાનો ત્રણ વર્ષના ભાડા પટેથી અપાશે

Vadodara Ratri Bazar : વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે અને સયાજીપુરા આજવા રોડ ખાતેના મળી બંને રાત્રી બજારમાં એસ.ટી., એસ.સી.ની અનામત સહિત નાની મોટી કુલ મળીને 30 દુકાનો ત્રણ વર્ષના ભાડા પટે હરાજીથી અપાશે. ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન અને એસટી ડેપોથી મોડી રાત્રે આવતા મુસાફરો અને લોકોને રાત્રે નાસ્તા પાણી માટે કારેલીબાગ, વુડા સર્કલ પાસે અને આજવા રોડ, સયાજીપુરા બાયપાસ ખાતે રાત્રી બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને બજારોની કેટલીક દુકાનો હરાજીથી અગાઉ આપવામાં આવી હતી. જ્યારે કેટલીક દુકાનોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. આ બંને રાત્રી બજારો પૈકી કારેલીબાગની દુકાન નં.1, 6, 15, 16, 26ની ચાર દુકાનો જનરલ કેટેગરીમાં અને દુકાન નં. 28 એસ.સી. તથા નં. 4 એસ.સી. અને મોટી દુકાનો નં. 01 થી 03 અને 5 દુકાન નં. ચાર એસસી કેટેગરીની મળીને નાની મોટી સ્કૂલ દુકાનો તથા આજવા રોડ રાત્રિ બજારની દુકાનો નં.2, 11, 13થી 16, 20, 21, 24, 27, 28, 34 અને 35 જનરલ કેટેગરીની તથા 7, 17 અને 22 એસટી એસસીની મળીને આ બંને રાત્રી બજારની કુલ 30 દુકાનો આગામી ત્રણ વર્ષના ભાડા પટેથી પાલિકા દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ અંગેના અરજીપત્રકો આગામી તા.29મીએ ડિપોઝિટની રકમ ભરવાથી જમીન મિલકત શાખા દ્વારા ઓફિસ સમય દરમિયાન અપાશે.

વડોદરા કોર્પોરેશન દ્વારા રાત્રી બજારની 30 દુકાનો ત્રણ વર્ષના ભાડા પટેથી અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Ratri Bazar : વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે અને સયાજીપુરા આજવા રોડ ખાતેના મળી બંને રાત્રી બજારમાં એસ.ટી., એસ.સી.ની અનામત સહિત નાની મોટી કુલ મળીને 30 દુકાનો ત્રણ વર્ષના ભાડા પટે હરાજીથી અપાશે.

 ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન અને એસટી ડેપોથી મોડી રાત્રે આવતા મુસાફરો અને લોકોને રાત્રે નાસ્તા પાણી માટે કારેલીબાગ, વુડા સર્કલ પાસે અને આજવા રોડ, સયાજીપુરા બાયપાસ ખાતે રાત્રી બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને બજારોની કેટલીક દુકાનો હરાજીથી અગાઉ આપવામાં આવી હતી. જ્યારે કેટલીક દુકાનોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. આ બંને રાત્રી બજારો પૈકી કારેલીબાગની દુકાન નં.1, 6, 15, 16, 26ની ચાર દુકાનો જનરલ કેટેગરીમાં અને દુકાન નં. 28 એસ.સી. તથા નં. 4 એસ.સી. અને મોટી દુકાનો નં. 01 થી 03 અને 5 દુકાન નં. ચાર એસસી કેટેગરીની મળીને નાની મોટી સ્કૂલ દુકાનો તથા આજવા રોડ રાત્રિ બજારની દુકાનો નં.2, 11, 13થી 16, 20, 21, 24, 27, 28, 34 અને 35 જનરલ કેટેગરીની તથા 7, 17 અને 22 એસટી એસસીની મળીને આ બંને રાત્રી બજારની કુલ 30 દુકાનો આગામી ત્રણ વર્ષના ભાડા પટેથી પાલિકા દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ અંગેના અરજીપત્રકો આગામી તા.29મીએ ડિપોઝિટની રકમ ભરવાથી જમીન મિલકત શાખા દ્વારા ઓફિસ સમય દરમિયાન અપાશે.