Viramgam રેલવે પોલીસે ટ્રેનમાં છુપી રીતે 6 કિલો ગાંજો લાવનારની કરી ધરપકડ

વિરમગામ રેલવે પોલીસે 6.441 કિલો ગાંજા સાથે ઝડપી પાડયો આરોપીને શાલીમાર પોરબંદર એક્સ ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જર ચેકિંગ દરમિયાન મળ્યો ગાંજો પોલીસે મોબાઈલ અને 7 પેકેટ ગાંજા સાથે 70 હજારનો મુદ્દામાલ ઝડપ્યો અમદાવાદ રૂલરમાં આવેલ વિરમગામ રેલવે પોલીસે વિરમગામ સ્ટેશન પરથી 6 કિલો ગાંજા સાથે એક વ્યકિતની ધરપકડ કરી છે.શાબાજ અસ્લમ ખાન ઉ.વ 24 ગળાપાદર ગાંધીધામ કચ્છ શખ્સને 7 પેકેટ ગાંજા 6.441 કિલો ગ્રામ કિંમત રૂપિયા 64,410 અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 એમ કુલ મળી 70,010 મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે. અન્ય એક આરોપી ફરાર વિરમગામ રેલવે પોલીસ મથકમા આરોપી સામે NDPS એક્ટ કલમ -8(સી),20(બી),2(બી), 29 મુજબ ગુનો દાખલ કરાયો છે,ગાંધીધામથી આરોપી ગાંજાનો જથ્થો લાવ્યો હતો.તો વિરમગામમાં કોને આ જથ્થો આપવાનો હતો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે અમદાવાદથી ઝડપાયું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે. છેલ્લા 15 દિવસમાં મળેલ ડ્રગ્સ છેલ્લા 15 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.

Viramgam રેલવે પોલીસે ટ્રેનમાં છુપી રીતે 6 કિલો ગાંજો લાવનારની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિરમગામ રેલવે પોલીસે 6.441 કિલો ગાંજા સાથે ઝડપી પાડયો આરોપીને
  • શાલીમાર પોરબંદર એક્સ ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જર ચેકિંગ દરમિયાન મળ્યો ગાંજો
  • પોલીસે મોબાઈલ અને 7 પેકેટ ગાંજા સાથે 70 હજારનો મુદ્દામાલ ઝડપ્યો

અમદાવાદ રૂલરમાં આવેલ વિરમગામ રેલવે પોલીસે વિરમગામ સ્ટેશન પરથી 6 કિલો ગાંજા સાથે એક વ્યકિતની ધરપકડ કરી છે.શાબાજ અસ્લમ ખાન ઉ.વ 24 ગળાપાદર ગાંધીધામ કચ્છ શખ્સને 7 પેકેટ ગાંજા 6.441 કિલો ગ્રામ કિંમત રૂપિયા 64,410 અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા 5000 એમ કુલ મળી 70,010 મુદ્દામાલ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.

અન્ય એક આરોપી ફરાર

વિરમગામ રેલવે પોલીસ મથકમા આરોપી સામે NDPS એક્ટ કલમ -8(સી),20(બી),2(બી), 29 મુજબ ગુનો દાખલ કરાયો છે,ગાંધીધામથી આરોપી ગાંજાનો જથ્થો લાવ્યો હતો.તો વિરમગામમાં કોને આ જથ્થો આપવાનો હતો તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે,આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


ગઈકાલે અમદાવાદથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે.

છેલ્લા 15 દિવસમાં મળેલ ડ્રગ્સ

છેલ્લા 15 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.