Banaskanthaમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી

એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી કરી લાખો રૂપિયા ચાઉં કરી જનારને બનાસકાંઠાની વડગામ પોલીસે દબોચી લીધો છે. અને તેની પાસેથી લોકોના 209થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને 3.33 લાખનો મુદ્દા માલ રીકવર કરી જિલ્લા સહીત આંતરજિલ્લાના 27થી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકેલ્યો છે. એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી 10મી મે એ વડગામના બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ઘેમરપુરી ગૌસ્વામી નામના વ્યક્તિ પૈસા ઉપાડવા ગયા હતા.ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા શખ્સએ પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી હતી. જોકે ઘેમરપુરીભાઈ ઘરે પહોંચતા તેમની સાથે છેતરપિંડી આચરાઇ હોવાની જાણ થતા વડગામ પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી. મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો ત્યારબાદ વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીને લઈને તપાસ હાથ ધરી હતી અને વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ,હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી અને પાલનપુર શહેરના 100થી વધુ સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર આરોપીની ખરાઈ કરી હતી.જોકે પોલીસે અમદાવાદના જુહાપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો હતો. 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા આરોપી મોહમ્મદ સોહીલની તપાસ કરતાં અલગ અલગ બેંકોના 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા હતા અને 56 લાખની આરોપીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.મહત્વની વાત છે કે તે ATM પાસે ઉભો રહેતો અને કોઈ અભણ અથવા ભોળા વ્યક્તિઓ પૈસા નીકળવા આવે ત્યારે તે તેમને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ જાણી લેતો અને કાર્ડ બદલી દેતો જોકે આરોપી પોતાના વાહનોને લઈને ગુજરાતના નાના-મોટા શહેર અને ગામડાઓમાં બેંક એટીએમ મશીનની આસપાસ વોચ રાખતો.ત્યારે અનેક જગ્યાએ રોકડ અથવા તો તે પોતાના સગા સંબંધીઓના બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી અને છેતરપિંડી આંચરતો. 27 જેટલા એટીએમ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો  પોલીસે મહમદ સોહીલને ઝડપી 27 જેટલા એટીએમ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.ત્યારે કાર બુલેટ બાઈક સહિતની ચીજ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે.આરોપી એટીએમ છેતરપિંડીથી દાગીના મોબાઈલ અને ફોરેનની પણ ટ્રીપ કરી હતી. તથા આરોપી પાસેથી પોલીસે અત્યારે 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હજુ પણ પોલીસને આશા છે કે વધુ 500 એટીએમ આરોપી પાસેથી જપ્ત થશે અને અન્ય લાખોનો મુદ્દા માલ પણ જપ્ત થશે.

Banaskanthaમાં ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી
  • મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો
  • 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા

ભોળા અને અભણ લોકો સાથે એટીએમ બદલી છેતરપિંડી કરી લાખો રૂપિયા ચાઉં કરી જનારને બનાસકાંઠાની વડગામ પોલીસે દબોચી લીધો છે. અને તેની પાસેથી લોકોના 209થી વધુ એટીએમ કાર્ડ જપ્ત કર્યા છે અને 3.33 લાખનો મુદ્દા માલ રીકવર કરી જિલ્લા સહીત આંતરજિલ્લાના 27થી વધારે ગુનાનો વડગામ પોલીસે ભેદ ઉકેલ્યો છે.

એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી

10મી મે એ વડગામના બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ઘેમરપુરી ગૌસ્વામી નામના વ્યક્તિ પૈસા ઉપાડવા ગયા હતા.ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા શખ્સએ પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી અને એટીએમ કાર્ડ બદલી નાખી અને રૂ.52 હજારની છેતરપિંડી આચરી હતી. જોકે ઘેમરપુરીભાઈ ઘરે પહોંચતા તેમની સાથે છેતરપિંડી આચરાઇ હોવાની જાણ થતા વડગામ પોલીસ મથકે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો

ત્યારબાદ વડગામ પોલીસે એટીએમ છેતરપિંડીને લઈને તપાસ હાથ ધરી હતી અને વડગામ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ,હ્યુમન સોર્સ દ્વારા તપાસ કરી અને પાલનપુર શહેરના 100થી વધુ સીસીટીવી ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર આરોપીની ખરાઈ કરી હતી.જોકે પોલીસે અમદાવાદના જુહાપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સોહિલ લાલમોહમ્મદ મેમણને સાબરકાંઠાથી ઝડપી લીધો હતો.

209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા

આરોપી મોહમ્મદ સોહીલની તપાસ કરતાં અલગ અલગ બેંકોના 209થી વધારે એટીએમ કાર્ડ તેના ઘરેથી મળી આવ્યા હતા અને 56 લાખની આરોપીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.મહત્વની વાત છે કે તે ATM પાસે ઉભો રહેતો અને કોઈ અભણ અથવા ભોળા વ્યક્તિઓ પૈસા નીકળવા આવે ત્યારે તે તેમને વિશ્વાસમાં લઈ એટીએમનો પાસવર્ડ જાણી લેતો અને કાર્ડ બદલી દેતો જોકે આરોપી પોતાના વાહનોને લઈને ગુજરાતના નાના-મોટા શહેર અને ગામડાઓમાં બેંક એટીએમ મશીનની આસપાસ વોચ રાખતો.ત્યારે અનેક જગ્યાએ રોકડ અથવા તો તે પોતાના સગા સંબંધીઓના બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી અને છેતરપિંડી આંચરતો.

27 જેટલા એટીએમ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો

 પોલીસે મહમદ સોહીલને ઝડપી 27 જેટલા એટીએમ છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.ત્યારે કાર બુલેટ બાઈક સહિતની ચીજ વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે.આરોપી એટીએમ છેતરપિંડીથી દાગીના મોબાઈલ અને ફોરેનની પણ ટ્રીપ કરી હતી. તથા આરોપી પાસેથી પોલીસે અત્યારે 3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હજુ પણ પોલીસને આશા છે કે વધુ 500 એટીએમ આરોપી પાસેથી જપ્ત થશે અને અન્ય લાખોનો મુદ્દા માલ પણ જપ્ત થશે.